આ દેશ માં લોકો જીવતા નથી
ખદબદે છે,
પ્રજાની દાઢમાથી ફુફાડાનું ઝેર જ કાઢી લીધું છે..
૧૪૫ કરોડ છીયે પણ
નાત-જાત માં વહેંચાયેલા છીએ..
ખરા કોન્ટ્રાક્ટરો તો અધિકારીઓ છે અહીં ..
કોન્ટ્રાક્ટરો છે પેટા ઠેકેદારો …
ને પ્રજા રોજમદાર છે અહીં....
આ શબ્દો છે ભાજપના નેતાના... સિસ્ટમ, સરકાર, પ્રશાસન અને નેતાઓની દાનતની વાસ્તવિકતા અહીં રજૂ કરે છે.... રાજકોટના ગેમઝોનના અગ્નીકાંડમાં કલાકો વિત્યા પણ હજુ સુધી પરિવારજનો મૃતદેહોની રાહ જોઈ રહ્યાં છે... જીવતા પાછા આવે એની આશા પરિવારજનોને હોય પણ અહીંયા તો સ્થિતિ વિચારો કે કેટલી હદે કરુણ છે કે મૃતદેહો લેવા માટે પણ રાહ જોવી પડી રહી છે.... એવામાં સવાલો ઉઠે છે કે સરકાર કરી શું રહી છે? હવે તો આગકાંડની જે ઘટના રાજકોટમાં બની તેને લઈને ઉચ્ચ અધિકારીઓ પર સવાલો ઉઠી રહ્યાં છે.... કોની મિલિભગત છે આ ઘટનામાં... એ સવાલો છે.. અને આ બધાની વચ્ચે ભાજપના નેતાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે... આપણે હવે એ વિચારવાનું છે કે, આપણે વધુ એક આવી દુર્ઘટનાની માત્ર રાહ જોવાની છે. ... ભાજપના નેતા ભરત કાનાબારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એકસ્ પર પોસ્ટ કરીને લખ્યું છે...
આ દેશ માં લોકો જીવતા નથી
ખદબદે છે,
સાચી વાત છે... કેમ કે જીવવામાં અને ખદબદવામાં બહુ ફેર હોય... જો તમે જીવતા હોય તો પૂરાવો આપવો જરુરી છે.... હજુ મૌન રહેશો તો એ મૌનનો માર આપણને જ પડશે.. આ મૌન મારી નાંખશે....... 1981માં સાતમી ડિસેમ્બરે અસારવામાં કંતાનનો હિમાલય બનાવાયો એ સળગ્યો ત્યારે 64 લોકો મૃત્યુ પામ્યા... લોકોએ એટલો આક્રોશ વ્યક્ત કર્યો હતો કે સરકાર હલી ગઈ હતી.. અને હોમ મિનિસ્ટરને રાત્રે ત્યાં દોડી જવુ પડ્યું હતું... ત્યાર પછી આ પ્રકારના ધંધા માટે મંજૂરી મળતી બંધ થઈ ગઈ હતી.. હવે એ બધુ શરુ થઈ ગયું અને આપણે જોયું,,,, મોરબી ઝૂલતો પૂલ દૂર્ઘટના, વડોદરા હરણી બોટકાંડ, કાંકરિયા રાઈડકાંડ અને હવે ગેમઝોન.... બધામાં લોકોનો અવાજ દબાઈ ગયો... બંધ થઈ ગયો.. હવે એ ત્રાડ પાડીને સરકારને સવાલ કરતા લોકો ક્યાં.... ભરત કાનાબારે આગળ લખ્યું છે કે,
પ્રજાની દાઢમાથી ફુફાડાનું ઝેર જ કાઢી લીધું છે..
૧૪૫ કરોડ છીયે પણ
નાત-જાત માં વહેંચાયેલા છીએ..
ચૂંટણી આવે એટલે આપણે કહીએ નેતાઓ મારી જાતિનો જ જોઈશે..... રાજકોટના આ ગેમઝોનમાં આગ લાગી, આગે કોઈને પૂછ્યુ હતું કે તું કઈ જાતિનો છે... જે પ્રજાનું ભલુ કરે એ જનપ્રતિનિધિ કહેવાય... પણ હવે 145 કરોડ લોકોને જ્ઞાતિ-જાતિમાં વેહેંચીને જનતાની દાઢમાં ફૂંફાડાનું ઝેર સરકારે કાઢી લીધું.,.. ન કોઈ બોલે, ન કોઈ ત્રાડ પાડે, ન કોઈને જવાબ આપવો પડે.....
ભરત કાનાબાર આગળ લખે છે....
ખરા કોન્ટ્રાક્ટરો તો અધિકારીઓ છે અહીં ..
કોન્ટ્રાક્ટરો છે પેટા ઠેકેદારો …
રાજકોટના ગેમઝોનની જે દૂર્ઘટના થઈ હું નથી માનતી કે કોઈપણ વ્યક્તિ એને શબ્દોમાં વ્યક્ત કરી શકે... સારામાં સારો લેખક કે સારામાં સારો કવિ એ દારુણ , કરુણ, હૃદય હચમચાવી નાંખે એવી સ્થિતિને વ્યક્ત નહીં કરી શકે....આ પરિસ્થિતિનું સર્જન કેમ થયું.. કોની રહેમનજર હેઠળ થયું...અધિકારીઓની જવાબદેહી ક્યાં છે... રાજકોટના પોલીસ કમિશ્નર કહે છે કે ગેમઝોનને 1 મહિનાની પરમિશન પહેલા આપી હતી... ફાયરની એનોસી લેવાની અરજી કરી હતી... બીજી બાજુ મનપાના કમિશ્નર કહી રહ્યાં છે કે ફાયર એનોસી માટે અરજી કરી જ નહોતી.
ચીફ ફાયર ઓફિસર પણ કહી રહ્યાં છે કે, અરજી નહોતી કરી.. અને આ ઘટનામાં 6 લોકોને સસ્પેન્ડ કરાયા... આપણે હંમેશા કહેતા હોઈએ છીએને કે આવી કોઈ દૂર્ઘટના બને અને સરકાર નાની માછલીઓ પર પગલા લઈ અને મોટા મગરમચ્છોને છાવરવાની કોશિષ કરતી હોય છે એ થાય પણ છે.. અને જવાબદાર અને કહેવાત ઉચ્ચ અધિકારીઓ બચીજાય છે... અહીંયા પણ એ નથી સમજાતું કે અધિકારીઓની મિલિભગતમાં એ પરિવારો જેણે પોતાનું વ્હાલસોયું ખોયું એમનો શું વાંક.. અને એટલે ભરત કાનાબારે જે શબ્દો કહ્યાં કે ખરા કોન્ટ્રાક્ટરો તો અધિકારીઓ છે.. જે તમારા, મારા, આપણા સૌના જીવનો કોન્ટ્રાક્ટ કરીને મસ્ત મલાઈ ખાઈને બેસી જાય છે... અને કોન્ટ્રાક્ટરો એમના ઠેકેદારો છે.
જેને મારા ગલ્લામાં પૈસા આવ્યા આજનું કામ પુરુ એનાથી જ મતલબ હોય છે... પ્રજા ખરેખર રોજમદાર છે... આ દેશની સત્તાઓએ પ્રજાને શ્રમિક અને ગુલામ બનાવીને રાખી દીધી છે.. દરેકને પોતાની ખુરશીથી મતલબ છે... સલામ છે ભાજપના એ નેતાને કે જે દરેક વખતે આવી કોઈ ઘટનામાં એટલિસ્ટ પોતાનું સ્ટેન્ડ ક્લિયર કરે છે અને બોલે છે. સાબિત કરે છે કે હું જીવતો છું... પણ કમનસીબી છે કે આપણે જાગવુ પડશે... અને આપણે હવે જીવતા હોવાનો પૂરાવો આપવો પડશે.... નહીંતર આ સિલસિલો આમ જ ચાલતો રહેશે અને કોઈને કશો જ ફેર ન પડે... મૃતકોના પરિવારજનો કહે છે ને કે એતો જેના ગયા હોય એને ખબર પડે...