રાજસ્થાનમાં ભીષણ અકસ્માત સર્જાયો છે જેમા અંદાજીત 4 જેટલા લોકોના મોત થઈ ગયા છે જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. મળતી માહિતી અનુસાર આ અકસ્માત નેશનલ હાઈવે-21 પર સર્જાયો છે. પેસેન્જરોને લઈ જઈ રહેલી બસ અનિયમિત થઈ ગઈ અને પુલનું રેલિંગ તોડી રેલવે ટ્રેક પર જઈને ઉંધી પડી. આ અકસ્માતને પગલે ટ્રેનની અવરજવર પર અસર પડી છે.
બ્રિજને તોડી રેલવે ટ્રેક પર પહોંચી બસ!
અકસ્માતોની સંખ્યામાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. કોઈ વખત ઓવરસ્પીડિંગને કારણે તો કોઈ વખત રોંગ સાઈડ હોવાને કારણે ભીષણ રોડ અકસ્માત સર્જાતા હોય છે. કોઈ વખત સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવી દેવાતા અકસ્માત સર્જાયા હોય છે. ત્યારે આવો જ એક ભીષણ રોડ અકસ્માત રાજસ્થાનમાં સર્જાયો છે. નેશનલ હાઈવે 21 પર મુસાફરો ભરેલી બસને અકસ્માત નડ્યો છે અને આ દુર્ઘટનામાં ચાર જેટલા લોકોના મોત થઈ ગયા છે જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
જો ટ્રેન ટ્રેક પરથી પસાર થઈ હોત તો સર્જાતો ભીષણ અકસ્માત!
ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. મળતી માહિતી અનુસાર આ દુર્ઘટના રવિવાર રાત્રે સર્જાઈ હતી. ઘટનાની જાણ થતા ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળ પર આવી પહોંચ્યા હતા. હરિદ્વારથી જયપુર તરફ બસ જઈ રહી હતી. આ ઘટનામાં સારી વાત એ હતી કે જ્યારે ટ્રેક પર બસ પલટીને પડી હતી તે દરમિયાન કોઈ ટ્રેન ત્યાંથી પસાર થઈ રહી ન હતી. જે એ વખતે ટ્રેન પસાર થઈ રહી હોત તો કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ શકતી હતી.