રાજકોટના આ જ્વેલર્સને ત્યાં ITની રેડ, 1300 કરોડના બેનામી ટ્રાન્ઝેક્સન મળ્યા, સોનીબજારમાં ફફડાટ


  • Published By :
  • Published Date : 2023-07-17 20:23:18

રાજકોટ અને જુનાગઢમાં પાંચ વર્ષમાં સૌથી મોટું ઓપરેશન ઈન્કમ ટેક્સ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવ્યુ છે. આ ઓપરેશન હેઠળ રાજકોટ અને જુનાગઢના જ્વેલર્સને ત્યાં છેલ્લા 6 દિવસોથી IT વિભાગના દરોડા ચાલી રહ્યા છે. આ દરોડાની કાર્યવાહી દરમિયાન કરોડોના બિનહિસાબી વ્યવહારો મળી આવ્યા છે. જેમાં આઈટી વિભાગને 1300 કરોડના બિનહિસાબી વ્યવહારો મળી આવ્યા છે. IT વિભાગે 32 જેટલા સ્થળોએ તપાસ શરૂ કરી છે જેમાં અનેક બેનામી મિલ્કત સંબંધીત ફાઈલો પણ મળી આવી છે આ મામલે IT અધિકારીઓ દ્વારા તપાસ હાથ ધરાઈ છે. આ રેડ અંગે અમદાવાદની ઈન્કમટેક્સ ઓફિસના ઉચ્ચ અધિકારીઓને રિપોર્ટ સોંપવામાં આવ્યો છે.


ITના દરોડાથી જ્વેલર્સમાં ફફડાટ


રાજકોટના ત્રણ જાણીતા જ્વેલર્સ અને તેમના નિવાસ્થાનેથી મોટા પ્રમાણમાં બેનામી વ્યવહારો મળ્યા છે. રાજકોટના મોટા જ્વેલર્સ શિલ્પા, રાધિકા અને જે પી જ્વેલર્સને ત્યાં IT વિભાગની કાર્યવાહી યથાવત છે. કુલ 200 જેટલા અધિકારીઓ દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ત્રણેય જવેલર્સના મેનેજર, કર્મચારીઓના બેન્ક એકાઉન્ટ અને મોબાઈલની પણ તપાસ થઈ રહી છે. અત્યાર સુધીમાં 1300 કરોડ રૂપિયાના બિનહિસાબી વ્યવહારો મળ્યા છે. જેમાં 12 કરોડની જ્વેલરી અને રોકડ મળી આવી છે. આ દરોડામાં જ્વેલર્સના બેંક લોકર સીલ કરી દેવાયા છે. રાજકોટ IT દરોડાથી સોની બજારમાં સોપો પડી ગયો છે, સોની બજારમાં કેટલીક દુકાનો ખુલી જ નથી. જ્વેલર્સનું કલકત્તાનું કનેક્શન ખૂલતા ITની તવાઈ આવી હોવાની આશંકા છે. અમદાવાદ રાજકોટના ITનાં અધિકારી સહિત સ્ટાફની ટીમો તપાસમાં લાગી હતી.


આ જ્વેલર્સ પર ITની તવાઈ


(1)રાજકોટના રાધિકા જ્વેલર્સના માલિક અને ઉદ્યોગપતિ પ્રભુદાસ પારેખના એટલાન્ટિસ ખાતે B-3 ના પાંચમા માળે આવેલા ફ્લેટ ઉપર પણ તપાસ હાથ ધરવામાં આવી. પેલેસ રોડ અને કાલાવડ રોડ સ્થિત શોરૂમ, અશોક ઝીંઝુવાડિયા અને હરેશ ઝીંઝુવાડિયાના નિવાસસ્થાને તપાસ, એટલાન્ટિસ ફ્લેટના પાંચમા માળે જ રહેતા હિરેન પારેખને ત્યાં પણ IT વિભાગે સર્ચ ઓપરેશન હાથ ધર્યુ છે. એટલાન્ટિસમાં જ આઠમા માળે રહેતા ભાસ્કર પારેખને ત્યાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે. હિરેન પારેખ, ભાસ્કર પારેખ, અશોક બાબરાવાળા અને હરેશ બાબરાવાળાના નિવાસ સ્થાને અને શો-રૂમમાં દરોડા પાડવામાં આવ્યા છે. (2) શિલ્પા જ્વેલર્સ-કોઠારિયા નાકા,150 ફુટ રિંગરોડ, અક્ષર માર્ગ પર આવેલા શોરૂમ તથા પેઢીના માલિકો પ્રભુદાસ પારેખ,ભાસ્કર અને હરેનના નિવાસસ્થાને અને કોલકત્તા ખાતેના યુનિટમાં પણ તપાસ (3)જે.પી.જ્વેલર્સમાં પણ હાથ ધરાઇ તપાસ, તેના રાજકોટ અને અમદાવાદ ખાતેના યુનિટમાં તપાસ (4)જુનાગઢના સીવીએમ જ્વેલર્સમાં પણ કાર્યવાહી. તે ઉપરાંત જ્વેલર્સ સાથે સંકળાયેલા વિમલ પાદરીયા, કેતન પટેલ અને મિલન મહેતા નામના બિલ્ડરના ઘર અને તેની ઓફિસોમાં પણ આઇટીની તપાસ ચાલી રહી છે.


શા માટે  IT વિભાગે દરોડા પાડ્યા?


રાજકોટ અને જુનાગઢના જ્વેલર્સને ત્યાં ઇન્કમટેક્સ વિભાગના દરોડા મામલે આવકવેરા વિભાગના સૂત્રોના જણાવ્યા પ્રમાણે તાજેતરમાં રાજકોટની સોની બજારમાં મોટા ટ્રાન્જેકશન થયા હતા. એક શક્યતા પ્રમાણે GST વિભાગ દ્રારા આ અંગેની માહિતી ઇન્કમટેક્સ વિભાગને પહોંચાડી હતી. થોડા દિવસો પહેલા બે હજારની ગુલાબી નોટ સરકાર દ્રારા પરત ખેંચવાનો નિર્ણય લેવામાં આવ્યો ત્યારે સૌથી મોટા ટ્રાજેક્શન રાજકોટની સોની બજારમાં થયા હતા. જેના કારણે મોટી પેઢીઓ ITના રડારમાં આવી હતી. એટલું જ નહીં રાધિકા જ્વેલર્સ અને શિલ્પા જ્વેલર્સ બિલ્ડર લોબી અને ફાયનાન્સર સાથે પણ સંકળાયેલા છે. જેને લઇને મોટા વ્યવહાર બહાર આવે તેવી શક્યતા છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.