દિવાળીના પર્વને માત્ર ગણતરીના દિવસો જ બાકી છે. દિવાળીના સમયે મીઠાઈ તેમજ નાસ્તાઓનું ધૂમ વેચાણ થતું હોય છે. દિવાળી સમયે સિઝન હોવાને કારણે થોડા સમય પહેલાથી મીઠાઈનો તેમજ ફરસાણ/નાસ્તાનો સ્ટોક વેપારીઓ કરી રાખતા હોય છે. આજકાલ નકલી ખાદ્યપદાર્થોએ અનેક જગ્યાઓથી મળી આવે છે. નકલી ખાદ્યપદાર્થો તો મળી આવે છે પરંતુ નકલી ઘી, નકલી મસાલો, નકલી ઈનો વગેરે પણ નકલી માર્કેટમાં ફરી રહ્યું છે. ત્યારે દિવાળી પહેલા આરોગ્ય વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. ત્યારે રાજકોટમાં પણ ફુડ વિભાગ દ્વારા વાવડી ગામમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું જેમાં સામે આવ્યું કે જમીન ઉપર ચકરીનો લોટ બાંધવામાં આવતો હોવાનું સામે આવ્યું છે. તે ઉપરાંત સ્ટોક કરેલો ફરસાણનો જથ્થો વાસી જણાતા 1400 કિલો ફરસાણનો નાશ કરાયો છે ઉપરાંત સંચાલકો વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે.
દિવાળી સમયે મીઠાઈ તેમજ ફરસાણની વધે છે માગ
લોકોના આરોગ્ય સાથે ચેડા ના થાય તેને ધ્યાનમાં રાખી આરોગ્ય વિભાગની ટીમ એક્ટિવ મોડમાં આવી ગઈ છે. દિવાળીના તહેવારની ઉજવણી થોડા દિવસો બાદ શરૂ થઈ જશે. તહેવારને ધ્યાનમાં રાખી લોકો નાસ્તો તેમજ મીઠાઈ બહારથી ખરીદતા હોય છે. એ સમય દરમિયાન આ વસ્તુઓનું ધૂમ વેચાણ થતું હોય છે. નાસ્તાની તેમજ મીઠાઈની માગ આ સમયગાળા દરમિયાન સૌથી વધારે હોય છે, માગને પહોંચી વળવા માટે થોડા સમય પહેલાથી દુકાનદારો સ્ટોક કરવાની શરૂઆત કરી દેતા હોય છે. પરંતુ એટલા સમય પહેલાથી નાસ્તો બનાવી દેતા હોય છે કે દિવાળી આવતા આવતા તે વાસી થઈ જાય છે.! વાસી જથ્થાની વાત એટલા માટે કરી રહ્યા છીએ કારણ કે રાજકોટમાં આરોગ્ય વિભાગની ટીમે વાસી ખાદ્યપદાર્થનો જથ્થો ઝડપી પાડ્યો છે.
ફૂડ વિભાગ દ્વારા આ જગ્યા પર હાથ ધરવામાં આવ્યું ચેકિંગ
ફૂડ વિભાગના જણાવ્યા અનુસાર સર્વેલન્સ ચેકિંગ દરમિયાન વાવડી ગામ જલીયાણ ઈન્ડસ્ટ્રીઝ એરીયા પાસે, રંગોલી સ્ટીલની બાજુમાં હરિકૃષ્ણભાઈ કમલેશભાઇ લીલાની ભાગીદારી પેઢી "માહી ફૂડ પ્રોડકટ્સ"માં ફૂડ વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. વિવિધ પ્રકારના નમકીનનું વેચાણ કરવામાં આવે છે. અનહાઈજેનિક કન્ડિશનમાં ખાદ્યપદાર્થ બનાવવામાં આવતું હોય તે પણ તપાસ દરમિયાન આરોગ્ય વિભાગની ટીમને જાણવા મળ્યું. ઉપરાંત એક્સપાયરી ડેટની માહિતી પણ આપવામાં આવી ન હતી. તે સિવાય 715 કિલો જેટલો નાસ્તો વાસી થઈ ગયો હતો. એ જથ્થાનો નાસ કરવામાં આવ્યો. આવો અખાદ્ય જથ્થો બજારમાં ન ફરતા થાય તે માટે તેનો નાશ ત્વરીત કરવામાં આવ્યો.