અકસ્માત અને નબીરા આ શબ્દ જાણે એકબીજાનો પર્યાય બની ગયો હોય તેવું લાગે છે. અકસ્માતની અનેક ઘટનાઓમાં નબીરાઓ દ્વારા બેફામ રીતે ચલાવવામાં આવતા વાહનો જવાબદાર હોય છે. થોડા સમય પહેલા અમદાવાદમાં એક નબીરાએ અકસ્માત સર્જાયો હતો જેમાં 9 લોકોના જીવ જતા રહ્યા હતા. ત્યારે વધુ એક અકસ્માત રાજકોટમાં બન્યો છે. બેફામ બનેલા નબીરાએ સહકાર મેઈન રોડ પરના ત્રિશુળ ચોક પાસે અકસ્માતની હારમાળા સર્જી હતી. વૃદ્ધ,રાહદારી યુવાન અને બે વિદ્યાર્થિનીઓને નબીરાએ એડફેટે લીધા છે. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે અને જે વીડિયો સામે આવ્યો છે તે એકદમ ભયંકર છે.
ફરી એક નબીરાએ લોકોને લીધા અડફેટમાં!
રસ્તાને અનેક નબીરાઓ પોતાના બાપનો બગીચો સમજતા હોય છે. રસ્તા પર એવી રીતે બેફામ બની વાહન ચલાવતા હોય છે જેને કારણે અનેક વખત અકસ્માત સર્જાય છે અને વ્યક્તિનું મોત થતું હોય છે. થોડા સમય પહેલા અમદાવાદમાં એક અકસ્માત સર્જાયો હતો જેમાં 9 લોકોને નબીરાએ કચડી નાખ્યા હતા તે બાદ ફરી એક નબીરાએ અકસ્માત સર્જ્યો હતો. ત્યારે રાજકોટમાં ફરી એક વખત અકસ્માત સર્જાયો છે જેમાં નબીરાએ એક નહીં પરંતુ અનેક લોકોને પોતાની અડફેટે લીધા છે. એવી માહિતી સામે આવી છે કે આધેડનું મોત થઈ ગયું છે.
ઘટનાની જાણ થતાં પોલીસે શરૂ કર્યો તપાસનો ધમધમાટ!
મળતી માહિતી અનુસાર વૃદ્ધ,રાહદારી યુવાન અને બે વિદ્યાર્થિનીઓને નબીરાએ એડફેટે લીધા છે. ઈજાગ્રસ્ત થયેલા લોકોને સારવાર અર્થે હોસ્પિટલ મોકલવામાં આવ્યા છે. સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. અકસ્માત સર્જી કાર ચાલક ફરાર થઈ ગયો છે. ઘટનાની જાણ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
નબીરાઓને નથી કાયદાનો ડર?
પંરતુ પ્રશ્ન એ થાય કે આવા નબીરાઓને પોલીસનો કોઈ ડર જ નથી? નબીરાઓને કાયદાનો ડર જ નથી? શું નબીરાઓને લાગે છે કે પૈસાથી તે સિસ્ટમ ખરીદી શકે છે? જો નબીરાઓ એવું માનતા હોય કે અકસ્માત કરશે, પોલીસ કાર્યવાહી કરશે અને તે પૈસાના દમથી છૂટી જશે તો તેમની ભ્રમણા પોલીસે દૂર કરવી પડશે. કાર્યવાહી કરી એવા દાખલા બેસાડવા પડશે કે જેનાથી બીજા લોકોમાં પણ કાયદાને લઈ ડર બેસે..