ગુજરાતનું પ્રથમ ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ એરપોર્ટ મનાતા રાજકોટ એરપોર્ટનો આજથી શુભારંભ થયો છે. લોકસભાનાં સાંસદ મોહન કુંડારિયા અને રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાએ દીપ પ્રાગટય કરી એરપોર્ટનો પ્રારંભ કરાવ્યો હતો. સવારે 8 વાગ્યે ઇન્દોરની પ્રથમ ફ્લાઈટ આવી પહોંચતા તેનું વોટર કેનનથી સ્વાગત પણ કરાયું હતું. સાંસદો અને ધારાસભ્યોની હાજરીમાં આ ફ્લાઈટનાં મુસાફરોને તિલક કરી સ્વાગત કરવામાં આવ્યું હતું. આજે હિરાસર ખાતે નવા ઇન્ટરનેશનલ એરપોર્ટ પર સેનાના વિમાનનું પહેલી વાર આગમન થયું છે. વિમાન આવી પહોંચતા વોટર કેનન સેલ્યુટથી સ્વાગત કરવામાં આવ્યું હતું. ઇન્ડિયન નેવીનું વિમાન પ્રથમ વખત એરપોર્ટ પર આવ્યું છે.
The recently inaugurated Rajkot Airport @aairajairport has officially commenced its flight operations today. An exciting milestone was reached when the inaugural flight of @IndiGo6E (ATR 72) aircraft, from Indore landed at the airport. pic.twitter.com/9i4Wr4Z7PX
— Airports Authority of India (@AAI_Official) September 10, 2023
રાજકોટ એરપોર્ટની શું છે વિશેષતા?
The recently inaugurated Rajkot Airport @aairajairport has officially commenced its flight operations today. An exciting milestone was reached when the inaugural flight of @IndiGo6E (ATR 72) aircraft, from Indore landed at the airport. pic.twitter.com/9i4Wr4Z7PX
— Airports Authority of India (@AAI_Official) September 10, 2023
રાજકોટથી 31 કિમી દૂર આવેલા આ એરપોર્ટથી દરરોજ 11 ફ્લાઈટો ઉડાન ભરશે. રાજકોટ એરપોર્ટ ઉપર એક સમયે 14 વિમાન પાર્ક થઇ શકે તેટલી ક્ષમતા છે. સાથે જ 180 યાત્રીઓ વાળી એરબસ 321 અને બોઈંગ 737નું સંચાલન થશે. હાલ નવા એરપોર્ટ પરથી મુંબઈની 4, દિલ્હીની 1 તેમજ ઉદયપુર, ઇન્દોર, બેંગ્લોર, ગોવા અને હૈદરબાદની ફ્લાઈટ ઉડાન ભરશે. આગામી સમયમાં મોટા બોઈંગ સાથેની હાલના રૂટ પરની ફ્રિકવન્સી વધશે તો નવા રૂટ પરની ફ્લાઈટ પણ ઉડાન ભરશે. નવા એરપોર્ટ જવા માટે એસ.ટી બસ પોર્ટ થી દર બે કલાકે AC બસ મળશે. એસ.ટી દ્વારા બસનું ભાડું 100 રૂપિયા, પ્રાઇવેટ ટેક્સીમાં વન વે ભાડું 1200 રૂપિયા હશે.રાજકોટ એરપોર્ટ પર થી દરરોજ 10 ફ્લાઇટ ઉડાન ભરે છે. દિલ્હી, મુંબઈ, ગોવા, ઉદયપુર, ઇન્દોર સહિતની ફ્લાઈટો ઉડાન ભરે છે, જે રાબેતા મુજબ ઉડાન ભરશે. રાજકોટનું એસટી બસ સ્ટેશન શહેરના મધ્યમાં આવેલું હોવાથી અહીંયાંથી ઇન્ટરનેશનલ એરપોર્ટ માટે બસ સેવા લોકોને મળી રહેશે.
સૌરાષ્ટ્રના લોકોને થશે મોટો લાભ
રાજકોટથી ઇન્ટરનેશનલ ફ્લાઇટ ઉડાન ભરતા હવે સૌરાષ્ટ્રના લોકોને આ માટે અમદાવાદ નહીં જવું પડે, સૌરાષ્ટ્રના ઉદ્યોગ જગતને પણ મોટો ફાયદો થશે. ગીર સોમનાથ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, જામનગર, દેવભૂમિ દ્વારકા, મોરબી, રાજકોટ સહિતના જિલ્લાઓમાંથી અન્ય રાજ્યો અને વિદેશ પ્રવાસ કરતા ઉદ્યોગપતિ તેમજ મુસાફરોને રાજકોટથી ફ્લાઇટની સુવિધા મળશે. દ્વારકા અને સોમનાથ જેવા પવિત્ર યાત્રાધામોના વિકાસમાં પણ નવું એરપોર્ટ ખૂબ જ ઉપયોગી બનશે. રાજકોટથી હિરાસર વચ્ચે રિયલ એસ્ટેટ, હોટેલ ઈન્ડસ્ટ્રીઝનો પણ વિકાસ થશે અને રોજગારીની નવી તકો ઊભી થશે.