રાજકોટ બેઠક માટે ભારતીય જનતા પાર્ટીએ પરષોત્તમ રૂપાલાને ટિકીટ આપી છે. પરષોત્તમ રૂપાલાના એક નિવેદનને કારણે વિવાદ છેડાઈ ગયો છે જેને કારણે ક્ષત્રિય સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.. ક્ષત્રિય સમાજની માગ છે કે પરષોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દ કરવામાં આવે. આ બધા વચ્ચે રાજકોટના અનેક વિસ્તારોમાં પોસ્ટરો લગાવવામાં આવ્યા જેમાં પીએમ મોદી અને પરષોત્તમ રૂપાલા ગળે મળતા હોય... મહત્વનું છે કે સવાર પડતા પોસ્ટરોને વહીવટી તંત્ર દ્વારા હટાવાઈ દેવામાં આવ્યા છે.
પરષોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દ કરવામાં આવે તેવી ક્ષત્રિય સમાજની માગ
ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતની 26 લોકસભા બેઠકો માટે ઉમેદવારના નામની જાહેરાત કરી દીધી છે. અનેક બેઠકો એવી છે જ્યાં વિરોધ થઈ રહ્યો છે ઉમેદવારનો. અનેક જગ્યાઓ એવી છે જ્યાં ઉમેદવારનો વિરોધ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવી રહ્યો છે. આપણી સામે અનેક એવા ઉદાહરણો છે જેમાં ઉમેદવારના વિરોધમાં પોસ્ટરો લગાવવામાં આવ્યા હોય. એક તરફ ભાજપના કાર્યકર્તાઓ ઉમેદવારને લઈ વિરોધ કરી રહ્યા છે તો બીજી તરફ ક્ષત્રિય સમાજની માગ છે કે પરષોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દ કરવામાં આવે. પરષોત્તમ રૂપાલાના નિવેદનનો ક્ષત્રિય સમાજ વિરોધ કરી રહ્યો છે. આ બધા વચ્ચે રૂપાલા અને મોદી એકબીજાને ગળે મળતા હોય તે પ્રકારના ફોટાવાળા અને ‘હું નરેન્દ્ર મોદી સાથે છું, હું પુરુષોત્તમ રૂપાલા સાથે છું’ લખાણવાળા બેનર શહેરની અંબિકા ટાઉનશિપમાં લગાવાયા હતા.
તંત્ર દ્વારા હટાવી લેવામાં આવ્યા પોસ્ટર
જે પોસ્ટરો લગાવવામાં આવ્યા હતા તે પોસ્ટરો સવાર સુધીમાં હટાવાઈ દેવામાં આવ્યા હતા. સવારે આ બેનરો રાજકોટ જિલ્લા વહીવટી તંત્રની ચૂંટણી શાખા દ્વારા ઉતારી લેવામાં આવ્યા છે. આચારસંહિતા ભંગ થતી હોવાથી બેનરો દૂર કરવામાં આવ્યાં હોવાનું જાણવા મળી રહ્યું છે. મહત્વનું છે કે પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે ચાલી રહેલા વિવાદને શાંત કરવા માટે ભાજપ અને ક્ષત્રિય સમાજ વચ્ચે બેઠક થઈ. ભાજપના નેતા અને ક્ષત્રિય સમાજના આગેવાનો વચ્ચે બેઠક થઈ તે પહેલા સી.આર.પાટીલના ઘરે મુખ્યમંત્રી તેમજ ભાજપના અનેક નેતાઓ વચ્ચે બેઠક થઈ હતી.
અમદાવાદમાં મળી હતી બેઠક!
બેઠક બાદ સી.આર.પાટીલ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી અને તે બાદ તેમણે ક્ષત્રિય સમાજની માફી પણ માગી હતી. તે બાદ બીજા દિવસે ભાજપના નેતાઓ અને સમાજના આગેવાનો વચ્ચે બેઠક થઈ હતી. એ બેઠક બાદ લાગતું હતું કે વિવાદ શાંત થઈ જશે પરંતુ તે વિવાદનો અંત આવ્યો ન હતો. ક્ષત્રિય સમાજ પોતાની માગ પર અડગ દેખાઈ રહ્યો છે.