સામાન્ય રીતે આપણે જ્યારે મોતના સમાચાર સાંભળતા હોઈએ છીએ ત્યારે મનમાં થાય કે મોત હાર્ટ એટેકને કારણે થાય, એક્સિડન્ટને કારણે થાય, રખડતાં શ્વાનના હુમલાને કારણે થાય વગેરે વગેરે... પરંતુ આજે જે કિસ્સો, જે સમાચાર આપવા છે તેમાં એક વ્યક્તિનું મોત તેમજ અનેક લોકો ગંભીર રીતે ઘાયલ મધમાખીના હુમલાને કારણે થયા છે. રાજસ્થાનના ભીલવાડામાં મધમાખીના હુમલાને કારણે એક ઉંમરલાયક વ્યક્તિનું મોત થયું છે જ્યારે 40 જેટલા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. જે લોકો પર મધમાખીઓએ હુમલો કર્યો તે લોકો ઠાકુરજીની મૂર્તિનું વિસર્જન કરવા માટે તળાવમાં ગયા હતા. જે વડીલનું મોત આ હુમલાને કારણે થયું છે તેમના શરીર પર 50થી વધારે ડંખવાના નિશાન હતા.
જ્યારે મૂર્તિ વિસર્જન કરવા ગયા ત્યારે મધમાખીઓએ કર્યો હુમલો
મોત ક્યારે અને કેવી રીતે આવી જાય તે જાણી શકાતું નથી. ઘરેથી નિકળેલો માણસ ઘરે પાછો ફરશે કે નહીં તે જાણી શકાતું નથી. આ વાત એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે રાજસ્થાનના ભીલવાડાથી એક કિસ્સો સામે આવ્યો હતો તે આવો જ છે. 40 લોકો ઉપરાંત એક વ્યક્તિનું મોત મધમાખીના હુમલાને કારણે થયું છે. મીડિયા રિપોર્ટ અનુસાર આ ઘટના 25 સપ્ટેમ્બરની છે. બડલિયાસના જિત્યા માફી ગામમાં લોકો વાજતે-ગાજતે ઠાકુરજીની યાત્રા કાઢી હતી. યાત્રા ધર્મારૂ તળાવ પાસે પહોંચી. અહીંયા ચારભૂજા નાથ એટલે કે ઠાકુરજીની પ્રતિમાનું વિસર્જન થવાનું હતું. તળાવ પાસે જ્યારે લોકો પહોંચ્યા ત્યારે ત્યાં નજીક આવેલા ઝાડ પર બેઠેલી મધમાખીઓએ તેમની પર હુમલો કરી દીધો.
ભિલવાડામાં મધમાખી હુમલાને કારણે બે વ્યક્તિઓના થયા મોત
મીડિયા રિપોર્ટ અનુસાર આ હુમલાને કારણે 40 જેટલા લોકો ઘાયલ થયા છે, સ્થાનિક ડોક્ટરે તેમની સારવાર કરી પરંતુ એક વ્યક્તિને સારવાર માટે ભિલવાડા શિફ્ટ કરવામાં આવ્યા. જે વ્યક્તિને ભિલવાડા ટ્રાન્સફર કરવામાં આવ્યા તેમનું નામ હતું રામનિવાસ શર્મા. તેમના શરીરમાંથી ડોક્ટરે 50થી વધારે ડંખ કાઠ્યા પરંતુ સારવાર દરમિયાન તેમનું મોત થઈ ગયું છે. મહત્વનું છે મધમાખીને કારણે કોઈનું મોત થયું હોય તે ઘટના પ્રથમ વાર ભિલવાડામાં નથી બની. આની પહેલા પણ એક ઉંમરલાયક વ્યક્તિનું મોત મધમાખી કરડવાને કારણે થયું છે.