ભેળસેળીયા વેપારીઓ સામે તંત્રની લાલ આંખ, રાજકોટમાંથી છ મહિના જુનો 7 હજાર કિલો મલાઈનો અખાદ્ય જથ્થો ઝડપાયો


  • Published By :
  • Published Date : 2023-10-11 10:59:37

તહેવારોની સીઝન ચાલી રહી છે ત્યારે  દુધમાંથી બનતી વાનગીઓ, તેલ તથા મસાલામાં ભેળસેળના બનાવો સામે આવી રહ્યા છે. રાજ્યનો આરોગ્ય વિભાગ સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરીને આ પ્રકારની ભેળસેળ કરતા તત્વો સામે કાર્યવાહી કરી રહ્યું છે. આરોગ્ય વિભાગે રાજકોટના ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલા રવિરાજ આઇસ્ક્રીમના ગોડાઉનમાં દરોડા પાડ્યા હતા.જે દરમિયાન અધધધ 7 હજાર કિલો અખાદ્ય મલાઇનો જથ્થો ઝડપી પાડ્યો હતો. જેની કિંમત 20 લાખ રૂપિયા જેટલી થાય છે.  મલાઇમાંથી બનતી ચીજવસ્તુઓમાં મિલાવટ કરી લોકાના આરોગ્યને જોખમમાં મુકતા આઈસ્ક્રીમ ગોડાઉનના માલિક સામે વિભાગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રાજકોટમાંથી નવરાત્રિના તહેવારો પહેલા ફરી એક વખત અખાદ્ય જથ્થો ઝડપાતા અન્ય વેપારીઓમાં ફફડાટ જોવા મળી રહ્યો છે.


છ મહિના જુનો મલાઈનો જથ્થો

 

રાજકોટના રફાળા ગામે જાન્યુઆરીથી માર્ચ મહિના દરમિયાન આ મલાઇનું ઉત્પાદન થયું હોવાનો ખુલાસો થયો છે.રવિરાજ આઇસ્ક્રીમના ગોડાઉનમાંથી પકડાયેલો આ મલાઇનો જથ્થો ત્રણ કે છ મહિના પહેલા જ એક્સપાયર થઇ ચૂક્યો હોવાનું સામે આવ્યું છે.  આ મલાઇમાંથી ઘી, ચીઝ અને બટર સહિતની વસ્તુઓ બનાવવામાં આવે છે. તો જંક ફૂડમાં પણ તેનો ખૂબ ઉપયોગ થાય છે. ધર્મેન્દ્રસિંહ ચાવડાએ રવિરાજ આઈસ્ક્રીમમાં કોલ્ડ સ્ટોરેજ કર્યો હતો. આ મલાઇ જનતા મિલ્ક એન્ડ ફૂડ પ્રોડક્ટસની હોવાનું સામે આવ્યું છે. તંત્ર દ્વારા રવિરાજ આઇસ્ક્રીમના માલિક સામે કાયદાકીય કાર્યવાહી કરૂ કરી છે.


અગાઉ મોરબીમાંથી ઝડપાયો હતો અખાદ્ય માવાનો જથ્થો


ઉલ્લેખનિય છે કે દુધમાંથી બનતી વિવિધ વાગનીઓમાં મિલાવટના કિસ્સા વધી રહ્યા છે, અગાઉ મોરબી રોડ પરની સીતારામ ડેરીના સ્ટોરેજમાંથી સાડા ચાર ટન અખાદ્ય માવાનો જથ્થો ઝડપાયો હતો. જેને વેજીટેબલ ઓઇલ અને મિલ્ક પાવડરનો ઉપયોગ કરીને બનાવવામાં આવતો હતો. અખાદ્ય માવો કે મલાઇ શહેરના અલગ અલગ કેટરર્સના ધંધાર્થી અને ડેરી ફાર્મમાં પહોંચે છે. પરંતુ સવાલ એ છે કે ભેળસેળિયા તત્વો સામે કેમ નથી કરાતી કડક કાર્યવાહી ? તંત્ર મામૂલી દંડ ફટકારીને કેમ સંતોષ માની લે છે?



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?