Rajkot આગકાંડના આરોપી મનસુખ સાગઠિયાની ઓફિસમાંથી મળી આટલા કરોડની કેશ, આટલા તોલા સોનું.. જાણો વિગતવાર


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-07-02 17:37:53

રાજકોટ ટીઆરપી ગેમઝોન આગકાંડની ઘટના બની પછી પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠિયા બહુ જ ચર્ચામાં છે.. હવે તેની કાળી કમાણીની કરતુતોનો પર્દાફાશ થઈ રહ્યો છે... સાગઠિયાને સાથે રાખીને આજે તેની ઓફિસમાં સર્ચ કરવામાં આવ્યું.. સીલ મારેલી ઓફિસ ખોલીને સર્ચ કર્યું તો કરોડોની સંપતિ મળી... ભ્રષ્ટાચારી સાગઠિયાની કાળી કમાણીનો પર્દાફાશ થયો... પાંચ કરોડ રોકડા અને 15 કિલો સોનુ મળી આવ્યું છે... ગઈકાલ રાતથી તપાસ ચાલી રહી હતી.. 

પાંચ કરોડની રોકડ રકમ અને... 

રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડમાં  આરોપી અને પૂર્વ TPO અધિકારી મનસુખ સાગઠિયાની તપાસમાં એક પછી એક મોટા ખુલાસા થઈ રહ્યા છે. ભ્રષ્ટ અધિકારીની કાળી કમાણીનો વધુ એક પટારો છતો થયો છે..... 150 ફુટ રિંગ રોડ પર ટ્વિન ટાવરમાં આવેલી ઓફિસમાં સર્ચ કરતા તમે કલ્પના નહીં કરી હોય એટલી કાળી કમાણી મળી આવી છે. આ ભ્રષ્ટ અધિકારી પાસેથી......  5 કરોડની રોકડ રકમ તેમજ 15 કરોડથી વધુનું 20 કિલો સોનુ અને 2 કિલો ચાંદી મળી આવ્યું છે. 



એસીબીએ વધુ તપાસ હાથ ધરી છે..!

રાજકોટ એસીબી પોલીસમાં સાગઠિયા વિરુદ્ધ અપ્રમાણસર મિલકત અંગે ફરિયાદ નોંધાઈ છે. જેમાં તેની પાસે કાયદેસરની આવકના પ્રમાણમાં રૂ.10,55,37,355ની વધુ સંપત્તિ વસાવેલી હોવાનું જાણવા મળ્યું છે.. જે તેની આવકના પ્રમાણમાં 410.37% થી વધુ અપ્રમાણસર મિલકતો છે..... ત્યારે વધુ રોકડ રકમ અને સોનું મળી આવતા એસીબીએ વધુ તપાસ હાથ ધરી છે. ગઈકાલ રાતથી રાજકોટ એસીબી ટીમ દ્વારા રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર આવેલ ટ્વીન સ્ટાર ઓફિસમાં સીલ ખોલી સર્ચ કરવામાં આવતા 5 કરોડની રોકડ રકમ તેમજ કરોડોની કિંમતનું સોનું મળી આવ્યું છે. 


જે વિગતો સામે આવી તે પ્રમાણે

એસીબી દ્વારા ઓફિસ ખાતેથી 3 જેટલાં બોક્સમાં રૂપિયા, સોનું, એક મોટી તિજોરી, સોનાના દાગીના, પ્રિન્ટર સહિત અનેક દસ્તાવેજો કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. ત્યારે સાગઠિયાની તપાસમાં શું નવા ખુલાસા થશે તે જોવું મહત્ત્વનું રહેશે. રાજકોટ શહેરના 150 ફૂટ રિંગ રોડ પર નાનામવા સર્કલ નજીક ટ્વીન સ્ટાર ટાવરના નોર્થ બ્લોકમાં ટીપીઓ મનસુખ સાગઠિયા ઓફિસ ધરાવે છે. ઓફિસ અંગે થયેલા દસ્તાવેજમાં દર્શાવેલી વિગતો મુજબ ટ્વીન સ્ટાર ટાવરમાં 901 નંબરની ઓફિસના દસ્તાવેજ 4 ડિસેમ્બર 2020ના થયા હતા. જેમાં ખરીદનાર તરીકે ટીપીઓ મનસુખ સાગઠિયાના ભાઈ દિલીપ સાગઠિયા હતા. 



બે મહિના બાદ... 

ઓફિસનો દસ્તાવેજ દિલીપ સાગઠિયાના નામે થયો હતો અને ઓફિસની ખરીદ કિંમત દસ્તાવેજમાં રૂ. 51,47,500 દર્શાવવામાં આવી છે. પ્લસ સ્ટેમ્પ ડ્યૂટી 2,52,300 અને રજિસ્ટ્રેશન ફી રૂ.52300 મળી કુલ રૂ.54,57,880 ચૂકવવામાં આવ્યા છે. આ પછી બે મહિના બાદ તે ઓફિસની પાવર ઓફ એટર્ની તત્કાલીન ટીપીઓ મનસુખ સાગઠિયાના નામે થઈ હતી. આમ તે ઓફિસનો કબજો અને તેનો વહીવટ ટીપીઓ સાગઠિયાએ સંભાળી લીધો હતો.


જો વેરો પંદર દિવસની અંદર નહીં ભરવામાં આવે તો... 

મનસુખ સાગઠિયાની ટ્વીન સ્ટાર બિલ્ડિંગમાં આવેલ ઓફિસ નંબર 901ના દરવાજા પર મહાનગરપાલિકાએ નોટિસ લગાવી છે. તેમાં સ્પષ્ટપણે લખવામાં આવ્યું છે કે, તા.16.11.2023 સુધીમાં રૂ.67, 333નો વેરો બાકી છે. જો આ વેરો પાંચ દિવસમાં ભરવામાં નહીં આવે તો આ ઓફિસની હરાજી કરીને વેચી નાખવામાં આવશે. મનપાએ નોટિસ ચિપકાવી તેના 15 દિવસ બાદ 30 નવેમ્બરે સીલ લગાવી દીધું. જો કે, આ સીલ કોઈએ તોડી પણ નાંખ્યું હતું. આજે 6 માસથી વધુનો સમય થઈ ગયો છે, પરંતુ ઓફિસ વેચવાની વાત તો દૂર સીલ તોડનાર સામે પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. રાજકોટ પોલીસે ફરી આ ઓફિસને સીલ કરી હતી અને કોઈએ આ સીલ ખોલવું નહીં તેવી સૂચના લખી હતી.


નાણાકીય સલાહકાર દ્વારા વિશ્લેષણ કરવામાં આવ્યું... 

રાજકોટ મહાનગરપાલિકાના તત્કાલીન ટાઉન પ્લાનિંગ ઓફિસર મનસુખ ધનાભાઈ સાગઠિયા વિરુદ્ધ લાંચ રુશ્વત વિરોધી બ્યુરો દ્વારા અપ્રમાણસર મિલકતની તા.01.04.2012થી તા.31.05.2024 ના સમયગાળાના ચેક પિરિયડ દરમિયાન તેઓ દ્વારા વસાવવામાં આવેલ મિલકતોની તપાસ હાથ ધરવામાં આવેલ. તપાસ દરમિયાન મેળવવામાં આવેલ દસ્તાવેજી પુરાવાઓ તથા બેંક ખાતાઓની વિગતો અને વિવિધ સરકારી કચેરીઓમાંથી મેળવેલ દસ્તાવેજી માહિતી તથા તેમના નાણાંકીય વ્યવહારોની માહિતી એકત્રિત કરવામાં આવી છે. તપાસના અંતે મળેલ તમામ વિગતોનું એસીબીના નાણાકીય સલાહકાર દ્વારા વિશ્લેષણ કરવામાં આવ્યું છે.


તપાસ દરમિયાન ફલિત થયું કે... 

જેમાં સાગઠિયાએ પોતાની કાયદેસરની ફરજ દરમિયાન પોતાના જાહેર સેવક તરીકેના હોદ્દાનો દુરુપયોગ કરી, ઈરાદાપૂર્વક ગેરકાયદેસર રીતે પોતે ધનવાન થવા માટે, વિવિધ ભ્રષ્ટ રીત રસમો અપનાવી, ભ્રષ્ટાચારથી નાણાં મેળવી, તે નાણાંનો ઉપયોગ કરી પોતાના તથા આશ્રિતોના નામે મિલકતમાં રોકાણ કરેલાનું પ્રાથમિક દૃષ્ટિએ ફલિત થયેલ હતું. કાયદેસરની આવક રૂ.2,57,17,359ના પ્રમાણમાં પોતાના તથા પોતાનાં પરિવારજનોનાં નામે કુલ રોકાણ અને ખર્ચ રૂ.13,23,33,323 કરેલો હોવાનું તપાસ દરમિયાન ફલિત થયું... એટલે કે આવકના પ્રમાણમાં રૂ.10,55,37,355ની વધુ સંપત્તિ વસાવેલાનું જણાઇ આવેલ છે જે તેઓની આવકના પ્રમાણમાં 410.37%થી વધુ અપ્રમાણસર મિલકતો છે.


શક્તિંસિંહ ગોહિલે આ મામલે આપી પ્રતિક્રિયા

વિપક્ષના નેતા શક્તિસિંહ ગોહિલે રાજકોટ અગ્નિકાંડ મામલે સરકાર પર સવાલો કર્યા છે કે, જાણે કે સાગઠીયાને પૂરી લીધો એટલે બધું જ પૂરું થઈ ગયું. સાગઠીયાના બોસની કેમ ધરપકડ કરવામાં નથી આવતા. સાગઠીયાના બોસ સુધી કેમ પહોંચવામાં નથી આવતું. જ્યાં કલેકટર, કમિશ્નર, મેયર, ધારાસભ્ય જાય ત્યાં પીઆઈ પીએસઆઇ બંધ કરાવી શકે ખરા. સરકારની સંવેદના મરી પરવારી છે. પીડિત પરિવારજનોની મુલાકાત લીધી હતી. જીવ ગુમાવનારા લોકો મધ્યમવર્ગીય છે. સરકાર ઉદ્યોગપતિઓના 16 લાખ કરોડ માફ કરી શકતી હોય તો મૃતકોના પરિવારને 4 લાખની સહાય ઓછી કહેવાય... 



ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...

મણિપુરમાં આટલા સમય બાદ પણ શાંતિ નથી સ્થપાઈ..... અનેક લોકોના મોત આ હિંસામાં થઈ ગયા છે.. શનિવારે ફરી ત્યાં હિંસા ફાટી નીકળી હતી જેમાં પણ લોકો મોતને ભેટ્યા છે.... મણિપુરને લઈ સરકાર પર નિશાન સાધવામાં આવી રહ્યું છે...