Navratriને સેટિંગ કરવાનો તહેવાર કહેવા પર Urvashi Solanki પર ભડક્યા Rajbha Gadhvi! સાંભળો પ્રતિક્રિયા આપતા શું કહ્યું?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-10-23 12:44:49

નવરાત્રીનો પાવન પર્વ ચાલી રહ્યો છે. આ નવ દિવસો દરમિયાન માની ઉપાસના કરીએ છીએ. આદ્યશક્તિની આરતીમાં બોલાતો એક એક શબ્દ ભક્તિમાં લીન કરે તેવો છે. જો શબ્દોના ભાવને નથી સમજી શક્તા તો આ વિષય પર ગંભીરતાથી વિચારવું પડશે. આ તહેવારોને વધારે લોકપ્રિય બનાવવા તેમજ લોકોમાં સમુહની ભાવના વધે તે માટે તેનાં મોટા આયોજનો થવા લાગ્યા. પછીધીરે ધીરે ગરબા જેમ લોકપ્રિય બનતા ગયા તેમ તેમ ગરબા કોમર્શિયલ થયા. આરાધના બાજુમાં મુકાઈ અને ડાન્સ ફેસ્ટીવલ બની ગયો. ગરબાની બદલીમાં ગીતો પર ડાન્સ થવા લાગ્યો... 

અલગ અલગ કલાકારોને નવરાત્રી પર્વ દરમિયાન બોલાવાય છે

અલગ અલગ સ્થળો પર નવરાત્રીનું ભવ્ય આયોજન કરવામાં આવતું હોય છે. મોટા મોટા કલાકારો, હસ્તીઓને આમંત્રિત કરવામાં આવે છે. ત્યારે નડીયાદમાં સમર્પણ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત માં શક્તિ ઉત્સવ ગરબાનું આયોજન થયું. નવરાત્રીનું આયોજન સફળ બને તે માટે નવરાત્રીના નવ દિવસો દરમિયાન કોઈને કોઈ જાણીતા સિંગર કે એક્ટર એમાં બોલાવાય છે. નડીયાદમાં પણ કોઈક એક્ટ્રેસ અથવા મોડેલ નામે ઉર્વશી સોલંકીને બોલાવવામાં આવ્યા. યુવાનોમાં લોકપ્રિય થવાની ઘેલછામાં બેન જે બોલ્યા એ નવરાત્રીને શક્તિની ઉપાસના માનવા વાળા લોકો માટે સ્વિકાર્ય નહોતું.

સ્ટેજ પરથી કલાકારે આપ્યું હતું વિવાદિત નિવેદન  

પોતાના નિવેદનમાં ઉર્વશી સોલંકીએ કહ્યું હતું આપણાં ગરબા આખા વર્લ્ડમાં ફેમસ છે. અને ગુજરાતમાં કોઈ છોકરો છોકરીને આઈ લવ યુ કહેવું હોય તો આપણે વેલેન્ટાઈન નહીં નવરાત્રીની રાહ જોઈએ છીએ. આ ચાર દિવસમાં કેટલા લોકોએ કીધું? નવ દિવસ તમે ગરબા રમો અને છેલ્લા દિવસે પણ તમે સિંગલ હોવને તો તમે પાક્કું ગરબા જ રમ્યા છો. એવા બહુ બધા હશે જેમને નવ દિવસ સેટીંગ નહીં થાય અને આવતી નવરાત્રીની રાહ જોતા હશે.

નવરાત્રી સેટિંગ કરવાનો સમય નથી... 

નવરાત્રી એ સેટીંગ કરવાનો સમય છે એવું આપણે કેમ આ યુવાનોના મનમાં ઠસાવવા માગીએ છીએ. ટીમલી પર કે ડાકલા પર કે પછી પરી હું મૈં પર નાચતા લોકો ભલે મજા કરતા પણ બાજુ વાળી છોકરી સાથે સેટીંગ કરવા માટે જ આ બધું થતું હોય તો એમને સમજાવવાની જગ્યાએ આમ પ્રમોટ કર્યા કરીએ એ તો ના ચાલે. કદાચ આ બેન એવું સમજતા હોય પણ એમને આયોજકોએ રોકવાની તસ્દી પણ કેમ નહીં લીધી હોય. કે પછી કમર્શીયલ થયેલા ગરબામાં ખાલી નામ જ માં અને શક્તિ જેવા અપાય છે બાકી આરાધનાને કોઈ લેવાદેવા નથી હોતા.

રાજભા ગઢવીએ આ વિવાદિત નિવેદન પર આપી પ્રતિક્રિયા 

આ નિવેદન બાદ વિવાદ છેડાઈ ગયો છે. લોકોની લાગણી દુભાઈ છે, કલાકારોએ આ નિવેદનનો વિરોધ કર્યો છે. રાજભા ગઢવી દ્વારા પણ આ અંગે પ્રતિક્રિયા આપવામાં આવી છે. પોતાના નિવેદનમાં તેમણે સનાતન ધર્મ વિશે વાત કહી. ઉપરાંત ઉર્વશી સોલંકીને પણ સલાહ આપી છે. મહત્વનું છે કે થોડા દિવસો પહેલા દેવાંશી જોષીએ પણ આ વાત કહી હતી કે નવરાત્રી લવરાત્રી નથી. નવરાત્રી શા માટે ઉજવવામાં આવે છે તેનું મહત્વ શું છે તે જાણવું જરૂરી છે. 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?