રાજકોટમાં બીજેપીના ધારાસભ્ય રમેશ ટીલાળાને આવ્યો હળવો હાર્ટ એટેક, તબિયત સુધારા પર


  • Published By :
  • Published Date : 2023-11-30 17:15:28

રાજ્યમાં હાર્ટ એટેકથી મોતની સંખ્યામાં તીવ્ર વધારો થી રહ્યો છે. લગભગ દરરોજ હાર્ટ એટેકથી લોકો મોતને ભેટી રહ્યા છે. તેમાં પણ સૌરાષ્ટ્રમાંથી હાર્ટ એટેકથી મોત વધુ નોંધાઈ રહ્યા છે. સૌરાષ્ટ્રના રાજકોટ, જામનગર, ભાવનગર, અમરેલીમાં હ્રદય રોગના હુમલાથી મોતએ ચિંતા વધારી છે. વૃધ્ધો અને આધેડ ઉંમર ના લોકો તો ઠીક પણ યુવાનો અને કિશોરો પણ હાર્ટ એટેકનો શિકાર બની રહ્યા છે. ભાજપના ધારાસભ્ય રમેશ ટીલાળાને પણ હળવો હાર્ટ એટેક આવતા સનસનાટી મચી ગઈ હતી. 


રમેશ ટીલાળાની તબિયત લથળી


રાજકોટ દક્ષિણથી સીટથી ભાજપના ધારાસભ્ય રમેશ ટીલાળા ગઈ કાલે રાત્રે ખોડલધામના ટ્રસ્ટી પરેશભાઈ ગજેરાને ત્યાં લગ્ન પ્રસંગમાં હાજરી આપવા માટે ગયા હતા. તે સમયે તેમની તબિયત અચાનક જ લથળી ગઈ હતી. બાદમાં તેમને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. હોસ્પિટલના તબીબોએ ચેકઅપ કરતા તેમને હળવો હાર્ટ એટેક આવ્યો હોવાનું સામે આવ્યું હતું. રમેશ ટીલાળાને હળવો હાર્ટ એટેક આવ્યો હોવાનું તબીબી નિદાનમાં સામે આવતા તેમને મુંબઈ લીલાવતી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા છે. હાલ ધારાસભ્ય ટીલાળાની તબિયત સારી હોવાનું જાણવા મળ્યું છે. જો કે તેમને જરૂરી ચેકઅપ કરવામાં આવી રહ્યું છે.  


ધોરણ 7 પાસ ટીલાળા પાસે 170 કરોડથી વધુની સંપતિ 


રમેશ ટીલાળા રાજકોટના અગ્રણી ઉદ્યોગપતિ છે. રાજકોટ દક્ષિણ બેઠકના ધારાસભ્ય  રમેશ ટીલાળાનો સમાવેશ ભાજપના સૌથી અમીર નેતાઓમાં થાય છે. રમેશ ટીલાળાએ  પોતાના સોગંદનામામાં સ્થાવર અને જંગમ મિલકત મળીને 170 કરોડથી વધુની સંપતિ દર્શાવી હતી. રમેશ ટીલાળાએ પોતાનો અભ્યાસ 7 પાસ દર્શાવ્યો હતો.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?