2024માં લોકસભાની ચૂંટણી યોજાવાની છે. પરંતુ તે પહેલા પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણી યોજાઈ. મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, મિઝોરમ અને તેલંગાણામાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. રાજસ્થાનમાં આજે મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ છે. મધ્યપ્રદેશ, છત્તીસગઢ, મિઝોરમમાં ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે. તેલંગાણામાં 30 નવેમ્બરે મતદાન યોજાવાનું છે. બધા રાજ્યોના પરિણામ 3 ડિસેમ્બરે આવવાના છે. રાજસ્થાનમાં આજે 200 વિધાનસભા બેઠકોમાંથી 199 બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે. પીએમ મોદીએ મતદાતાઓને મતદાન કરવા માટે અપીલ કરી છે.
#WATCH | Rajasthan CM Ashok Gehlot casts his vote in Sardarpura assembly constituency pic.twitter.com/KAce3x5Q9d
— ANI (@ANI) November 25, 2023
સવારે 9.30 વાગ્યા સુધી થયું આટલા ટકા મતદાન
#WATCH | Rajasthan CM Ashok Gehlot casts his vote in Sardarpura assembly constituency pic.twitter.com/KAce3x5Q9d
— ANI (@ANI) November 25, 2023રાજસ્થાનમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો જંગ શરૂ થઈ ગયો છે. મતદાતાઓ મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. 200 બેઠકોમાંથી 199 બેઠકો પર મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. સવારથી લોકો મતદાન મથક મતદાન કરવા પહોંચી રહ્યા છે. દિગ્ગજ નેતાઓએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે. સવારના 9.30 વાગ્યા સુધી 9.77 ટકા મતદાન નોંધાયું છે. 200 બેઠકો પર ચૂંટણી યોજાવાની હતી પરંતુ કોંગ્રેસના એ ક ઉમેદવારના નિધનને પગલે ત્યાં ચૂંટણી મોકૂફ રાખવામાં આવી છે. 199 બેઠકો પર મતદાન સવારના સાત વાગ્યાથી શરૂ થઈ ગયું છે. વસુંધરા રાજે, સચિન પાયલોટ સહિતના નેતાઓએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો.
મતાધિકારનો ઉપયોગ કરવા પીએમ મોદીએ કરી અપીલ
રાજસ્થાનમાં ચૂંટણી પ્રચાર માટે રાજકીય પાર્ટીઓ અનેક સભાઓ, અનેક રેલી ગજવી. પાર્ટીના દિગ્ગજ નેતાઓએ ચૂંટણી પ્રચારમાં કોઈ કચાસ નથી છોડી. જનસભા દરમિયાન નેતાઓ દ્વારા આપવામાં આવેલા નિવેદનોને કારણે રાજનીતિ ગરમાઈ છે. રાજસ્થાનમાં મતદાતાઓને મતદાન કરવા માટે પીએમ મોદીએ અપીલ કરી છે. પીએમ મોદીએ ટ્વીટ કરતા લખ્યું કે,‘રાજસ્થાન વિધાનસભા ચૂંટણી માટે આજે મત નાખવામાં આવશે. તમામ મતદારોને મારૂ નિવેદન છે કે તે વધુમાં વધુ સંખ્યામાં પોતાના મતાધિકારનો પ્રયોગ કરીને મતદાનનો નવો રેકોર્ડ બનાવે. આ પ્રસંગે પ્રથમ વખત મત આપવા જઇ રહેલા રાજ્યના તમામ યુવા સાથીઓને મારી શુભકામનાઓ.’