રાજકોટ: ચાલુ ક્લાસમાં વિદ્યાર્થી ઢળી પડ્યો અને થયું મોત, હાર્ટ એટેકને કારણે મોત થયું હોવાની આશંકા


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-07-17 16:47:00

નાની ઉંમરે લોકોના મોત થઈ રહ્યા છે. થોડા સમય પહેલા એવા સમાચાર સામે આવ્યા હતા જેમાં શાળામાં ભણતા વિદ્યાર્થીનું મોત હાર્ટ એટેક આવવાને કારણે થયું હોય. ધોરણ બારમા ભણતા વિદ્યાર્થીનું મોત હાર્ટ એટેકને કારણે થતા ચિંતા વ્યાપી ઉઠી હતી. તે પહેલા પણ સીડીઓ ચઢતી વખતે એક વિદ્યાર્થીનીનું મોત હાર્ટ એટેકને કારણે થયું હતું. ત્યારે રાજકોટની લાલ બહાદુર શાસ્ત્રી સ્કૂલમાં ભણતો વિદ્યાર્થી અચાનક ચાલુ ક્લાસમાં ઢળી પડ્યો. ધોરણ 12માં અભ્યાસ કરતો વિદ્યાર્થી અચાનક ઢળી પડતાં દોડધામ મચી હતી અને તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ત્યાં હાજર ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. વિદ્યાર્થીનું મોત થતાં પરિવારને જાણ કરવામાં આવી હતી. એવી આશંકા છે કે વિદ્યાર્થીનું મોત હાર્ટ એટેકને કારણે થયું હોય.    

આની પહેલા પણ વિદ્યાર્થીઓ બન્યા છે હાર્ટ એટેકનો ભોગ  

શાળામાં ભણતા વિદ્યાર્થીઓ પણ અચાનક મોતને ભેટી રહ્યા છે. આપણી સામે એવા અનેક કિસ્સાઓ આવી રહ્યા છે જેમાં સ્વસ્થ દેખાતું વ્યક્તિ ગમે ત્યારે કાળનો કોળિયો બની જતો હોય છે. શાળામાં ભણતા વિદ્યાર્થીઓ પણ હવે હૃદય હુમલાના શિકાર બની રહ્યા છે. થોડા સમય પહેલા બે વિદ્યાર્થીઓના મોતના સમાચાર સામે આવ્યા હતા જેમના મોત હાર્ટ એટેકને કારણે થયા હોય. મોતને કારણે પરિવારમાં તેમજ શાળામાં શોકની લાગણી પ્રવર્તિ ઉઠતી હોય છે. 


હાર્ટ એટેકને કારણે મોત થઈ હોવાની આશંકા

ત્યારે આજે ફરી એક વખત રાજકોટની લાલ બહાદુર શાસ્ત્રી શાળાથી ઘટના સામે આવી છે જેમાં ભણતા ભણતા વિદ્યાર્થી ઢળી પડે છે. ધોરણ 12 કોમર્સમાં ભણતા 17 વર્ષીય મુદીત અક્ષય નામના વિદ્યાર્થીનું મોત થયું છે. 108ની મદદથી તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો જ્યાં હાજર ડોક્ટરે તેને મૃત જાહેર કરી દીધો હતો. આ ઘટના સવારે 10 વાગ્યે બની હતી. હાલ તો એવી આશંકા છે કે વિદ્યાર્થીનું મોત હાર્ટ એટેકને કારણે થયું છે. કયા કારણોસર વિદ્યાર્થીનું મોત થયું છે તે અંગે તપાસ કરવામાં આવી રહી છે.  મુદિતે કોરોના રસીના બે ડોઝ લીધા હતા.. લોકો કારણ કોરોના રસીને માની રહ્યા છે અને કહી રહ્યા છે કે તેનાથી લોહી જામી જાય છે. અમે ડોક્ટરને આ મામલે પૂછ્યું કે શું ખરેખર કોરોના રસીના કારણે આવું બધું થાય છે તો  ડોક્ટરે અમને કહ્યું કે....


અરવલ્લીથી સામે આવ્યો હતો આવો કિસ્સો

હમણાની જ વાત કરીએ તો ગઈકાલે જ અરવલ્લીના મોડાસામાં વીસ વર્ષના પર્વ સોની નામના છોકરાને હુમલો આવવાના સમચાર આવ્યા હતા અને હજુ એક બીજા સમાચાર સામે આવી ગયા છે. આવા સતત બનાવો વધી રહ્યા છે. કોઈ ચાલતા ચાલતા તો કોઈ બોલતા બોલતા તો કોઈ તો વળી બેઠા બેઠા ગુજરી જાય છે. ગુજરાતમાં બનાવો સામે આવ્યા તે ચોંકાવી દે તેવા છે. ક્રિકેટ રમવા જતા મોત થયું એ સાંભળીને હવે લોકોને નવું નથી લાગતું કે ક્રિકેટ રમતા રમતા મોત થયું પણ ગંભીરતાથી તેને જોવું પડશે કારણ કે એક સમયે 70 વર્ષના વ્યક્તિને હુમલો આવતો હતો હવે એ 20 કે 25 વર્ષના છોકરાઓને આવી રહ્યો છે. તેની પાછળના કારણો પણ નથી ખબર પડી રહ્યા. હવે તો પીક ટાઈમ આવી ગયો છે કે સરકારે આ મામલે ગંભીરતાથી ડોક્ટર્સ સાથે વાત કરીને ખાણીપીણી મામલે નિયમો બનાવવા પડશે કારણ કે લાઈફસ્ટાઈલ પણ મોટો ભાગ ભજવે છે.



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...