રાજકોટમાં સિટી બસ ડ્રાઈવરે મહિલાને એડફેટે લેતા લોકોમાં આક્રોશ, રોષે ભરાયેલા લોકોએ બસમાં કરી તોડફોડ


  • Published By :
  • Published Date : 2023-09-26 21:40:22

રાજ્યના અમદાવાદ અને રાજકોટ જેવા શહેરોમાં શહેરીજનોની સુવિધા માટે ખાસ સીટી બસ સેવા છે. જો કે ઘણી વખત એવું બને છે કે આ સીટી બસના ડ્રાઈવરો લોકો માટે સુવિધા કરતા અસુવિધા વધારનારા બની રહે છે. અમદાવાદ હોય કે રાજકોટ એક બાબત તો જગજાહેર છે કે સીટી બસના ડ્રાઈવરો બેફામ બનીને ડ્રાઈવિંગ કરીને લોકોના જીવ જોખમમાં મુકતા હોય છે. રાજકોટમાં સિટી બસે મહિલા એક્ટિવા ચાલકને અડફેટે લેતા મામલો વણસ્યો હતો. આ ઘટના બાદ વિફરેલા લોકોએ સીટી બસમાં તોડફોડ કરી હતી.


સિટી બસ ડ્રાઈવર સામે લોકોમાં ભારે રોષ 


રાજકોટના આનંદ બંગલા ચોક અને ગોંડલ રોડ પુલ નજીક બેફામ રીતે સિટી બસ હંકારી રહેલા બસચાલકે એક્ટિવા લઇને રસ્તા પરથી પસાર થઇ રહેલી મહિલાને અડફેટે લીધી હતી. જેના પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા. જોતજોતામાં એકઠા થયેલા ટોળાએ બસમાં તોડફોડ કરી હતી અને બસના કાચ તોડી નાંખ્યા હતા. અકસ્માતને નજરે જોનારા લોકોનું પણ કહેવું હતું કે, ભૂલ બસચાલકની હતી. તે બેફામ રીતે બસ હંકારી રહ્યો હતો. જ્યારે મહિલાના પરિવારજનોમાં પણ આ ઘટનાને લઇને ભારે રોષ જોવા મળી રહ્યો છે.


મહિલાને સારવાર માટે ખસેડાયા


રાજકોટમાં સીટી બસ ડ્રાઈવરે મહિલાને અડફેટે લીધા બાદ એકઠા થયેલા લોકો દ્વારા ઈજાગ્રસ્ત મહિલાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જો કે અકસ્માતની ઘટનાને પગલે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. કેમ કે, અવારનવાર શહેરમાં રસ્તા પરથી પસાર થતાં સામાન્ય લોકો તેનો શિકાર બને છે. ત્યારે લોકોમાં બેફામ ડ્રાઇવિંગ કરનારાઓ સામે કાર્યવાહી કરવાની માગ પણ ઉઠી રહી છે.



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...