ગઈકાલે રાજકોટમાં સર્જાયેલી દુર્ઘટનામાં એક સૌથી મોટી અપડેટ સામે આવી છે.. ગેમ ઝોનમાંથી દારુની બોટલો મળી આવી છે.. ગેમઝોનની બિલ્ડીંગમાંથી, ગેમઝોનના સંચાલકની ઓફિસમાંથી દારૂની બોટલો તેમજ સિગરેટના ખાલી પેકેટો મળી આવ્યા છે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ત્યાં દારૂપાર્ટી ચાલતી હોવાની શક્યતાઓ છે.. આ મામલે 6 લોકો વિરૂદ્ધ એફઆઈઆર કરવામાં આવી છે..
શું ગેમ ઝોનમાં ચાલી રહી હતી પાર્ટી?
રાજકોટના ટીઆરપી મોલમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ જેમાં 28 જેટલા લોકોના મોત થઈ ગયા છે.. આ ઘટના બાદ ગેમ ઝોનના બાંધકામને લઈ અનેક સવાલો થયા છે.. આ દુર્ઘટના કેવી રીતે સર્જાઈ તે પાછળનું વાસ્તવિક કારણ સામે નથી આવ્યું, પરંતુ અનેક કારણો જવાબદાર હોઈ શકે છે આ દુર્ઘટના પાછળ.. આ મામલે તપાસ કરવા માટે સરકાર દ્વારા એસઆઈટીની રચના કરવામાં આવી છે. પરંતુ આ મામલે એક મોટી અપડેટ સામે આવી છે કે ગેમ ઝોનમાંથી પરમિટ વાળી બિયરની ખાલી બોટલો મળી આવી છે.. તે ઉપરાંત સિગારેટના ખાલી પેકેટો મળી આવ્યા છે.. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ત્યાં પાર્ટી પણ ચાલી રહી હોવાની શક્યતાઓ છે.. આ મામલે જ્યારે પોલીસને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે આ મામલે બોલવાનું ટાળ્યું હતું.. એવી માહિતી સામે આવી છે કે પોલીસે આ બિયરની બોટલને કબજે લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે..