રાજકોટ: જેતપુર માર્કેટ યાર્ડમાં બોલેરો ચાલકે વેપારી પર કાર ચઢાવી દેવાનો કર્યો પ્રયાસ, ઘટના CCTVમાં કેદ


  • Published By :
  • Published Date : 2024-02-16 14:23:35

રાજકોટ જિલ્લાના જેતપુર માર્કેટ યાર્ડમાં એક માથાફરેલ બોલેરો ચાલકે વેપારી પર બોલેરો કાર ચઢાવી દેવાનો પ્રયાસ કરતા હાહાકાર મચી ગયો છે. જણસી આપવા આવેલા બોલેરો ડ્રાઈવરે વેપારી પર ચઢાવી દેવાનો પ્રયાસ થયો હતો. બોલેરો ચાલકે ત્રણ જેટલા વેપારીઓને પણ ઢોર માર માર્યો હતો. આ ઘટના બાદ વેપારીઓમાં ભયનો માહોલ સર્જાયો છે અને જેતપુર માર્કેટિંગ યાર્ડના વેપારીઓએ હરાજી બંધ કરવાનો સામુહિક નિર્ણય કર્યો છે. 


શા માટે કાર ચઢાવવાનો કર્યો પ્રયાસ?


વેપારી પર કાર ચઢાવવાની કોશિશ પાછળનું કારણ અંગત અદાવત હોવાની શક્યતાઓ હોવાની ચર્ચાઓ પણ થઈ રહી છે. મરચા ઉતરતા સમયે બોલેરો ચાલક સાથે વેપારીને તકરાર થઈ હોવાની માહિતી સામે આવી છે. મરચાં ઉતારવાની બાબતે બોલાચાલી થયા પછી ઉશ્કેરાયેલા વ્યક્તિએ વેપારી પર માલ-સામાન ભરેલું વાહન ચઢાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. હવે આ મામલે પોલીસની વધુ તપાસ બાદ હકીકત સામે આવશે તેવી સંભાવનાઓ વ્યક્ત કરાઈ રહી છે. આ મામલે એક વ્યક્તિની અટકાયત કરવામાં આવી છે જોકે વાહન ચાલક ફરાર થઈ ગયો છે.  


લોકો અને વેપારીઓમાં ભયનો માહોલ

 

જેતપુર માર્કેટ યાર્ડમાં બનેલી ઘટના બાદ સ્થાનિક લોકો અને વેપારીઓમાં ભયનો માહોલ સર્જાયો છે. બનાવ બાદ વેપારીઓએ માર્કેટ યાર્ડમાં હરાજી બંધ કરવાનો નિર્ણય લીધો છે. જે રીતે કાર લોકોના ટોળાની વચ્ચેથી પસાર થઈ તે જોતા સ્થિતિ ગંભીર જણાવાઈ રહી છે. ટોળા ઉપર બોલેરો ચડાવવાની ઘટના CCTV માં થઈ કેદ થઈ છે. ઇજાગ્રસ્ત ત્રણ વેપારીઓને સરકારી હોસ્પિટલમાં ખસેડાયા છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?