રવિવારે મોરબીમાં બનેલી દુર્ઘટનાને કારણે આખું ગુજરાત શોકમાં ડૂબી ગયું હતું. અનેક લોકોએ પોતાનો પરિવારના સભ્યોને ગુમાવ્યા છે. આ ઘટના બની તે દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ગુજરાતના પ્રવાસે હતા. આ ઘટનાને લઈ તેમણે દુ:ખ વ્યક્ત કર્યું હતું, ઉપરાંત સિવિલ હોસ્પિટલની પણ મુલાકાત કરી હતી. પરંતુ તેમની મુલાકાત પહેલા સિવિલ હોસ્પિટલને રંગરોગાન કરી દેવામાં આવ્યું હતું. આ વાતની ટીકા અનેક લોકોએ કરી હતી. ત્યારે રાજભા ગઢવીએ પોતાના ડાયરામાં આ ઘટના અંગે વાત કરી હતી.
રાજભા ગઢવીએ મોરબી સિવિલ હોસ્પિટલને લઈ આપ્યું નિવેદન
રવિવારે મોરબીમાં એક દુર્ઘટના બની હતી જેણે સમગ્ર ગુજરાતને રડાવી દીધું હતું. રવિવારે બનેલી આ ઘટનામાં અનેક પરિવારના માળા વિખેરાઈ ગયા છે. મચ્છુ નદી પર આવેલા બ્રિજ તૂટી પડતા 400થી 500 લોકો પાણીમાં ડૂબી ગયા હતા. જેમાંથી અનેક લોકો મોતને પણ ભેટી ચૂક્યા છે. ભાજપનો પ્રચાર કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવ્યા હતા. આ ઘટનાને લઈ તેમણે વેદના પણ વ્યક્ત કરી હતી.
ઉપરાંત મોરબીની પણ તેમણે મુલાકાત કરી હતી. પરંતુ તેમની મુલાકાત પહેલા સિવિલ હોસ્પિટલને રંગરોગાન કરી દેવામાં આવ્યું હતું. જેને કારણે અનેક લોકોએ આ વાતની ટીકા કરી હતી, પોતાના ડાયરા દરમિયાન લોક સાહિત્ય રાજભા ગઢવીએ પણ આ અંગેની વાત કરી હતી.
કોંગ્રેસે પણ આ વીડિયોને લઈ કર્યા કટાક્ષ
રાજભા ગઢવીએ ડાયરામાં કહ્યું કે મોરબીમાં મોદી સાહેબ આવ્યાને તાત્કાલિક જે હોસ્પિટલમાં રંગરોગાન થઈનેએ માનવતા માટે, જનજીવન માટે અને ભારતીય સંસ્કૃતિ માટે કાળી ટીલી સમાન છે. કોંગ્રેસે પણ આ વીડિયોને ટ્વિટ કરી છે. કોંગ્રેસે ટ્વિટ કરતા લખ્યું કે સાહેબ લોકો સમજી ગયા છે તમે સંવેદનાના નામે માત્રને માત્ર ઢોંગ જ કરો છો. તમને જો સાચી વેદના હોત તો લોકોના મૃત્યુના શોકમાં હોસ્પિટલને સજાવતા નહીં.