Rajkot Fire Accident : જેમણે પોતાનો કાળજાનો કટકો ગુમાવ્યો હોય તે પરિવાર પર શું વિતતી હશે! પીડિત પરિવારનો આ વિલાપ તમને રડાવી દેશે.. જુઓ વીડિયો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-06-17 15:18:56

જેની પર વિતતું હોય છે તેને જ ખબર પડે છે.. આવી વાતો તમે સાંભળી હશે.. વાત સાચી પણ છે.. જેમણે ભોગવ્યું છે તે જ તેની પીડા સમજી શકે છે.. રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં જે દુર્ઘટના સર્જાઈ તેમાં અનેક લોકોના મોત થઈ ગયા.. એક જ ઘટનામાં પરિવારો વિખેરાઈ ગયા, પરિવારે પોતાના સ્વજનને ગુમાવ્યા.. આ ઘટનાને અનેક દિવસો વીતિ ગયા, સમય જતા આ ઘટનાની વાતો ઓછી થઈ ગઈ, આપણે આપણા જીવનમાં વ્યસ્ત થઈ ગયા પરંતુ તે પરિવારો ત્યાં ના ત્યાં જ છે જેમણે આ દુર્ઘટનામાં પોતાના સ્વજનોને ગુમાવ્યા છે. 

મૃતકોના પરિવારજનોનો વિલાપ 

એ પરિવાર હજી સુધી આ દુ:ખમાંથી બહાર નથી આવી શક્યો. દેવાંશી જોષીએ પીડિત પરિવારની મુલાકાત કરી હતી.. દેવાંશી જોષીએ બે પીડિત પરિવારની મુલાકાત લીધી હતી. પરિવાર અલગ હતા પરંતુ તેમની પીડા એક સરખી જ હતી. પરિવાર પ્રશ્ન કરી રહ્યા હતા કે શું તેમને ન્યાય મળશે? એક પરિવારે પોતાનો એકનો એક દીકરો ગુમાવ્યો.. જ્યારે મૃતકની માતા સાથે વાત કરી ત્યારે તેમની પીડા તેમની આંખોથી છલકાઈ આવતી હતી. તેમણે કહ્યું કે તેમનો આધાર છીનવાઈ ગયો, તેમનો વંશ અટકી ગયો.. 

પીડિત પરિવારના સભ્યોએ શું કહ્યું?

પીડિત પરિવારની એક જ માગ હતી કે તેમને ન્યાય મળવો જોઈએ.. તેમનું કહેવું હતું કે સહાયના રૂપે પૈસા આપવાથી તેમના સંતાનો પાછા નહીં આવે.. ન્યાયની અપેક્ષા પરિવાર રાખી રહ્યો છે... નાની નાની માછલીઓને પકડી કાર્યવાહી થઈ રહી છે તેવું બતાવવામાં આવી રહ્યું છે પરંતુ મોટા મગરમચ્છ વિરૂદ્ધ કાર્યવાહી નથી કરવામાં આવતી તેવું તેમનું કહેવું હતું.. એક પણ ભાજપના નેતા પીડિત પરિવારને મળવા માટે નથી આવ્યા તેવું તેમનું કહેવું હતું.. જો કોઈ નેતા આવતા હતા તો ડોક્ટરને મળીને જતા રહેતા. 

પીડા બીજાની છે એટલે આપણે મૌન રહીએ છીએ.. 

જ્યારે બીજાને પીડા થાય છે ત્યારે આપણે નથી બોલતા એમ માનીને કે આપણને તેનાથી શું ફરક પડે છે. આપણું છોકરૂં થોડી મર્યું છે, વગેરે વગેરે.. આપણે આ વિશે બોલતા નથી.  પરંતુ આમાં આપણે એ વાત ભૂલી જઈએ છીએ કે આજે તેમનું સંતાન છે તો કાલે આપણા સંતાનની સાથે પણ આવી દુર્ઘટનાઓ બની શકે છે.. આપણું સંતાન પણ આવી દુર્ઘટનાનો શિકાર બની શકે છે.. 

આપણે જો આજે નહીં બોલીએ એમ માનીને કે... 

આપણને તો એવું જ લાગે છે કે દુર્ઘટના આપણા પરિવારની સાથે નથી થવાની એટલે આપણે નથી બોલતા. પરંતુ આપણું મૌન આડકતરી રીતે આવી દુર્ઘટનાઓને આમંત્રણ આપતું હોય છે..! આશા રાખીએ કે જ્યારે પણ આવી કોઈ દુર્ઘટના થાય ત્યારે આપણે બોલવાનું બંધ ના કરીએ, ખોટા સામે અવાજ ઉઠાવીએ... આ પરિવારે તો પોતાના સ્વજનને ગુમાવી દીધા છે, તે પાછા પણ નથી આવવાના પરંતુ ખોટા વિરૂદ્ધ આપણે ઉઠાવેલો અવાજ કોઈ બીજાની જીંદગીને ખતમ કરતા અટકાવી શકશે..    



ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...

મણિપુરમાં આટલા સમય બાદ પણ શાંતિ નથી સ્થપાઈ..... અનેક લોકોના મોત આ હિંસામાં થઈ ગયા છે.. શનિવારે ફરી ત્યાં હિંસા ફાટી નીકળી હતી જેમાં પણ લોકો મોતને ભેટ્યા છે.... મણિપુરને લઈ સરકાર પર નિશાન સાધવામાં આવી રહ્યું છે...