Rajasthan : CM અંગે ચાલતી અટકળો પર Yogi Balaknathએ મૂક્યો પૂર્ણ વિરામ! સોશિયલ મીડિયા પર પોસ્ટ લખી કહ્યું...


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-12-09 14:25:23

પાંચ રાજ્યોમાં થયેલા પરિણામોમાં ભારતીય જનતા પાર્ટીની ત્રણ રાજ્યોમાં જીત થઈ. રાજસ્થાન, છત્તીસગઢ તેમજ મધ્યપ્રદેશમાં ભાજપ કોને મુખ્યમંત્રી બનાવશે તે અંગેની વિચારણા પાર્ટીની અંદર ચાલી રહી છે. બેઠકો પર બેઠકો કરવામાં આવી રહી છે. મુખ્યમંત્રીના દાવેદારો દિલ્હીમાં બેઠકો કરી રહ્યા છે. રાજસ્થાનના મુખ્યમંત્રી ચહેરા તરીકે યોગી બાલકનાથને પણ જોવામાં આવી રહ્યા હતા. મુખ્યમંત્રીના નામ અંગે ચર્ચા ચાલી રહી છે આ બધા વચ્ચે તેમણે એક ટ્વિટ કરી છે.

ત્રણ રાજ્યો માટે ભાજપે કરી નિરીક્ષકોની નિમણૂંક! 

રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, તેલંગાણા તેમજ મિઝોરમમાં બીજેપીએ મુખ્યમંત્રીના ચહેરા વગર, પીએમ મોદીના નામે ચૂંટણી લડી. આ પાંચ રાજ્યોમાંથી 3 રાજ્યોમાં બીજેપીની જીત થઈ છે. ત્યારે સત્તા કોના હાથમાં સોંપવી તે અંગે પાર્ટીમાં ચર્ચા ચાલી રહી છે. દિલ્હીમાં બેઠકોનો દોર જોવા મળી રહ્યો છે. મુખ્યમંત્રીના દાવેદારો મનાતા નેતાઓ પાર્ટીના મોટા નેતાઓ સાથે બેઠકો કરી રહ્યા છે. પાર્ટીએ ત્રણેય રાજ્યો માટે નિરીક્ષકોની પણ નિમણૂંક કરી. આ નિમણૂક થતા એવું લાગી રહ્યું હતું કે ટૂંક સમયમાં મુખ્યમંત્રીના નામોની જાહેરાત કરવામાં આવશે. 


મુખ્યમંત્રીની ચર્ચા વચ્ચે યોગી બાલકનાથે કર્યું આ ટ્વિટ!

રાજસ્થાનમાં પણ મુખ્યમંત્રીના અનેક દાવેદારો છે તેમાં યોગી બાલકનાથનું નામ પણ છે. બાલકનાથે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટ કરી છે જેમાં લખવામાં આવ્યું છે કે પાર્ટી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં જનતા જનાર્દને પ્રથમ વખત સાંસદ અને ધારાસભ્ય બનાવીને દેશની સેવા કરવાની તક આપી. ચૂંટણી પરિણામો આવ્યા પછી મીડિયા અને સોશિયલ મીડિયામાં ચાલી રહેલી ચર્ચાઓને અવગણવી. માટે હજુ પણ વડાપ્રધાનના માર્ગદર્શન હેઠળ અનુભવો મેળવવા છે. મહત્વનું છે કે આ ટ્વિટને લઈ અલગ અલગ મતલબો કાઢવામાં આવી રહ્યા છે. રાજકીય નિષ્ણાતો માની રહ્યા છે કે રાજ્યોમાં લોકસભા ચૂંટણીને અનુલક્ષીને મુખ્યમંત્રીની નિમણૂક કરી શકે છે.     



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?