મોંઘવારી સતત વધી
રહી છે ત્યારે રાજકોટની ગૃહિણીનું બજેટ ફરી એક વખત ખોરવાઈ ગયું છે. રોજકોટમાં
સિંગતેલના ભાવમાં તોતિંગ વધારો કરાયો છે. એક સાથે 40 રૂપિયાનો વધારો થતા 15
કિલ્લોના ડબ્બાનો ભાવ 2940 એ પહોંચ્યો છે જ્યારે અમદાવાદમાં તો સિંગતેલનો ભાવ
3000ની સપાટીને વટાવી ચુક્યો છે.
ખાદ્ય તેલના ભાવ વધતા મહિલાઓ પરેશાન
ગુજરાતમાં મગફળીનું ઉત્પાદન છેલ્લા અનેક વર્ષો કરતા આ વર્ષે આશરે 50 ટકા જેટલું વધ્યું છે તો બીજી તરફ રાજકોટમાં ફરી એક વખત સિંગતેલના ભાવમાં વધારો કરાયો છે. 15 કિલ્લોના ડબ્બા પર 40 રૂપિયાનો ભાવ વધારો થતા નવો ભાવ 2940 થઈ ગયો છે. મગફળીનું ઉત્પાદન સારૂ હોવા છતાં તેલના ડબ્બામાં સતત ભાવ વધારો થઈ રહ્યા છે. જેને લઈ મહિલાઓની ચિંતામાં વધારો થયો છે.
સિંગતેલ ઉપરાંત સનફ્લાવર તેમજ પામતેલમાં પણ સતત ભાવ વધારો
થઈ રહ્યો છે. મગફળી ઉત્પાદનમાં ભારત સૌથી આગળ છે તેમાં પણ સૌરાષ્ટ્રમાં સૌથી વધુ
ઉત્પાદન થઈ રહ્યું છે. ત્યારે રાજકોટમાં તેલના ભાવમાં સતત વધારો થતા લોકો
ત્રાહિમામ પોકારી ગયા છે.
સતત વધતી મોંઘવારી
મોંઘવારી દિવસેને
દિવસ વધતી જઈ રહી છે. વધતી મોંઘવારીને કારણે લોકોમાં ચિંતા વધી રહી છે. સ્થાનિક
વેપારીનું માનવું છે કે વૈશ્વિક બજારોમાં ખાદ્ય તેલના ભાવમાં તેજી હોવાને કારણે
તેલના ભાવ સતત વધી રહ્યા છે તેવું વેપારીઓનું માનવું છે. લોકોએ હજુ પણ મોંઘવારીનો
માર સહન કરવો પડશે તેવું લાગે છે.