રાજકોટમાં બનેલી દુર્ઘટનામાં 28 જિંદગીઓ બળીને ખાખ થઈ ગઈ... મૃતકોની હાલત એવી છે કે મૃતદેહ કોના છે તે જાણવા માટે ડીએનએ કરવામાં આવશે. આ ઘટનાને લઈ લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે... આગ એટલી વિકરાળ હતી કે પાંચ કિલોમીટર સુધી આગના ધુમાડાઓ દેખાતા હતા.. આ ગોઝારી દુર્ઘટનાને પગલે રાજ્યમાં શોકની લાગણી વહી ઉઠી છે.. જે જગ્યા પર બાળકોની ચિચિયારી ગુંજી ઉઠી હતી તે સ્થળની મુલાકાત ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લીધી અને તેમની સાથે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી પણ છે..
હર્ષ સંઘવીએ ઘટનાને લઈ કહી આ વાત
આ ઘટનાને પગલે હર્ષ સંઘવીએ પ્રતિક્રિયા આપી છે જેમાં તેમણે કહ્યું કે રાજકોટમાં એક ખૂબ જ દુઃખદ ઘટના બની, પરિવારના ઘણા સભ્યોએ તેમના પ્રિયજનોને ગુમાવ્યા અને આ ઘટનામાં ઘણા બાળકોના પણ મોત થયા છે... SITને સવારે 3 વાગ્યા સુધીમાં તપાસ શરૂ કરવા સૂચના આપવામાં આવી છે... તે વિભાગના તમામ અધિકારીઓ કે જેના હેઠળ ગેમ ઝોન બાંધકામ જૂઠ્ઠાણાંની જવાબદારી, આજે સવારે 3 વાગ્યા સુધીમાં કલેક્ટર કચેરી ખાતે હાજર રહેવા સૂચના આપવામાં આવી છે. તમામ પ્રકારની તપાસ આજથી જ શરૂ થશે અને ટૂંક સમયમાં ન્યાય અપાવવા માટે કાર્યવાહી કરવામાં આવશે..." કાર્યવાહી કરવાની વાતો કરવામાં આવે છે પંરતુ શું કડકમાં કડક કાર્યવાહી થાય છે ખરી? જો સાચે થતી હોત તો આવી દુર્ઘટનાઓ ના બનતી..
ભૂપેન્દ્ર પટેલે લીધી સ્થળ મુલાકાત
મુખ્યમંત્રી પણ સ્થળ મુલાકાત લેવા પહોંચી ગયા છે.. જે હોસ્પિટલમાં ઘાયલોની સારવાર ચાલી રહી છે ત્યાંની મુલાકાત સીએમ દ્વારા લેવામાં આવી છે.. મહત્વનું છે કે આ મામલે એસઆઈટીની રચના કરવામાં આવી છે. તપાસ કરાશે, તપાસ બાદ કડક કાર્યવાહી કરવામાં આવશે કે કેમ તેની ખબર નથી.. તપાસના આદેશ તો દરેક દુર્ઘટનાઓ બાદ આપવામાં આવે છે પરંતુ કમનસીબી એ છે કે આપણે દુર્ઘટનાઓમાંથી કંઈ શીખતા નથી..
કાશ મુખ્યમંત્રીને બાળકોનો આક્રંદ સંભળાય!
આશા રાખીએ કે મુખ્યમંત્રીને કદાચ એ મૃતક બાળકોના દુ:ખનો અહેસાસ થાય, એ પીડા કદાચ એ સમજી શકે જ્યારે મોતની ચિચિયારીઓ ગુંજી ઉઠી હશે.. કદાચ મૃતક બાળકો પણ ઉપરથી કહેતા હશે કે અમે તો આવી દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા બીજા બાળકોના મોત આવી દુર્ઘટનાઓમાં ના થાય તેનું ધ્યાન રાખજો ભૂપેન્દ્ર દાદા...!