ગુજરાતની ચૂંટણી રાજકોટ લોકસભા બેઠકની આસપાસ ઘૂમી હોય તેવું કહીએ તો અતિશયોક્તિ નથી. પરષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજને લઈ આપેલા નિવેદન બાદ ક્ષત્રિય સમાજનો રોષ ભભૂકી ઉઠ્યો હતો.. ક્ષત્રિય સમાજની માગ હતી કે પરષોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દ કરવામાં આવે.. તે બાદ આખો જે ઘટનાક્રમ હતો તે આપણે જાણીએ છીએ... ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત પરેશ ધાનાણીને ટિકીટ આપવામાં આવી છે.. પરેશ ધાનાણી દ્વારા અનેક વખત કવિતાઓ શેર કરવામાં આવી છે...
રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવારોએ આપ્યું નિવેદન
આજે ત્રીજા તબક્કા માટે મતદાન થઈ રહ્યું છે. ગુજરાત સહિત અનેક રાજ્યોમાં આજે મતદાન પ્રક્રિયા ચાલી રહી છે. ગુજરાતની 25 બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે... અનેક દિગ્ગજ નેતાઓએ મતદાન કરી દીધું છે અને અનેક લોકો મતદાન કરી રહ્યા છે.. આ વખતની ચૂંટણીમાં મતદાતાઓમાં નિરસતા દેખાઈ રહી છે... મહત્વનું છે કે પીએમ મોદીએ મતદાતાઓને અપીલ કરી છે. ઉપરાંત પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીએ પણ મતદાતાઓને અપીલ કરી છે.. વધારેમાં વધારે લોકો મતદાન કરવા જાય, મતદાનનું પ્રમાણ વધે તે માટે તેમના દ્વારા અપીલ કરવામાં આવી છે.. પરેશ ધાનાણીએ તે સિવાય પણ અનેક વાતોની વાત કરી હતી..
ભાજપના અનેક નેતાઓને કરવો પડ્યો વિરોધનો સામનો
મહત્વનું છે કે પીએમ મોદી આજે ગુજરાત આવ્યા હતા મતદાન કરવા માટે. તે ઉપરાંત અમિત શાહ પણ ગુજરાત આવ્યા હતા. તેમણે પરિવાર સાથે મતદાન કર્યું છે.. મહત્વનું છે કે રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર દ્વારા આપવામાં આવેલા નિવેદનનો વિરોધ ગુજરાતના અનેક ભાગોમાં થયો હતો. ભાજપના ઉમેદવારોને વિરોધનો સામનો કરવો પડ્યો હતો..