રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે મોરબીમાં બનેલી ઘટના પર દુખ વ્યક્ત કર્યું છે. રાજકોટ જઈ તેમણે મૃત્યુ પામેલા લોકોના પરિવાર સાથે વાતચીત કરી હતી. સાથે સાથે લોકોને આપવામાં આવતા વળતરની રકમ પર તેમણે નિવેદન આપ્યું છે. પીડિત પરિવારને વધારે વળતર આપવામાં આવે તેવી તેમણે માગ કરી હતી. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વધારે વળતર આપી શકે છે. વધારે વળતર આપવા સરકાર સમક્ષ માગણી કરી છે.
વધારે વળતર આપવાની ગેહલોતે કરી માગ
વળતર મામલે ગેહલોતે કહ્યું કે અત્યારે રાજ્ય સરકાર દ્વારા 4 લાખ અને કેન્દ્ર સરકાર દ્વારા 2 લાખ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે ત્યારે જાહેર કરવામાં આવેલી આ રકમ પ્રર્યાપ્ત નથી. મારા મત મુજબ ઓછામાં ઓછા 10 લાખ રુપિયાની સહાય રાજ્ય સરકારે કરવી જોઈએ. જ્યારે 5 લાખ રૂપિયાની સહાય પીએમ ફંડમાંથી આપવામાં આવે.
પીડિતોનો કોઈ વાંક જ નથી - અશોક ગેહલોત
વધુમાં તેમણે કહ્યું કે મોરબી પૂલ તૂટી પડવાની ઘટનામાં મૃતકો અને પીડિતોનો કોઈ વાંક જ ન હતો. તેમની કોઈ ભૂલ ન હતી. ઉપરાંત આ ઘટનાની પાછળ પ્રકૃતિનો પ્રકોપ પણ નથી. તેથી સરકારે તાત્કાલિક ધોરણે કાર્યવાહી હાથ ધરવી જોઈએ.