રાજ્યમાં અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. અનેક લોકોના મોત અકસ્માતને કારણે થઈ ગયા છે. અકસ્માત થવાને કારણે અનેક પરિવારના માળા વિખેરાઈ ગયા છે. રફતારના કહેરને કારણે અનેક અકસ્માત સર્જાય છે. ત્યારે રાજકોટના ગોંડલના ઘોઘાવદર ગામ નજીક અકસ્માત સર્જાયો છે જેમાં બે ગાડી એકબીજા સાથે અથડાઈ. આ ઘટનામાં બે લોકોના મોત થયા છે તેવી માહિતી સામે આવી છે. તે સિવાય રાજકોટના સુભાષનગર રોડ પર પણ અકસ્માત સર્જાયો છે. એવી માહિતી સામે આવી છે કે ગાડીમાં પંચર હતું તેમ છતાંય તેણે ગાડી ચલાવી અને અનેક લોકોનો જીવ જોખમમાં મૂક્યો છે.
બે ગાડીઓ વચ્ચે સર્જાયો ગંભીર અકસ્માત
બેફામ રીતે ગાડી ચલાવવાને કારણે અનેક વખત અકસ્માત સર્જાય છે. અકસ્માતને કારણે લોકો મોતને પણ ભેટે છે. ઘણી વખત ડ્રાઈવરની બેદરકારીને કારણે અકસ્માત સર્જાય છે. કોઈ વખત ઓવરસ્પીડિંગને કારણે તો કોઈ વખત રોંગ સાઈડ વાહનો આવવાને કારણે મોત લોકોના થયા છે. અનેક વખત બેદરકારીને કારણે અકસ્માત સર્જાય છે. રાજકોટના ગોંડલના ઘોઘાવદર ગામ નજીક અકસ્માતની ઘટના બની છે, જેમાં બે લોકોનાં મોત નીપજ્યાં છે. બે કાર સામ-સામે ટકરાતા અકસ્માત સર્જાયો હતો.
ઘટનામાં બે લોકોના થયા મોત
આ અકસ્માત બે ગાડીઓ વચ્ચે સર્જાયો છે જેમાં એક ગાડી ઈનોવા એને ટ્રાઈબર ગાડી વચ્ચે સર્જાયો છે. એવી માહિતી સામે આવી છે કે ઈનોવા કારમાં પાંચ લોકો સવાર હતા જેમાંથી બે લોકોના મોત થયા છે. ડ્રાઈવર સહિત એક મહિલા મોતને ભેટી છે. ઈજાગસ્ત થયેલા લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. મૃતકો જસદણ અને ગોંડલના રહેવાસી છે.
ગાડીએ અનેક ગાડીઓને અડફેટે લીધી...
બીજી જે ઘટના સર્જાઈ છે તે સુભાષનગરમાં સર્જાઈ છે. તથ્યવાળી થતા બચી ગઈ છે. પંચર હોવા છતાંય ડ્રાઈવરે ગાડી ચલાવી અને લોકોના જીવને જોખમમાં મૂક્યા. ચુડાસમા પ્લોટ વિસ્તારમાં આ ઘટના બની છે. વાહનો અડફેટે આવી ગયા હતા. ગાડી એટલી સ્પીડમાં હતી કે જો કોઈ વ્યક્તિ ત્યાં હોત તો તે પણ અડફેટે આવી ગયા હોત. એવી માહિતી સામે આવી છે કે સીસીટીવી મેળવી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી અને ડ્રાઈવરની અટકાયત કરી લીધી છે તેવી માહિતી સામે આવી છે.