Rajasthan: વસુંધરા રાજેએ 1 વર્ષ માટે માંગ્યુ CM પદ, BJPએ કર્યો ઈન્કાર, જાણો શા માટે માગ ફગાવી


  • Published By :
  • Published Date : 2023-12-11 16:59:10

રાજસ્થાનમાં મુખ્યમંત્રી પદ માટે ઘમાસાણ ચાલી રહ્યું છે, શિસ્તબધ્ધ ગણાતી પાર્ટી ભાજપના નેતાઓને પણ મુશ્કેલીઓ ઘટતી હોય તેવી શક્યતા દેખાતી નથી. ભાજપના નેતાઓ સાથે મુલાકાત કર્યા બાદ પણ વસુંધરા રાજે તેમની માગ છોડવા તૈયાર નથી. જેના કારણે ભાજપના ટોચના નેતાઓની ચિંતા વધી રહી છે. સુત્રો પાસેથી મળતી જાણકારી મુજબ પાર્ટીના અધ્યક્ષ જે.પી.નડ્ડાએ વસુંધરા રાજેને રવિવારે ફોન કર્યો હતો. તે વખતે તેમણે સલાહ આપી હતી કે તેઓ ધારાસભ્યો સાથે અલગ-અલગ મિટિંગો ના કરે. મુખ્યમંત્રી પદ માટેનો નિર્ણય પાર્ટીના ટોચના નેતાઓ પર છોડી દે. 


વસુંધરા  CM પદની માગને લઈ અડગ


રાજસ્થાનનાં મુખ્યમંત્રી તરીકે બે વખત રહેલા વસુંધરા રાજે  આ વખતે પણ કોઈ હિસાબે મુખ્યમંત્રી પદ છોડવા તૈયાર નથી. વસુંધરા રાજે પાર્ટી પાસે માત્ર એક વર્ષ માટે મુખ્યમંત્રી પદ માંગી રહ્યા છે. જો કે ભાજપ આ વખતે તેમની કોઈ માગ સ્વિકારવા તૈયાર નથી. સીએમ પદ માટે અડધો ડઝન નેતાઓ દાવો કરી રહ્યા છે. જેમાં દીયા કુમારી, કિરોડીલાલ મીણા, ગજેન્દ્રસિંહ શેખાવત, ઓમ માથુર, અશ્વીની વૈષ્ણવ અને બાબા બાલકનાથનો સમાવેશ થાય છે. 


વિધાનસભા સ્પિકર બનવાનો કર્યો ઈન્કાર


ભાજપનું ટોચના નેતૃત્વએ વસુંધરા રાજેને વિધાનસભા સ્પિકર પદની ઓફર કરી છે, જો કે વસુંધરા રાજેએ તે ઓફર ફગાવી દીધી છે. સુત્રો દ્વારા મળતી જાણકારી મુજબ તેઓ સ્પિકર બનવા માંગતી નથી, તેમણે પાર્ટી નેતૃત્વને સ્પષ્ટ જણાવી દીધું છે કે તેમને મુખ્યમંત્રી પદથી ઓછું કાંઈ ખપતું નથી.


શા માટે ભાજપ ઓફર ફગાવી રહી છે?


રાજસ્થાનમાં ભાજપનું કોકડું ગુંચવાઈ રહ્યું છે, વસુંધરા રાજે પાર્ટી પાસે એક વર્ષ માટે મુખ્યમંત્રી પદ માંગી રહ્યા છે. જો કે પાર્ટી તેમની આ માગ કોઈ પણ હિસાબે સ્વિકારવા તૈયાર નથી. હવે સવાલ એ છે કે શા માટે ભાજપ વસુંધરાને મુખ્યમંત્રી બનાવવાનો ઈન્કાર કરી રહી છે? સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ આગામી વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવાની છે, ભાજપ રાજસ્થાનની તમામ સીટો જીતવા માગે છે. હવે જો પાર્ટી વસુંધરા રાજેને મુખ્યમંત્રી બનાવે તો પાર્ટીને નુકસાન થાય તેમ છે કારણ કે વસુંધરા રાજે રાજ્યમાં લોકપ્રિયતા ગુમાવી ચુક્યા છે, અને તેમના પ્રત્યે લોકોમાં ભારોભાર નારાજગી જોવા મળી રહી છે. આ સ્થિતીમાં પાર્ટી તેમને સીએમ બનાવે તો ભાજપને લોકસભા ચૂંટણીમાં જબરદસ્ત નુકસાનની શક્યતા છે.   



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?