Rajkot Loksabha Seatના ઉમેદવાર Parshottam Rupala હતા PM Modiની જનસભામાં ગાયબ! PM Modiએ અનેક ઉમેદવારો માટે મત માગ્યા પણ...


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-05-03 11:47:32

સાતમી તારીખે ગુજરાતમાં લોકસભા માટે મતદાન થવાનું છે... રાજકીય પાર્ટી દ્વારા એડી ચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે.. ક્ષત્રિય સમાજ દ્વારા પહેલા પરષોત્તમ રૂપાલાનો વિરોધ કરવામાં આવ્યો, ધીરે ધીરે તે વિરોધ ભાજપ તરફ શરૂ થઈ ગયો.. ભાજપના અનેક નેતાઓને વિરોધનો સામનો કરવો પડ્યો હતો ત્યારે પીએમ મોદી બે દિવસ માટે ગુજરાતના પ્રવાસે હતા.. અલગ અલગ જગ્યાઓ પર પીએમ મોદીએ જનસભાને સંબોધી.. પરંતુ એક વખત પણ તેમણે પરષોત્તમ રૂપાલાનું નામ પણ ના લીધું હતું ઉપરાંત તે સુરેન્દ્રનગરની જનસભામાં  ગેરહાજર હતા..  

અનેક જગ્યાઓ પર પીએમ મોદીએ કરી જનસભા!

ગુજરાતના સ્થાપના દિવસે પ્રધાનમંત્રી મોદી ગુજરાતના પ્રવાસે આવ્યા... ઉત્તર ગુજરાતમાં સભાને સંબોધન કર્યું અને બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, અમદાવાદ પૂર્વ લોકસભાને કવર કરી.. પહેલા આણંદમાં સભા કરી અને ત્યારપછી સુરેન્દ્રનગરના વઢવાણામાં વિજય વિશ્વાસ સભાને સંબોધન કર્યું..... રાજકોટ અને ભાવનગર લોકસભાને કવર કરી...પ્રધાનમંત્રી જેટલી લોકસભા કવર કરે તેના ઉમેદવારો ત્યાં હાજર હોય પણ.. આ સભામાં પણ સુરેન્દ્રનગર, રાજકોટ અને ભાવનગર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ઉપસ્થિત રહેવાના હતા....પણ આંખે ઉડીને વળગે એવી વાત એ સામે આવી કે જેમાં ભાવનગર અને સુરેન્દ્રનગરના ઉમેદવાર તો હાજર હતા, પરંતુ રાજકોટના ઉમેદવાર પરષોતમ રૂપાલા ગાયબ હતા...


સુરેન્દ્રનગરની સભામાં પરષોત્તમ રૂપાલા હતા ગેરહાજર!

ગુજરાતમાં ઝંઝાવાતી પ્રચાર ભાજપ દ્વારા કરવામાં આવી રહ્યો છે... પોતાની જનસભામાં તેમણે કોંગ્રેસને આડેહાથ લીધી હતી. સુરેન્દ્રનગરમાં જ્યારે તેમની સભા હતી ત્યારે ભાવનગર અને સુરેન્દ્રનગરના ઉમેદવાર તો હાજર હતા, પરંતુ રાજકોટના ઉમેદવાર પરષોત્તમ રૂપાલા ગાયબ હતા. આ અંગે રાજકોટના ભાજપના નેતાને સવાલ પૂછવામાં આવ્યો કે રુપાલા કેમ સુરેન્દ્રનગરની સભામાં હાજર નથી.?  તો જવાબ એવો આવ્યો કે નાદુરસ્ત તબિયતના કારણે તે નથી આવ્યા. 


પરષોત્તમ રૂપાલા નાદુરસ્ત તબિયતને કારણે હાજર ન રહ્યા!

ભાજપના નેતાએ ભલે કહ્યું કે પરષોત્તમ રૂપાલા નાદુરસ્ત છે એટલે નથી આવ્યા. પણ એવું તો કેવી રીતે બની શકે કેમ કે ગઈકાલે તો રાત્રે અનુસુચિત જાતીના કાર્યક્રમમાં અને બીજા અલગ અલગ કાર્યક્રમોમાં હાજરી આપી.... લેઉઆ પાટીદાર અગ્રણી સાથે મુલાકાત કરી અને ભોજન પણ ગ્રહણ કર્યું.... રુપાલા ન ગયા પણ પ્રતિનિધિ તરીકે રાજકોટથી ભરત બોઘરાને મોકલ્યા હતા.. મોહન કુંડારિયાની હાજરી દેખાઈ... 


સુરેન્દ્રનગર સીટ શા માટે પીએમ મોદીએ કવર કરી? 

સુરેન્દ્રનગર સીટ ભાજપે કેમ કવર કરી તો એનું એક કારણ એ મનાઈ રહ્યું છે કે આ બેઠક પર ભલે કોળી મતદારોનું પ્રભુત્વ હોય પણ 2.50 લાખ મતદારો ક્ષત્રિય છે... બીજુ ભાજપે ચંદુભાઈ શિહોરાને ટિકિટ આપી છે. તો કોંગ્રેસે આ વિસ્તારના ધારાસભ્ય રહી ચૂકેલા ઋત્વિક મકવાણાને મેદાનમાં ઉતાર્યા છે... એટલે પ્રમાણમાં કોંગ્રેસની સ્થિતિ મજબૂત માનવામાં આવે છે...પણ જે ઉમેદવારના પ્રચાર માટે પીએમ મોદી સભા ગજવતા હોય અને એ સભા સ્થળે ક્યાંય દેખાય નહીં એવુ તો પહેલીવાર જોવા મળ્યા... 


ક્ષત્રિય સમાજનો ગુસ્સો હજી શાંત નથી થયો.. 

એવામાં એક તરફ ક્ષત્રિય સમાજ વિરુદ્ધ રૂપાલાએ આપેલા નિવેદનને લઈને રાજ્યભરમાં ક્ષત્રિયો વિરોધ કરી રહ્યા છે....જે હજુ શાંત થયો નથી.... જો રુપાલા સુરેન્દ્રનગરની સભામાં પહોંચે અને કોઈ અનઅપેક્ષિત ઘટના બને તો ભાજપ માટે સ્થિતિ કફોડી બની જાય.... આ સાથે ભાજપ અને સરકારને ડર એ છે કે, જો મોદીની સભામાં ક્ષત્રિયો વિરોધ કરે તો ભાજપની રાજકીય ઇમેજને ધક્કો પહોચી શકે છે. અને કોંગ્રેસને બગાસુ ખાતા પતાસુ મળી જાય તેવી સ્થિતિનું પણ નિર્માણ સર્જાય શકે... 



જો રૂપાલા હાજર હોત તો એ પણ મેસેજ જઈ શકતા હતા કે... 

બીજી વાત એ કે જો રુપાલા હાજર રહે તો બીજો એક સંદેશ એ પણ જાય કે રુપાલાના વિરોધને લઈને ડેમેજ કંટ્રોલ માટે પ્રધાનમંત્રી મોદીએ આવવું પડ્યું... એટલે આવા કોઈ સંદેશ જનતા સુધી પહોંચે તેના કરતા રુપાલા તેમની રીતે પ્રચાર કરે એ જ ભાજપને અને રુપાલાને બંનેને યોગ્ય લાગ્યું હશે... 


રાજકોટને યાદ કર્યું પરંતુ પરષોત્તમ રૂપાલાને યાદ ના કર્યા!

બીજી વાત એ કે પ્રધાનમંત્રીએ વિશાળ જનસભાને સંબોધન કર્યુ. તેમણે કહ્યુ કે મારી શાસકીય કારકિર્દીની શરુઆત સૌરાષ્ટ્રથી શરુ થઇ હતી. પહેલી વાર ધારાસભ્ય રાજકોટમાંથી જ બન્યો હતો. આ ગુજરાતે મારુ એવુ પાકુ ઘડતર કર્યુ કે, ક્યાંક કાચો નથી પડતો. જો કે તેનું કારણ તમારા આશીર્વાદ છે...એટલે સૌરાષ્ટ્રને ખાસ રાજકોટને યાદ કર્યું પણ રુપાલાનું નામ ન લીધું કે તેમને યાદ પણ ન કર્યા... 


પીએમ મોદીએ આ વખતે બદલી સ્ટ્રેટર્જી!

2019ની લોકસભાની ચૂંટણીમાં નરેન્દ્ર મોદીએ જૂનાગઢથી પ્રચારની શરૂઆત કરી હતી. આ વખતે પહેલી સભા ડીસામાં કરી. સૌરાષ્ટ્રના બદલે ઉત્તર ગુજરાતથી શરૂઆત એ સ્ટ્રેટેજીકલી પ્લાન છે. તેના બે કારણો છે. એક, ભાજપમાં અસંતોષ અને બીજું, ક્ષત્રિયોનો વિરોધ. પ્રધાનમંત્રી મોદીએ સુરેન્દ્રનગરમાં સભા કરી જામનગરમાં પણ સભા કરી. પણ રાજકોટથી અંતર જાળવીને સભા તો ન કરીને પણ ક્ષત્રિય વિરોધને ડામવાનો એક પ્રયાસ જરુર કર્યો... 



ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...

મણિપુરમાં આટલા સમય બાદ પણ શાંતિ નથી સ્થપાઈ..... અનેક લોકોના મોત આ હિંસામાં થઈ ગયા છે.. શનિવારે ફરી ત્યાં હિંસા ફાટી નીકળી હતી જેમાં પણ લોકો મોતને ભેટ્યા છે.... મણિપુરને લઈ સરકાર પર નિશાન સાધવામાં આવી રહ્યું છે...