Rajkot : ભ્રષ્ટ અધિકારી પર ભડક્યા ભાજપના વરિષ્ઠ નેતા વજુભાઈ વાળા? ટકોર કરતા વજુભાઈએ શું કહ્યું સાંભળો?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-06-21 17:17:01

ભ્રષ્ટચારનો સડો આપણી સિસ્ટમમાં ઘૂસી ગયો છે. ભ્રષ્ટાચાર થવાને કારણે અનેક વખત દુર્ઘટના સર્જાય છે અને અનેક લોકો મોતને ભેટે છે.. થોડા પૈસા કમાવાની લાલચમાં મોટા પદ પર બેઠેલા લોકો અનેક વખત બીજાની જીંદગીને જોખમમાં મૂકતા હોય છે. ભ્રષ્ટાચાર સામે અનેક નેતાઓ, ધારાસભ્યો બોલી રહ્યા છે. પાર્ટીના દિગ્ગજ નેતાઓ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી રહી છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા અને કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળાએ ભ્રષ્ટાચારને લઈ પ્રતિક્રિયા આપી છે.

ભાજપના જ નેતાઓ કરે છે સરકારને સવાલ!

છેલ્લા થોડા સમયથી ભાજપના જ નેતાઓ વિપક્ષની ભૂમિકામાં બેઠા હોય તેવું લાગે છે. નેતાઓ જાણે પોતાની જ સરકારને સવાલ કરતા હોય તેવું લાગે છે. અનેક ઉદાહરણો આપણી સામે જ છે જેમાં તંત્રને સવાલ કરવામાં આવી રહ્યો છે, ભ્રષ્ટાચાર સામે સવાલ કરવામાં આવી રહ્યો હોય.. આ બધા વચ્ચે આજે વજુભાઈ વાળાએ ભ્રષ્ટાચારને લઈ પ્રતિક્રિયા આપી છે. અધિકારીઓ ધારાસભ્યોનું નથી માનતા, નથી ગાંઠતા તેવી વાતો આપણી સામે આવી છે.. 



શું કહ્યું વજુભાઈ વાળાએ? 

પ્રતિક્રિયા આપતા તેમણે કહ્યું કે ધનની જેટલી જરૂરિયાત હોય એટલું જ કમાવવું જોઈએ. જે લોકો ભ્રષ્ટાચાર કરે છે એ લોકો મન કરતા આત્માનું સાંભળે તો ભ્રષ્ટાચાર ન થાય. ૉગામ આખું લે છે એટલે આપણે પણ લ્યો એવું થઈ ગયું છે આવું જાહેરમાં જ્યારે વજુભાઈ વાળા જેવા નેતા કહે ત્યારે સરકારે આ મામલે વિચાર કરવો જોઈએ..



રાજકોટ અગ્નિકાંડ મામલે પણ વજુભાઈ વાળાએ આપી હતી પ્રતિક્રિયા

આ પહેલા વજુભાઈ વાળાએ જ્યારે રાજકોટમાં અગ્નિ કાંડ થયો ત્યારે પણ અધિકારીઓની મિલીભગતની વાત કરી હતી સાથે જ  ઘટનાની તપાસ અને જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી.એ ખૂલીને બોલ્યા હતા કે આ ઘટના પાછળ મહાનગરપાલિકાની બેદરકારી જવાબદાર છે. અને અધિકારીઓ અને પદાધિકારીઓની ઝાટકણી કાઢી હતી.


જો આટલા સિનિયર નેતા આવું નિવેદન આપે છે તો... 

વજુભાઈ વાળા ખૂબ જૂના નેતા છે અને સિસ્ટમમાં રહેલા નેતા છે એમની કાઠીયાવાડથી કર્ણાટકની સફરમાં તેમણે અલગ અલગ પદ પર રહ્યા છે. એમની રાજકીય કારકીર્દિ  પણ ખૂબ રસપ્રદ રહી છે ત્યારે વજુભાઈ વાળા અધિકારીઓ માટે સતત આ કહે છે તો સરકારની આંખ ઉઘડવી જોઈએ.   



ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...

મણિપુરમાં આટલા સમય બાદ પણ શાંતિ નથી સ્થપાઈ..... અનેક લોકોના મોત આ હિંસામાં થઈ ગયા છે.. શનિવારે ફરી ત્યાં હિંસા ફાટી નીકળી હતી જેમાં પણ લોકો મોતને ભેટ્યા છે.... મણિપુરને લઈ સરકાર પર નિશાન સાધવામાં આવી રહ્યું છે...