ચૂંટણી પંચ પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત કરી હતી, જો કે હવે રાજસ્થાનમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. રાજસ્થાનમાં થનારી વિધાનસભા ચૂંટણીની તારીખ બદલવામાં આવી છે. પહેલા 23 નવેમ્બરે એક જ તબક્કામાં ચૂંટણી થવાની હતી પરંતુ હવે તારીખ બદલીને 25 નવેમ્બરે આ ચૂંટણી થશે. જો કે મતદાન એક જ તબક્કામાં થશે. ચૂંટણીનું પરિણામ પણ 3 ડિસેમ્બરે જ આવશે.
Revised schedule for the General #Election to the Legislative Assembly of #Rajasthan
✅ Date of poll in Rajasthan : 25th November, 2023 ( Saturday )#ECI #AssemblyElections2023 pic.twitter.com/Ba6oqKYwMd
— Election Commission of India #SVEEP (@ECISVEEP) October 11, 2023
શા માટે ફેરફાર કરાયો?
Revised schedule for the General #Election to the Legislative Assembly of #Rajasthan
✅ Date of poll in Rajasthan : 25th November, 2023 ( Saturday )#ECI #AssemblyElections2023 pic.twitter.com/Ba6oqKYwMd
રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણીમાં ફેરફારનો મુખ્ય કારણ પૈકીનું એક તે જ દિવસે એટલે કે 23 નવેમ્બરે દેવઉઠી એકાદશી છે. આ કારણે મોટી સંખ્યામાં વિવાહ સમારંભ અને માંગલિક તેમજ ધાર્મિક ઉત્સવ હોય છે જેથી મતદાન પર વિપરીત અસર થઈ શકે છે વળી લોકોને પણ અસુવિધા થશે. વાહનોની કટોકટી પણ જોવા મળશે જેની અસર વોટિંગ પર પડી શકે છે. આ કારણે રાજ્યના ઘણાં સામાજિક, રાજનીતિક અને સાંસ્કૃતિક સંગઠનોએ પોતાના પ્રતિનિધિત્વની મદદથી ચૂંટણી પંચને આ તારીખે મતદાન ટાળવાની વિનંતી કરી હતી. ચૂંટણી પંચે તે વાત પર વિચાર કર્યો અને મતદાનની તારીખમાં ફેરફાર કરતા હવે મતદાન 23 નવેમ્બરની જગ્યાએ 25 નવેમ્બરે શનિવારે સમગ્ર રાજ્યમાં મતદાન થશે.
આ પાંચ રાજ્યોમાં યોજાશે વિધાનસભાની ચૂંટણી
પાંચ રાજ્યોની 679 વિધાનસભા સીટ પર ચૂંટણીની તારીખ 9 ઓક્ટોબરે જાહેર કરાઈ હતી. તેલંગાણા, રાજસ્થાન, છત્તીસગઢ અને રાજસ્થાનની વિધાનસભાઓનો કાર્યકાળ આગામી વર્ષે જાન્યુઆરીમાં સમાપ્ત થઈ રહ્યો છે. જ્યારે મિઝોરમ વિધાનસભાનો કાર્યકાળ આ વર્ષે 17 ડિસેમ્બરે સમાપ્ત થઈ રહ્યો છે. મધ્યપ્રદેશ, રાજસ્થાન, તેલંગાના, છત્તીસગઢ અને મિઝોરમ તે રાજ્ય છે જ્યાં વિધાનસભા ચૂંટણી પ્રસ્તાવિત છે. મધ્યપ્રદેશની 230, રાજસ્થાનની 200, તેલંગાનાની 119, છત્તીસગઢની 90 અને મિઝોરમની 40 વિધાનસભા બેઠક પર ચૂંટણી થશે. ઉલ્લેખનિય છે કે મિઝોરમમાં મિઝો નેશનલ ફ્રંટ સત્તા પર છે. જ્યારે તેલંગાનામાં BRSનું શાસન છે જ્યારે મધ્યપ્રદેશમાં ભાજપની સરકાર છે. તો છત્તીસગઢ અને રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર છે. ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સમાં ચૂંટણી જાહેરાત સાથે જ આ રાજ્યોમાં પ્રયાર અભિયાનનો પ્રારંભ શરુ થઈ ગયો છે.