Rajkot Gamezone દૂર્ઘટનામાં FIR બોગસ હોવાનો આરોપ, વકીલે શું કહ્યું સાંભળો?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-05-29 12:37:42

તક્ષશીલાકાંડ થયો 22 બાળકોએ જીવ ગૂમાવ્યા, બધા આરોપી આજે જામીન પર ખુલ્લેઆમ ફરી રહ્યાં છે. મોરબી હોનારતમાં 135 લોકો ડૂબી ગયા અહીંયા પણ આરોપીઓ મુક્ત રીતે ફરે છે...  એક અમીર બાપની ઓલાદે રોડ પર 9 લોકોને કચડી નાંખ્યા આરોપી જેલ બહાર છે... હરણી બોટકાંડમાં બાળકો સહિત 14 લોકો ડૂબી ગયા.. આરોપીઓ આઝાદ છે.. હવે રાજકોટમાં બાળકો સહિત આધિકારીક રીતે તો 28 લોકો માર્યા ગયા આ કાંડના આરોપીનો પણ વાળ વાંકો નહીં થાય આવુ એટલા માટે અમે પત્રકારો અને મીડિયાના લોકો અને સરકારને જાણનાર વિશ્લેષકો કે નિષ્ણાંતો કહી રહ્યાં છીએ કેમ કે આ ઘટનાક્રમો અને પછીની લાલિયાવાડી થતી અમે જોઈ છે... 

જે ગંભીર દુર્ઘટના સર્જાઈ તેવી ગંભીર એફઆઈઆર કરાઈ જ નથી.. 

તમને વિશ્વાસ નહીં આવતો હોય પણ આજે એ સાબિત કરવું છે કે આ આગકાંડમાં પણ સરકારે લાલિયાવાડી શરુ કરી જ દીધી છે... પૂરાવાઓ નષ્ટ કરવાની શરુઆત થઈ ચૂકી છે.. એને પહેલો પૂરાવો એ છે કે જે દૂર્ઘટના થઈ તે મુદ્દે જે ફરિયાદ થવી જોઈએ તે મજબૂત રીતે થઈ જ નથી....! ફરિયાદ બોગસ હોવાની વાત વકીલ બ્રિજેશ ત્રિવેદીએ પણ કહ્યું છે... પૂરાવો આપું તમને જુઓ આ FIR... રાજકોટ ટીઆરપી ગેમઝોન મામલે પોલીસે ઢાંકપીછોડો કરવાની કોશિષ કરી હોય તેવો ઘાટ ઘડાયો છે... સરકાર પોતે જાણે સબૂતોનો નાશ કરવા માંગતી હોય તેવા પ્રશ્નો પૂછવામાં આવી રહ્યા છે... 


એફઆઈઆરમાં નથી પેટ્રોલ ડિઝલ હોવાનો ઉલ્લેખ 

બીજી સૌથી મહત્વની વાત કે જે જગ્યાએ આગકાંડ થયો ત્યાં 2500 લીટર પેટ્રોલ-ડિઝલનો જથ્થો સ્ટોર કરેલો હતો. તો FIRમાં કેમ તેનો ઉલ્લેખ નથી... ચલો એ વાતને પણ જવા દો તો જ્યાં દૂર્ઘટના બની ત્યાંના સીસીટીવી તો પોલીસ પાસે પહેલાથી જ આવી ગયા હતા.....તો સીસીટીવી ફુટેજના આધારે વેલ્ડિંગનું કામ ચાલી રહ્યું છે. ઉપરથી તીખારા પડે છે નીચે ફોમની સીટો છે જોત-જોતામાં આગ વિકરાળ સ્વરુપ ધારણ કરે છે અને અગ્નિકાંડની શરુઆત થાય છે.. 



શા માટે રાજકોટ પોલીસ દ્વારા આટલી ઉતાવળ કરવામાં આવી?  

વધુમાં તેમણે સવાલ કર્યો કે 28થી વધુ લોકો મૃત્યુને ભેંટે છે તો આ વાતનો ઉલ્લેખ કેમ કરવામાં નથી આવ્યો... શું છુપાવવાની કોશિશ કરવામાં આવી રહી છે... રાજકોટ પોલીસે આટલી ઉતાવળે આ કામ કર્યું પણ એવું હતું નહીં કે ભણેલા-ગણેલા નહોતા... પોલીસ ઈન્સપેક્ટર, સબ ઈન્સપેક્ટર સહી કરનાર , ફરિયાદ નોંધનાર , નોંધાવનાર, રાજકોટ શહેર પોલીસ કમિશ્નર અને ડીસીપીને કાયદાની પરિભાષા ખબર નહોતી... આ તમામ અધિકારીઓને સસ્પેન્ડ કરવા જોઈએ.... 



સવાલ એ પણ થાય કે શા માટે જેસીબીથી કાટમાળને હટાવવામાં આવ્યો?  

સૌથી મહત્વની વાત કે સૌથી મહત્વનો સવાલ શું પૂરાવાનો નાશ કરવા માટે ગેમઝોનની જગ્યાએ જેસીબી ફરી રહ્યાં છે? વકીલ બ્રિજેશ ત્રિવેદીનું કહેવું છે કે આ શું કોઈ ભૂકંપ જેવી આપત્તી છે કે નીચે દટાયેલો માણસ તમને મળી જાય... શા માટે તમે જેસીબી ફેરવ્યા? દુર ઉભા રહીને લોખંડનો કાટમાળ દૂર થાય તેવી કોઈ મશીનરી લાવવી હતી.. ત્રાહિત વ્યક્તિઓના પગલા પણ ત્યાં ન હોવા જોઈએ આ તપાસનો વિષય છે.. પણ ત્યાં તો જેસીબી ફેરવાય ગયું છે.. ફરિયાદમાં સમગ્ર ઘટનાક્રમનો ઉલ્લેખ પણ કરવામાં ન આવ્યો....  જો આવી જ રીતે ફરિયાદ થાય તો પોલીસ કોર્ટમાં ગુનો કેવી રીતે સાબિત કરશે.... કેવી રીતે ન્યાય મળશે આ મૃતકોને...



ક્યારે સમજાશે એ પરિવારની પીડા જેમણે પોતાના સ્વજનોને ગુમાવ્યા.. 

એક તરફ રાજકોટના પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવ કે જેમની બદલી કરીને સરકારે સંતોષ માની લીધો તે કહી રહ્યાં હતા કે, ફાયર એનઓસી માટે અરજી કરી હતી... તો ફાયર ઓફિસર ખુદ કહી રહ્યાં હતા કે, કોઈ અરજી જ ગેમઝોનના સંચાલકો દ્વારા કરવામાં નથી આવી રહી... સરકારે પણ જવાબદાર અધિકારીઓને બદલી કરીને સંતોષ માની લીધો.... વેઈટિંગ ઈન પોસ્ટ બદલીના લેટરમાં લખ્યું છે... પણ મારે સરકારને કહેવું છે કે અધિકારીઓને વેઈટિંગમાં ભલે મુક્યા... મૃતદેહો મેળવવા માટે  પરિવારજનો પણ ચાર દિવસથી વેઈટિંગમાં છે... એ કરુણતા, દારુણ સ્થિતિ, પરિવારનું આક્રંદ અને એમને મળવા જોઈતા ન્યાયને વેઈટિંગમાં ન મુકતા.... 



માનવજિંદગીઓનું વળતર પણ જાહેર કરી દીધું

મોતના આ સોદાગરો સામે દાખલો બેસેતેવી કાર્યવાહી કેમ નથી કરતા એ નથી સમજાતું.. બધા જ લોકો કારણો જાણે છે.. હવે તો સરકારે માનવજિંદગીઓનું વળતર પણ જાહેર કરી દીધું.. અધિકારીઓની બદલી કરી દીધી... અને રાજ્યના લોકોને એટલે હવે એ વિશ્વાસ બેસી ગયો છે કે, જવાબદારો નિર્દોષ છુટી જવાનાછે.... કાયદાની આંટીધૂંટીમાં રહેલી ગલીઓમાંથી રસ્તો કેમ કાઢવો એ આરોપીઓ સારી રીતે જાણતા હોય છે કેમ કે એ રસ્તો તો સરકાર ખુદ કરીને આપતી હોય છે.... 



સંવેદનશીલ સરકારે પોતાની સંવેદના બતાવી પડશે!

છટકબારીઓ સરકાર શોધીને ન આપે તો આરોપીઓ બચે કેમ.... સવાલ એ થાય કે તમે તો સત્તા છો અને સત્તા ધારે તો શું ન કરી શકે... તો તમારી એવી કઈ મજબૂરી છે કે તમે મોતના સોદાગરો પર વિશેષ મહેરબાની વર્તાવો છો.... સરકાર તમે એ ન ભૂલી જતા કે મૃત્યુ પામનારા લોકો પણ તમારા જ છે.... જો ખરેખર તમે વિચલિત હોય અને સંવેદનશીલ સરકાર હોય તો તમારે સંવેદના બતાવવી પડશે... કાયમ માટે દાખલો બેસે કે આરોપીઓને ભાન થાય તેવા પગલા લેવા જ પડશે.... 



આ રાજ્ય અને રાજ્યના નાગરિકો બંને તમારા જ છે.. 

એમને પણ ખબર પડવી જોઈએ કે એક -એક મોતની કિંમત બહુ આકરી ચુકવવી પડશે...આરોપીના મનમાં સરકાર અને કાયદાનો ડર બેસવો જોઈએ...  આ રાજ્ય અને રાજ્યના નાગરિકો બંને તમારા પોતાના જ છે.... પ્રત્યેક નાગરિકોને જો તમે તમારા પોતાના માનતા હોય તો તમારા પોતાના અને આપણા સ્વજનો માટે મૌન રહેવું નથી... હવે બસ બહુ થયું.... 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?