રાજભા ગઢવીએ નિવેદનને લઈ માફી માગી પરંતુ ભાજપ-કોંગ્રેસ-આપના નેતાઓ અને આદિવાસીઓમાં રોષ યથાવત!


  • Published By :
  • Published Date : 2024-10-26 16:13:03

શબ્દ શબ્દ કહા કરો, શબ્દ કે હાથ ન પાંવ,

 એક શબ્દ ઓખડ કરે, એક શબ્દ કરે ઘાવ.

અર્થાત 

વાણીથી બોલ બોલ કરો છો પણ વિચારજો, કે જે આપણે વચનો બોલીયે છીયે તેને હાથ કે પગ નથી. છતાં એ વાણીમાં એવી શક્તિ રહેલી છે, કે અમુક રીતે વચનો બોલવાથી વૈદ ઓષડ આપે તેમ સામાને શાંતિ આપે છે. જ્યારે અમુક વચનો કોઈને ઘા માર્યો હોય તેટલું દુઃખ આપે છે. અને શબ્દો જ્યારે ઘા આપે ત્યારે ભારે ખરાબ પરિસ્થિતિ બોલનાર માટે સર્જાતી હોય છે આવુ જ કંઈક થયું છે લોક કલાકાર રાજભા ગઢવી સાથે... એ ડાંગના આદિવાસીઓ વિશે ટિપ્પણી કરીને હવે ફસાયા છે માફી માંગી છતાંય વિવાદ ઓછો થવાનું નામ નથી લઈ રહ્યો...

એક કાર્યક્રમમાં રાજભા ગઢવીએ આપ્યું હતું નિવેદન જેનો થઈ રહ્યો છે વિરોધ!

જાણીતા લોકસાહિત્યકાર અને લોકકલાકાર રાજભા ગઢવી વિવાદમાં સપડાયા હોય એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે, કારણ કે એક લોકડાયરાના કાર્યક્રમમાં રાજભા ગઢવીએ વિવાદાસ્પદ ટિપ્પણી કરતાં વિવાદ ઊભો થયો છે. સોશિયલ મીડિયા પર હાલ રાજભા ગઢવીનો એક વીડિયો વાઇરલ થયો હતો.... વીડિયો લોકડાયરા કાર્યક્રમનો છે. આ વીડિયોમાં રાજભા ગઢવી કહેતા સંભળાય છે કે ગુજરાતના ડાંગ આહવાનાં જંગલોમાં કેટલાયને લૂંટી લે અને કપડાં પણ રહેવા દેતા નથી. સોશિયલ મીડિયામાં આ વીડિયો વાઇરલ થતાં આદિવાસી સમાજની લાગણી દુભાઈ છે... ભાજપના સાંસદ ધવલ પટેલ, અનંત પટેલ ,ચૈતર વસાવા સહિતના તમામ પક્ષના નેતાઓ અને આદિવાસી આગેવાનોએ ભારે વિરોધ કર્યો... જેના કારણે રાજભાએ માફી માંગી પણ વિરોધ છતાંય યથાવત છે... જાહેરમાં માફી માંગવાની માંગ કરવામાં આવી રહી છે.... 



સાંસદ ધવલ પટેલે આપી પ્રતિક્રિયા

વલસાડ લોકસભા બેઠકના સાંસદ ધવલ પટેલે વિરોધ નોંધાવ્યો હતો.. રાજભાએ માફી માંગ્યા પછી પણ માધ્યમોમાં પ્રતિક્રિયા આપતા તેમણે કહ્યું કે, મે એમનો માફી માંગતો વીડિયો જોયો પણ મારા મતે તો માન્ય નથી જ.... આખા ગુજરાતમાં ક્રાઈમ રેટની સરખામણીએ ડાંગમાં સૌથી ઓછો ક્રાઈમ રેટ છે.... સાંસદ ધવલ પટેલે વધુમાં કહ્યું કે, અમારા માટે તો આ યોગ્ય નથી જ કેમ કે એમનું આ સ્ટેટમેન્ટ આવેશમાં આવીને કહેલું હોય એવું નથી પણ આ તો એકદમ આયોજનપૂર્વક તેમણે કહ્યું હતું. કોઈ વિસ્તારને સારો બતાવવા માટે અમારા વિસ્તારને ખરાબ બતાવવાની જરૂર નહોતી કેમ કે તેમના નિવેદનથી બિલકુલ વિપરીત છે. અમારું ડાંગ સુરક્ષિત અને શાંત છે. આદિવાસી લોકો સેવાભાવી અને આવકારવાવાળા લોકો છે એટલા માટે જ અમે તેમની પાસેથી માફી મંગાવી છે.અમારી નારાજગી હજી પણ યથાવત છે. તેમણે જણાવ્યું કે, આ સ્ટેટમેન્ટને લઈને આવનારા દિવસોમાં હું અમારા આદિવાસી સમાજના લોકોને મળવાનો છું. તેમણે જે માફી માંગી છે એ અંગે અમારા સમાજના લોકો શું માને છે એ અંગે ચર્ચા કરીશું એ પછી આગળની આખી રણનીતિ નક્કી કરીશું.


કુંવરજી હળપતિએ ઉચ્ચારી ચીમકી કે.... 

તો માંડવી વિધાનસભાના ધારાસભ્ય તેમજ આદિજાતિ વિકાસ વિભાગ મંત્રી કુંવરજી હળપતિએ  ચીમકી આપતા કહ્યું કે, જો રાજભા ગઢવી ભવિષ્યમાં આદિવાસી સમાજ વિશે કશું બોલશે તો સાંખી નહીં લેવાય.... જો આવનારા સમયમાં આવા કોઈ પણ નિવેદન આપવામાં આવશે તો ઉમરગામથી લઈને અંબાજીનો જે પટ્ટો છે ત્યાં તેમનો પ્રોગ્રામ નહીં થવા દઈએ.. ત્યારે આ મામલે તમારૂં શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવજો.... 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે