રાજસ્થાન કોંગ્રેસમાં ચાલી રહેલું આંતરિક ઘમાસાણ જગ જાહેર છે. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત અને પૂર્વ ડેપ્યુટી સીએમ સચિન પાયલોટ વચ્ચે ચાલતા વિવાદનો અંત કરવા કોંગ્રેસ પ્રયાસ કરી રહી છે તેવું લાગી રહ્યું છે. મળતી માહિતી અનુસાર ચાલતા વિવાદ વચ્ચે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે બંને નેતાઓ સાથે અલગ અલગ બેઠક કરવાના છે. આ બેઠક એવા સમયે થઈ રહી છે જ્યારે સચિન પાયલોટે સરકારને અલ્ટિમેટમ આપ્યું છે.
મલ્લિકાર્જુન ખડગે કરશે નેતાઓ સાથે બેઠક!
સચિન પાયલોટે પોતાની સરકાર સામે બાયો ચઢાવી છે. છેલ્લા ઘણા સમયથી સચિન પાયલોટ પોતાની સરકાર વિરૂદ્ધ કોઈ વખત ધરણા કરે છે તો કોઈ વખત પ્રેસ કોન્ફરન્સ કરે છે. સચિન પાયલોટની માગ છે કે વસુંધરા રાજે સરકારના કાર્યકાળ દરમિયાન થયેલા કથિત કૌભાંડની તપાસ કરવામાં આવે. ઉચ્ચ સ્તરિય તપાસ કરવામાં આવે તેવી માગ છે. આ મામલે સરકારને તેમણે અલ્ટિમેટમ આપ્યું છે. બંને નેતાઓ વચ્ચે ચાલતા ઘમાસાણને શાંત કરવા કોંગ્રેસ પ્રયાસ કરી રહી છે.
બેઠક બાદ શાંત થશે વિવાદ!
મળતી માહિતી અનુસાર મલ્લિકાર્જુન ખડગે બંને નેતાઓ સાથે બેઠક કરી શકે છે. પહેલા 26મેના રોજ બેઠક કરવાના હતા પરંતુ હવે આજે નેતાઓ સાથે અલગ અલગ બેઠક કરી શકે છે. આ બેઠક એ વખતે થઈ રહી છે ત્યારે સરકારને અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે. જો સચિન પાયલોટ દ્વારા આપવામાં આવે માગ નહીં સ્વીકારવામાં આવે તો રાજ્યવ્યાપી આંદોલનો કરવામાં આવશે. ત્યારે જોવાનું એ રહ્યું કે મલ્લિકાર્જુન ખડગેની બેઠક બાદ બંને નેતાઓ સાથે આવે છે કે નહીં.