સુરતમાં એક રાજસ્થાની યુવાનનું સિવિયર હાર્ટ અટેકથી મોત, 42 વર્ષીય યુવક બાઈક પર જઈ રહ્યો હતો


  • Published By :
  • Published Date : 2023-04-23 12:29:55

ગુજરાતમાં વધી રહેલી  હાર્ટ એટેકની ઘટનાઓ ચિંતાનો વિષય બની છે, કોરોના કાળ બાદ તો યુવાનો પણ હાર્ટ એટેકનો ભોગ બની રહ્યા છે. સુરતમાં વધુ એક હાર્ટ એટેકની ઘટના સામે આવી છે. સુરતના ખટોદરા વિસ્તારમાં બાઇક પાછળ બેઠેલા 42 વર્ષના કાનજી સિંહ રાજપુત નામના વ્યક્તિનું મોત નીપજ્યું છે. રાજસ્થાનનો આ વેપારી ત્રણ દિવસ પહેલા જ રાજસ્થાનથી સુરત આવ્યો હતો. આ યુવાન સુરતથી કાપડ લઈને રાજસ્થાનમાં વેચતો હતો. હાર્ટ એટેક બાદ યુવકને બેભાન અવસ્થામાં તેને હોસ્પિટલમાં લઈ જવાયો હતા. જો કે તબીબે અહીં તેમને મૃત જાહેર કર્યો હતો. 


કાનજી સિંહ બાઈક પર પાછળ બેઠો હતો


કાનજી સિંહ રાજપુત રાજસ્થાનથી ત્રણ દિવસ પહેલા જ કાપડ ખરીદવા માટે સુરત આવ્યો હતો. સુરતમાં કાનજી સિંહ બાઇક પર પાછળ બેસીને જઈ રહ્યો હતો, આ દરમિયાન જ તેને છાતીમાં દુખાવો થયો હતો. હાર્ટ એટેક બાદ યુવકને બેભાન અવસ્થામાં હોસ્પિટલમાં લઈ જવાયો હતો. પીએમ બાદ યુવકનું સિવિયર હાર્ટ અટેકના કારણે મોત થયાનો ખુલાસો થયો હતો.



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...