Rajkot ગેમ ઝોન અગ્નિકાંડ : મૃતકના પરિવારને અપાશે ચાર લાખની સહાય , CM દ્વારા કરાઈ જાહેરાત, કમેન્ટમાં દેખાયો લોકોનો ગુસ્સો!


  • Published By :
  • Published Date : 2024-05-26 11:02:34

રાજકોટમાં જે કરૂણાંતિકા સર્જાઈ તે અત્યંત પીડા દાયક છે.. 28 જેટલા લોકો આગમાં બળીને ખાખ થઈ ગયા.. મજા કરવા માટે આવેલા બાળકો મોતને વ્હાલા થઈ ગયા.. ગુજરાતમાં આવી ઘટના પહેલી વાર નથી બની જેમાં લોકોના મૃત્યુ થયા હોય. ઈતિહાસમાં અનેક ઘટનાઓના સાક્ષી આપણે રહ્યા છીએ..દર વખતે જ્યારે આવી ઘટના થાય છે ત્યારે મંત્રીઓ દ્વારા સંવેદના પ્રગટ કરવામાં આવે છે, સ્થળની મુલાકાત લેવામાં આવે છે.. જ્યારે આવી દુર્ઘટનાઓ સર્જાય છે ત્યારે જીવની કિંમત નક્કી કરવામાં આવે છે સહાયના સ્વરૂપમાં! 

મૃતકોને ચાર લાખ આપવાની કરાઈ જાહેરાત!

આ ઘટના બાદ મુખ્યમંત્રી દ્વારા એક ટ્વિટ કરવામાં આવી જેમાં તેમણે લખ્યું કે રાજકોટમાં આગની દુર્ઘટના હૃદય કંપાવનારી છે. આ ઘટનામાં જીવ ગુમાવનાર વ્યક્તિઓ અને તેમના પરિવારજનો પ્રત્યે આત્મીય સંવેદના વ્યક્ત કરું છું. ઈજાગ્રસ્તો સત્વરે સાજા થાય તેવી ઈશ્વરને પ્રાર્થના કરું છું. રાજ્ય સરકાર મૃતકોના પરિવારજનોને રૂપિયા ૪ લાખ અને ઈજાગ્રસ્તોને રૂપિયા ૫૦ હજારની સહાય કરશે.


આવી ઘટના ફરી ન સર્જાય તે સુનિશ્ચિત કરવું ખૂબ જરૂરી છે. આ ઘટનામાં કોઈપણ પ્રકારની લાપરવાહીને સાંખી લેવામાં આવશે નહીં. આ અંગે સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની રચના કરીને સમગ્ર ઘટનાની તપાસ સોંપવામાં આવી છે.  


કમેન્ટમાં દેખાયો લોકોનો ગુસ્સો!

આ ટ્વિટ પર અનેક લોકોએ પ્રતિક્રિયા આપી જેમાં લોકોનો આક્રોશ દેખાઈ આવતો હતો.. કોઈએ લખ્યું કે દાદા ખરેખર માણસની કિંત 4 લાખ રુપિયા છે? અત્યંત શરમજનક.. તો બીજા કોઈ યુઝરે લખ્યું કે આવી ઘટના ફરી ન સર્જાય તે સુનિશ્ચિત કરવું ખૂબ જરૂરી છે પણ આ સુનિશ્ચિત કોણ કરશે?? તમારા ભ્રષ્ટ અધિકારીઓ કે ભાજપના ભ્રષ્ટ નેતાઓ?? ગુજરાતમાં આટ આટલી ઘટનાઓ બની પણ તમારી સરકારે કંઈ ઘટનામાંથી બોધપાઠ લીધો??  તો કોઈએ લખ્યું ટ્વિટ બંધ કરો ને પગલા લ્યો ફાયર NOC વીના ગેમ ઝોન કેમ ચાલે??? કાંકરિયા, વડોદરા,સુરત,મોરબી અને હવે આ રાજકોટ સાહેબ ફક્ત દુઃખ વર્ણવવા થી શુ થશે? પગલાં હવે તો લ્યો. તો કોઈએ સુરતની ઘટનાને યાદ કરતા લખ્યું કે કોઈ નું મોત થઈ જાય તો 4 લાખ-5 લાખ compensation આપી ને મોત ની મજાક ઉડાડે છે આપણી સિસ્ટમ..

    

પૈસા આપવાથી નથી પાછો આવતો વ્હાલસોયાનો જીવ!

મહત્વનું છે કે ઘટના સર્જાય છે, સહાય માટે રકમની જાહેરાત કરવામાં આવે છે ત્યારે સવાલ થાય કે પૈસા અથવા તો વળતર આપી દેવાથી તે માણસ પાછું આવવાનું છે? એ માતા પિતાને, એ પરિવારને પોતાનું સ્વજન પાછુ મળવાનું છે જે આ દુર્ઘટનામાં મોતને ભેટ્યું છે? જ્યારે મૃતકોના પરિવાર સાથે ટીમ મુલાકાત લેતી હોય છે ત્યારે તેમના પરિવારજનો કહેતા હોય છે કે અમે પૈસા આપીએ તમે અમારા વ્હાલસોયાને પાછા લાવી આપો.. વાત કદાચ સાચી પણ છે કે પૈસાથી એ વ્યક્તિની કિંમત નથી કરાતી.. ગમે તેટલા પૈસા કેમ ના આપવામાં આવે વળતર સ્વરૂપે પરંતુ દુનિયાને અલવિદા કહીને ગયેલો વ્યક્તિ પાછો ક્યારેય નથી આવતો...!   




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.