Rajkot Fire Accident : પીડિત પરિવારને ન્યાય અપાવા માટે કોંગ્રેસ મેદાને, આવતી કાલે Congressએ આપ્યું છે રાજકોટ બંધનું એલાન...


  • Published By :
  • Published Date : 2024-06-24 12:53:27

ગુજરાતમાં અનેક એવી ઘટનાઓ બની છે જેમાં ન્યાય માટે આજે પણ પીડિત પરિવાર ઝંખે છે. વર્ષો વીતિ ગયા પરંતુ પીડિત પરિવારને ન્યાય નથી મળ્યો.. રાજકોટ ગેમઝોનમાં બનેલી દુર્ઘટનામાં 28 લોકોના મોત થઈ ગયા છે. અનેક પરિવારો એવા છે જેમણે પોતાના એકના એક સંતાનને ગુમાવ્યા છે. પીડિત પરિવાર ન્યાય માટે ઝંખી રહ્યા છે. પીડિત પરિવારને ન્યાય મળે તે માટે કોંગ્રેસ મેદાને આવી છે. સરકાર પર દબાણ બનાવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.  આવતી કાલે રાજકોટ બંધનું એલાન કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યું છે

વિપક્ષ દ્વારા ઉઠાવવામાં આવી રહ્યો છે અગ્નિકાંડનો મુદ્દો

એક સમય એવો હતો જ્યારે ગુજરાતમાં વિપક્ષ માટે એવું કહેવાતું કે વિપક્ષ મરી પરવારી છે. મુદ્દાઓને ઉઠાવવામાં વિપક્ષ નિષ્ફળ રહ્યું છે તેવી વાત રાજકીય નિષ્ણાતો દ્વારા કરવામાં આવતી. પરંતુ ગુજરાતમાં ફરી એક વખત વિપક્ષ છે તેનું ઉદાહરણ જોવા મળ્યું છે. રાજકોટમાં થયેલા અગ્નિકાંડને લઈ પીડિત પરિવારને ન્યાય અપાવા માટે કોંગ્રેસ મેદાને આવ્યું છે. આવતી કાલે કોંગ્રેસ દ્વારા રાજકોટ બંધનું એલાન કરવામાં આવ્યું છે. જીગ્નેશ મેવાણી દ્વારા લોકોને અપીલ કરવામાં આવી રહી છે કે રાજકોટના લોકો આ બંધના એલાનમાં જોડાય.

આવતી કાલે કોંગ્રેસે આપ્યું છે રાજકોટ બંધનું એલાન

રાજકોટમાં બનેલી દુર્ઘટનાને લઈ કોંગ્રેસ આક્રામક દેખાઈ રહી છે. કોંગ્રેસ દ્વારા જોરશોરથી આ મુદ્દો ઉઠાવવામાં આવી રહ્યો છે અને સરકાર પર પ્રેશર કરવામાં આવી રહ્યું છે કાર્યવાહી કરવાનું.. સરકાર દ્વારા આ મામલે કાર્યવાહી કરવામાં આવી રહી છે. ગુજરાત હાઈકોર્ટ દ્વારા પણ આ મામલે કડક વલણ અપનાવવામાં આવ્યું છે... થોડા દિવસ પહેલા કોંગ્રેસના નેતાઓ દ્વારા ધરણા કરવામાં આવ્યા હતા, તે બાદ રાજકોટ પોલીસ કમિશનર ઓફિસનો ઘેરવો કરવાનો પ્રયાસ કરાયો જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના નેતાઓ, કાર્યકર્તાઓ તેમજ પીડિત પરિવારના સભ્યો જોડાયા હતા..

રાહુલ ગાંધીએ કરી હતી પીડિત પરિવાર સાથે વાત 

આવતી કાલે કોંગ્રેસ દ્વારા રાજકોટ બંધનું એલાન આપવામાં આવ્યું છે. જીગ્નેશ મેવાણી લોકોને આ રાજકોટ બંધમાં જોડાવા માટે અપીલ કરતા અનેક વખત દેખાયા છે. થોડા દિવસ પહેલા રાહુલ ગાંધીએ પણ પીડિત પરિવાર સાથે વાતચીત કરી હતી. તેમણે કહ્યું હતું કે સંસદમાં આ મુદ્દાને ઉઠાવવામાં આવશે. તો બીજી તરફ નીતિન પટેલની પ્રતિક્રિયા પણ સામે આવી હતી. 



નાની માછલીઓ સામે કરાય છે કાર્યવાહી પરંતુ.. 

મહત્વનું છે કે અનેક ઉદાહરણો આપણી સામે છે જેમાં નાની માછલીઓ સામે કાર્યવાહી કરવામાં આવે છે પરંતુ મોટી માછલીઓ સામે કાર્યવાહી નથી કરવામાં આવતી. ખોટું કરતા લોકો, અધિકારીઓ, મંત્રીઓ ભૂલી જતા હોય છે કે બધા દિવસો સારા અને સરખા નથી હોતા...! ત્યારે આ કેસમાં પીડિત પરિવારને ન્યાય મળે છે કે નહીં તે જોવું રહ્યું..   



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે