ગઈકાલે રાજકોટ ખાતે ક્ષત્રિય સમાજનું મહાસંમેલન યોજાયું હતું. પરષોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દ કરવામાં આવે તેવી માગ ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવી રહી છે. ક્ષત્રિય સમાજને લઈ પરષોત્તમ રૂપાલાએ આપેલા નિવેદન બાદ ક્ષત્રિય સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. ક્ષત્રિય સમાજ પહેલા માત્ર પરષોત્તમ રૂપાલાનો વિરોધ કરી રહ્યો હતો પરંતુ હવે તે વિરોધ ભાજપના વિરોધમાં ધીરે ધીરે પરિવર્તિત થઈ રહ્યો છે. રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર કોંગ્રેસ દ્વારા જાહેર કરવામાં ના આવ્યા હતા પરંતુ થોડા દિવસો પહેલા કોંગ્રેસે પરેશ ધાનાણીના નામની જાહેરાત કરી. પરેશ ધાનાણી છેલ્લા થોડા દિવસોથી સોશિયલ મીડિયા પર કવિતા પોસ્ટ કરી રહ્યા છે ત્યારે ફરી એક વખત કવિતા તેમના દ્વારા પોસ્ટ કરવામાં આવી છે....
પરેશ ધાનાણીએ ફરી એક વખત પોસ્ટ કરી કવિતા
એક તરફ ગુજરાતમાં પક્ષપલટાની મૌસમ જોવા મળી રહી છે તો બીજી તરફ રાજનેતાઓની અંદર રહેલો કવિ જાગી રહ્યો છે! છેલ્લા થોડા દિવસોથી સોશિયલ મીડિયા પર નેતાઓ દ્વારા કવિતા પોસ્ટ કરવામાં આવી રહી છે. કવિતા ટ્રેન્ડ ગુજરાતમાં જોવા મળી રહ્યો છે. પરેશ ધાનાણીએ અનેક વખત સોશિયલ મીડિયા પર કવિતાઓ પોસ્ટ કરી છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખી તેઓ કવિતા લખી રહ્યા છે. નામ લીધા પર તે પ્રહાર કરી રહ્યા છે. ત્યારે તેમણે રાજકોટમાં ચાલતા આંદોલનને લઈ એક કવિતા શેર કરી છે.
રાજકોટ ખાતે યોજાયું હતું ક્ષત્રિય સમાજનું મહાસંમેલન
ક્ષત્રિય સમાજ અને પરષોત્તમ રૂપાલા વચ્ચે ચાલતો વિવાદ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો. ક્ષત્રિય સમાજની માગ છે કે પરષોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દ કરવામાં આવે. આ વિરોધને શાંત કરવાનો પ્રયત્ન અનેક વખત કરવામાં આવ્યો પરંતુ વિવાદ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો. ગઈકાલે ક્ષત્રિય સમાજ દ્વારા રાજકોટમાં મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે કોંગ્રેસના રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરેશ ધાનાણીએ ફરી એક વખત એક કવિતા શેર કરી છે. મહત્વનું છે કે આની પહેલા પણ તેમના દ્વારા અનેક કવિતા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરવામાં આવી છે...