રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં 28 જિંદગીઓ હોમાઈ ગઈ.. પીડિત પરિવારને ન્યાય અપાવા માટે કોંગ્રેસ મેદાને આવ્યું છે. પહેલા રાજકોટમાં ધરણા કર્યા, ઉપવાસ કર્યો, રાજકોટ પોલીસ કમિશનર ઓફિસનો ઘેરાવો કર્યો અને 25 તારીખે રાજકોટ બંધનું એલાન કરવામાં આવ્યું છે.. કોંગ્રેસ દ્વારા આહ્વાહન કરવામાં આવી રહ્યું છે કે લોકો બંધના એલાનમાં જોડાય. લોકોને અપીલ કરતા ઘણી વખત જીગ્નેશ મેવાણી દેખાયા છે.
એસઆઈટીની કાર્યવાહી પર પણ અનેક સવાલો!
આપણે ત્યાં અનેક દુર્ઘટનાઓ થઈ.. અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો. અનેક પરિવારોએ પોતાના લાડકવાયા ગુમાવ્યા છે.. અનેક પરિવારો એવા હતા જ્યાં એક સાથે એક નહીં પરંતુ અનેક અર્થીઓ ઉઠી હોય.. રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં થયેલી દુર્ઘટનામાં 28 લોકો આગમાં હોમાઈ ગયા. દુર્ઘટનાને એક મહિનો થવા આવ્યો છે પરંતુ પીડિત પરિવારની આંખોમાંથી નિકળતા આંસુ હજી સુધી સૂકાયા નથી. પીડિત પરિવાર ન્યાયની માગણી કરી રહ્યો છે. એસઆઈટી દ્વારા આ મામલે તપાસ કરવામાં આવી રહી છે પરંતુ SITની કામગીરી પર તેમને ભરોસો નથી તેવી વાત પીડિત પરિવાર દ્વારા કરવામાં આવી.
પીડિત પરિવારનું માનવું છે કે...
હાઈકોર્ટ દ્વારા પણ આ મામલે સરકારની ઝાટકણી કાઢવામાં આવી છે. સરકારને અનેક સવાલો હાઈકોર્ટે કર્યા છે. આવી દુર્ઘટનાઓ નહીં ચલાઈ લેવામાં આવે તેવી વાત જાણે હાઈકોર્ટ દ્વારા કરવામાં આવી રહી હોય તેવું લાગે છે. જ્યારે જ્યારે દુર્ઘટના સર્જાય છે ત્યારે ત્યારે તેની તપાસ કરવા માટે એસઆઈટીની રચના કરવામાં આવે છે. આ વખતે પીડિત પરિવારને એસઆઈટીની તપાસ પર વિશ્વાસ ના હોય તેવું લાગી રહ્યું છે.. પીડિતો ન્યાયની આશા રાખી બેઠા છે અને આ બધા વચ્ચે રાજકોટ અગ્નિકાંડને લઈ કોંગ્રેસ મેદાને આવ્યું છે.
25 તારીખે કોંગ્રેસે આપ્યું છે રાજકોટ બંધનું એલાન
થોડા દિવસો પહેલા કોંગ્રેસ દ્વારા ધરણા તેમજ ઉપવાસ કરવામાં આવ્યા હતા. તે બાદ રાજકોટ પોલીસ કમિશનર ઓફિસનો ઘેરાવો કરવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો, પીડિત પરિવારના સભ્યો તેમજ કોંગ્રેસના અનેક નેતાઓ હાજર હતા. પીડિત પરિવાર માટે કોંગ્રેસ મેદાને આવ્યું છે. ગઈકાલે એસઆઈટી દ્વારા રિપોર્ટ સરકારને રજૂ કરવામાં આવ્યો છે. ત્યારે જોવું રહ્યું કે મામલે આગળ શું કાર્યવાહી થાય છે, શું પગલા લેવામાં આવે છે?