નવરાત્રી આવવાને હવે ગણતરીના દિવસો બાકી છે
ત્યારે રાજકોટ પોલીસ કમિશ્નરે પરિપત્ર બહાર પાડ્યો હતો જેમાં 10 વાગ્યા સુધી જ
લાઉડ સ્પિકર વગાડવાની મંજૂરી આપવામાં આવી હતી. પરંતુ તેનો વિરોધ થતા રાજકોટ પોલીસે
આ પરિપત્ર પરત ખેંચી લીધો છે. જે બાદ હવે 12 વાગ્યા સુધી સ્પિકર વગાડવાની મંજૂરી
આપી દેવામાં આવી છે. પોલીસના નિર્ણયનો વિરોધ થતા, ગરબા આયજકો સાથે પોલીસે બેઠક કરી
હતી જે બાદ આ નિર્ણય પરત ખેંચી લેવામાં આવ્યો છે.
રાજકોટ પોલીસે પરત લીધો પોતાનો નિર્ણય
રાજ્ય સરકાર દ્વારા નવરાત્રી દરમિયાન 12 વાગ્યા સુધી લાઉડ સ્પિકર વગાડવાની પરવાનગી આપવામાં આવી છે. ત્યારે રાજકોટ પોલીસ કમિશ્નર દ્વારા 10 વાગ્યા સુધીની પરમિશન અપાતા ખેલૈયાઓ નારાજ જોવા મળ્યા હતા. જે બાદ હવે રાજકોટ પોલીસે 12 વાગ્યા સુધી લાઉડ સ્પિકર વગાડવાની પરવાનગી આપી છે.
ખેલૈયાઓમાં જાગ્યો ઉત્સાહ
રાજકોટ પોલીસ કમિશ્નરે ગરબા સંચાલકો સાથે બેઠક કરી હતી જે બાદ પોલીસે પોતાનો નિર્ણય પરત લીધો છે. નિર્ણયમાં ફેરફાર થયા બાદ ખેલૈયાઓમાં ઉત્સાહ ફરી જાગ્યો છે. 12 વાગ્યા સુધી લાઉડ સ્પિકર વગાડવાની પરવાનગી મળતા ગરબા આયોજકોએ પણ રાહતનો શ્વાસ લીધો હતો.
આ વખતે પોલીસે લીધો યુ-ટર્ન
રાજ્ય સરકાર અનેક વખત કાયદો બહાર પાડી લોકો
દ્વારા વિરોધ કરાતા કાયદો પરત લઈ લેતી હોય છે. અનેક કાયદા એવા છે જેને લાગુ
કરાયાના અમુક દિવસો બાદ પરત ખેંચી લેવાયા છે. ત્યારે રાજકોટ પોલીસે પણ પોતાના
નિર્ણયને તરત બદલી લીધો છે. જેને લઈ લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. નિર્ણય પરત
ખેંચાતા ખેલૈયાઓનાં આનંદમાં વધારો થયો છે.