રાજકોટમાં ભાઈની 'રક્ષા' માટે બહેને આપી કિડનીની ભેટ, બહેન અને ભાઈની સ્થિતિ એકદમ સ્વસ્થ


  • Published By :
  • Published Date : 2023-08-30 17:45:32

આજે રક્ષાબંધનનો પવિત્ર તહેવાર છે, બહેનોએ તેમના ભાઈઓને રાખડી બાંધીને દીર્ઘાયુ માટે ભાગવાનને પ્રાર્થના કરી ભાઈઓએ પણ બહેનને ભેટ આપીને જીવનભરની સુરક્ષાનું વચન આપ્યું. જો કે આજે રાજકોટમાં એક અનોખી ઘટના સામે આવી છે. રાજકોટમાં એક બહેને રક્ષાબંધનના દિવસે જ ભાઈને કિડની દાન કરીને તેના ભાઇને નવજીવન આપ્યું છે. હાલમાં ભરતભાઈ અને દયાબેન બંનેની સ્થિતિ સ્વસ્થ છે. કિડનીની બીમારીથી પીડાતા ભાઇને બચાવવા માટે બહેને રક્ષા બંધનની દિવસે પોતાની કિડનીની ભેટ આપીને સમાજને એક નવી રાહ ચીંધી છે.  


કોરોનાએ ભાઈની બંને કિડની છિનવી   


રાજકોટના વાસાવડ ખાતે રહેતા 32 વર્ષના ભરતભાઈ મકવાણાની બંને કિડની કોરોના મહામારીના કારણે ફેઈલ થઈ ગઈ હતી. ભરતભાઈ મકવાણાએ જણાવ્યું કે, 'જ્યારે મારૂ બીપી 290 થઈ ગયું ત્યારે મેં ડોક્ટરને બતાવ્યું હતું. ત્યારે ડોકટરે કહ્યું કે તમારી 70 ટકા કિડની ફેઈલ થઈ ગઈ છે. જે બાદ દવા લીધી એટલે થોડું સારૂ હતું, પણ કોરોના થતાં મારી બંને કિડની સંપૂર્ણ ફેઈલ થઈ ગઈ હતી. જેથી મને બી.ટી.સવાણી હોસ્પિટલના ડોક્ટરે ડાયાલીસીસ કરાવવાની સલાહ આપી હતી.' જેના કારણે ભરતભાઈ મકવાણા 6 મહિનાથી ડાયાલિસીસ કરાવવી રહ્યા હતા. ભાઈની કિડની ફેઈલ થઈ જતાં બહેન બહેન દયાબેન વાગડિયા મદદ માટે આગળ આવ્યા હતા અને કંઈ પણ વિચાર્યા વગર તેણે પોતાના ભાઈને નવું જીવન આપવાનું નક્કી કરી લીધું અને રક્ષાબંધન પહેલા જ બહેને ભાઈની રક્ષા કરી સાચા અર્થમાં રક્ષાબંધનની ઉજવણી કરી હતી. આજે તેમનો ભાઈ ભરતભાઈ મકવાણા એકદમ સ્વસ્થ છે. બહેને દયાબેને તો ભાઈની રક્ષા કરી જ પણ સાથે સાથે તેમના પતિ અને સાસરીયાઓએ પણ સંપૂર્ણ સહયોગ આપતા કિડની ટ્રાન્સપ્લાન્ટ શક્ય બન્યું હતું.



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...