Rajkot - આટકોટની પ્રતિક્ષા વિદ્યા સંકુલમાં અભ્યાસ કરતી યુવતી પર શારીરિક શોષણ, પોલીસે નોંધ્યો ગુન્હો...


  • Published By :
  • Published Date : 2024-07-31 16:40:23

શાળાને આપણે ત્યાં એકદમ પવિત્ર સ્થાન માનવામાં આવે છે.. શાળામાં ભણીને દેશના ભાવિનું ઘડતર થાય છે.. પરંતુ અનેક વખત અનેક સ્થળોથી એવા કિસ્સાઓ સામે આવતા હોય છે જે સાંભળીને થાય કે શું હવે આ જ જોવાનું બાકી રહી ગયું હતું..! આટકોટની પ્રતિક્ષા વિદ્યા સંકુલમાં અભ્યાસ કરતી યુવતી પર શારીરિક શોષણની ફરિયાદ નોંધાવી છે.. જિલ્લા ભાજપના બે આગેવાનો વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ છે. મધુ ટાઢાણી અને પરેશ રાદડિયા વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધવામાં આવી છે.


વિદ્યાધામમાં કરવામાં આવ્યું શારીરિક શોષણ! 

બળાત્કારની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. સંબંધોને લાંછન લગાડે તેવા કિસ્સાઓ સામે આવતા હોય છે. ત્યારે   શિક્ષણ ધામમાં શારીરિક શોષણના સમાચાર આટકોટથી સામે આવ્યા છે. આટકોટની પ્રતિક્ષા વિદ્યા સંકુલમાં અભ્યાસ કરતી યુવતી પર શારીરિક શોષણ કર્યા હોવાનો બનાવ આવ્યો સામે.. છેલ્લા એક વર્ષથી મધુ ટાઢાણી અને પરેશ રાદડિયા વિદ્યાર્થીનિનું શારીરિક શોષણ કરતા હતા તેવી ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાવામાં આવી છે. 


આ લોકો વિરૂદ્ધ કરાઈ પોલીસ ફરિયાદ 

જે બે લોકો વિરૂદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી છે તે છે પરેશ રાદડિયા અને મધુ ટાઢાણી.. પરેશ રાદડિયા ડી.બી.એજ્યુકેશન ટ્રસ્ટમાં ટ્રસ્ટી છે જ્યારે મધુ ટાઢાણીને કલરકામનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. પરેશ રાદડિયા તેમજ મધુ ટાઢાણી જિલ્લા ભાજપના આગેવાનો છે. ફરિયાદને પગલે પોલીસે બંનેની ધરપકડ કરવાની કવાયત શરૂ કરી છે. 



પોલીસે ફરિયાદ નોંધી પકડવાની કવાયત શરૂ કરી છે પરંતુ... 

મહત્વનું છે કે જ્યારે નેતાઓ ભાજપનો ખેસ પેહરે છે તો તેમને કંઈ પણ કરવાનો હક મળી ગયો છે તેવું તેમને લાગે છે. ગુજરાતમાં અનેક દુર્ઘટનાઓ બની, અનેક લોકોએ પોતાના સ્વજનોને ગુમાવ્યા છે તે દુર્ઘટનાઓના અંતમાં તેનું કનેક્શન ભાજપના નેતા સાથે મળી આવે છે.. પોલીસે પકડવાની કવાયત તો હાથ ધરી છે જોવું રહ્યું કે ક્યારે પોલીસ તેમની ધરપકડ કરે છે.?



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે