રાજ્યમાં દારૂબંધી છે તેવી વાત જ્યારે સાંભળીએ છીએ ત્યારે પ્રશ્ન થાય કે શું સાચે ગુજરાતમાં દારૂબંધી છે? મનમાં જ આપણે જવાબ આપી દઈએ છીએ કે હા છે, પરંતુ માત્ર કાગળ પર! વાસ્તવિક્તામાં દારૂબંધીના કાયદાનું કેટલું પાલન થાય છે તે જાણીએ છીએ. દારૂનો જથ્થો એવા રાજ્યમાંથી પકડાઈ રહ્યો છે જ્યાં દારૂબંધી જેવો કાયદો અમલમાં છે. દર થોડા દિવસે રાજ્યમાંથી દારૂનો જથ્થો પકડાય છે અને કાયદાના લીરેલીરા ઉડ્યા છે.
દારૂની હેરફેર માટે અપનાવાઈ રહ્યો છે આ રસ્તો!
ત્યારે આજે પણ વિદેશી દારૂનો મોટો જથ્થો પકડાયો છે તેવી માહિતી સામે આવી છે. દારૂનો જથ્થો રાજકોટ-અમદાવાદ હાઈવે પરના બામણબોરની ચેકપોસ્ટ પાસેથી મળી આવ્યો છે. મળતી માહિતી અનુસાર અંદાજીત 50 લાખ રૂપિયાના મુદ્દામાલ સાથે એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. 31 ડિસેમ્બર જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજ્યમાંથી દારૂનો જથ્થો મળી રહ્યો છે. અલગ અલગ રીતે દારૂની હેરાફેરી કરવા માટે રસ્તાઓ અપનાવવામાં આવી રહ્યા છે. થોડા સમય પહેલા અમદાવાદથી દારૂનો જથ્થો પકડાયો હતો તો મહીસાગરથી પણ દારૂની હેરફેર કરવામાં આવતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. દારૂની હેરફેર કરવા બુટલેગરો નવા નવા પેતરા અજમાવી રહ્યા છે.
ગુજરાતમાં દારૂનો જથ્થો ઘૂસાડવા માટે કરાઈ રહ્યો છે પ્રયાસ!
ટેન્કરમાં ભરીને દારૂ પહોંચાડવાનું કામ કરવામાં આવી રહ્યું છે, તો સુરતથી કિસ્સો સામે આવ્યો હતો જેમાં પ્લાસ્ટીકની થેલીમાં દારૂ ઝડપાયો છે. રેડ દરમિયાન દારૂનો જથ્થો મળી આવે છે. ગુજરાતમાં અવાર-નવાર દારૂનો જથ્થો મોટા પ્રમાણમાં મળી રહ્યો છે જેને જોતા લાગે કે બુટલેગરોને કાયદાનો કોઈ ડર નથી. ત્યારે ફરી એક વખત અમદાવાદ-રાજકોટ હાઈવે પરના બામણબોરની ચેકપોસ્ટ પરથી આ દારૂનો જથ્થો મળી આવ્યો છે. રાજસ્થાનથી ગુજરાતમાં દારૂ પહોંડાવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો હતો. મહત્વનું છે કે ગુજરાતમાંથી અવાર-નવાર દારૂનો જથ્થો પકડાઈ રહ્યો છે.