ગુજરાતમાં અનેક કરૂણ ઘટનાઓ સર્જાઈ છે જેમાં અનેક લોકોના મોત થયા છે. રાજકોટમાં કાલે જે ઘટના બની તે બાદ અમુક એવા લોકો હશે જેમની આંખો નહીં ભરાઈ આવી હોય.. ભલે રડ્યા નહીં હોય પરંતુ દુ:ખ તો આ ઘટનાને લઈ થયું હશે.. અગ્નિકાંડમાં 27 જેટલા લોકોના મોત થયા છે અને આ મૃત્યુઆંક વધી પણ શકે છે.. ત્યાં જે લોકો હાજર હતા તે લોકો કદાચ જીંદગી ભર આ દ્રશ્યો નહીં ભૂલી શકે...
આવી કરૂણ ઘટના બાદ પણ ધારાસભ્યને હસવું આવે છે...
સરકારને સવાલ કર્યો પરંતુ ધારાસભ્યોને પણ સવાલ કરવો છે શું તે માનવતા ક્યાંય મૂકીને આવ્યા છે? શું તેમનામાં રહેલી માનવતા મરી પરવારી છે? સવાલ અમારે ભાજપના ધારાસભ્ય રમેશ ટિલાડાને પૂછવો જે આવી કરૂણ ઘટનામાં પણ હસી શકે છે.. જ્યારે ફાયર સેફ્ટીને લઈ તેમને સવાલ પૂછવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું કે 'હવે આમાં તો હવે હું ય શું કહી શકું હવે...' કહીને હસી પડે છે.. સવાલ એ થાય કે લોકોના જીવની કોઈ કિંમત નથી ધારાસભ્યની નજરમાં? આવી કરૂણઘટનામાં પણ કેવી રીતે ધારાસભ્યને હસવું આવી શકે તે સવાલ થાય છે..
કોંગ્રેસે ધારાસભ્યના આ વર્તન પર આપી પ્રતિક્રિયા
ધારાસભ્યના આવા વર્તન પર કોંગ્રેસ દ્વારા ટ્વિટ કરવામાં આવી છે. ગુજરાત કોંગ્રેસે લખ્યું કે પહેલા સુરતના તક્ષશીલા, મોરબી, વડોદરા હરણી, હવે રાજકોટમાં પણ હૃદય કંપાવી નાખે તેવી ઘટનાઓ સરકારની ગેરરીતિઓ અને ફાયર સેફ્ટીના અભાવે કેટલાએ પોતાના જીવ ગુમાવવા પડશે? શોક વ્યક્ત કરવાની જગ્યાએ રાજકોટના ભાજપના ધારાસભ્ય સ્મિત સાથે જીવ ગુમાવનારની મજાક ઉડાવી રહ્યા હોય તેમ સ્પષ્ટ જણાય છે. ધારાસભ્ય શ્રી કોઈના મૃત્યુ પર દુ:ખ સાંત્વના ના આપો તો કંઈ નહીં હસીને તેમની મજાક તો ના ઉડાવશો આ તમને શોભા નથી આપતું..
આપણે ક્યારેય આ મુદ્દાઓ પર ચૂંટણી વખતે વિચાર્યું?
હવે સવાલ થાય કે આટલી હિંમત કેવી રીતે ધારાસભ્યને મળી? હિંમત મળી છે ગુજરાતમાં મળેલી ભારતીય જનતા પાર્ટીની જીતથી..! આપણે આપેલા વોટથી કદાચ.. મતદાન આપતી વખતે આપણે અનેક મુદ્દાઓ વિશે વિચાર્યું પરંતુ આવી દુર્ઘટનાઓ વિશે ક્યારેય વિચાર્યું? વિધાનસભાની ચૂંટણી વખતે અથવા તો લોકસભા ચૂંટણી દરમિયાન આપણે આ મુદ્દો ક્યારેય વિચાર્યો? આ અંગે ક્યારેય આપણે વાત કરી? જેટલા જવાબદાર નેતાઓ છે તેટલા જવાબદાર કદાચ આપણે છીએ કારણ કે મત આપીને આપણે જ તેમને વિજયી બનાવ્યા છે. વાત માત્ર સત્તાધારી પક્ષની નથી કદાચ અન્ય કોઈ પક્ષ પણ કદાચ આવી વિશાળ જીત સહન ના કરી શક્યા હોત...! જનતાને પણ મનોમંથન કરવાની જરૂર છે..!