આ ભજન સાંભળ્યું હશે કે કોણ જાણી શકે કાળને રે સવારે કાલ કેવું થાશે... આ ભજનમાં વાત મોતની થઈ રહી છે... એક દિવસ તો મરવાનું બધાને છે પરંતુ કેવી રીતે મોત આવશે તેની ખબર નથી.. આ વાત એટલા માટે કરી રહ્યા છીએ કારણ કે નાની ઉંમરના લોકોના મોત થઈ રહ્યા છે.. રાજકોટથી એક કિસ્સો સામે આવ્યો છે જેમાં 14 વર્ષના બાળકનું મોત અચાનક થઈ ગયું.. બાળક ક્રિકેટ રમી રહ્યો હતો અને તે ઢળી પડ્યો અને તેનું મોત થઈ ગયું...
14 વર્ષના બાળકનું થયું મોત...
આપણી સામે એવા અનેક કિસ્સાઓ છે જેમાં નાની ઉંમરના લોકો મોતને ભેટી રહ્યા છે... થોડા સમય પહેલા અનેક કિસ્સાઓ આપણી સામે આવ્યા હતા જેમાં મોત હાર્ટ એટેકને કારણે થયા હતા. હાર્ટ એટેકના કિસ્સાઓમાં ધરખમ વધારો આવ્યો હતો. નાની ઉંમરના લોકો પણ હાર્ટ એટેકનો શિકાર બન્યા હતા ત્યારે આજે રાજકોટથી એક કિસ્સો આવ્યો છે જેમાં ક્રિકેટ રમતા રમતા 14 વર્ષના બાળકનું મોત થઈ ગયું.
ક્રિકેટ રમતા રમતા બાળક ઢળી પડ્યો અને...
જે બાળકની વાત થઈ રહી છે તે વાવડી વિસ્તારમાં ક્રિકેટ રમી રહ્યો હતો અને ક્રિકેટ રમતા રમતા તે ઢળી પડ્યો.. મોતનું કારણ શું છે તેની જાણ પોસ્ટમોર્ટમ બાદ થશે.. પરંતુ એવી ચર્ચાઓ થવા લાગી છે કે તેનું મોત હાર્ટ એટકેને કારણે થયું છે...મોતનું કારણ જાણવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે... મહત્વનું છે કે હાર્ટ એટેકના કિસ્સાઓમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. હાર્ટ એટેકને કારણે અનેક પરિવારોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે. ત્યારે આ બાળકનું મોત કયા કારણોસર થયું તે પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જાણવા મળશે... હાર્ટ એટેક આવવા પાછળના અનેક કારણો હોઈ શકે છે.