રાજ્યમાં બે દિવસ સુધી રહેશે વરસાદી માહોલ, કમોસમી વરસાદ થતા ખેડૂતોને રડવાનો વારો આવ્યો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2022-12-15 08:49:07

રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. એક તરફ શિયાળાને કારણે ઠંડીનું જોર વધી રહ્યું છે તો બીજી તરફ બંગાળની ખાળીમાં લો-પ્રેશર સર્જાતા રાજ્યમાં ભરેશિયાળે કમોસમી વરસાદ વરસી રહ્યો છે. ત્યારે આવનાર દિવસોમાં પણ કમોસમી વરસાદ થઈ શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. અમદાવાદ, ખેડા, રાજકોટ, અમરેલી સહિતના વિસ્તારોમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. 


કમોસમી વરસાદ થતા વાતાવરણમાં આવ્યો પલટો

પોતાનો પાક સફળ જાય અને સારૂ વળતર મળે તે માટે ખેડૂતો ખૂબ મહેનત કરતા હોય છે. પોતાનું સર્વસ્વ ખેતી પાછળ લગાવી દેતા હોય છે. ત્યારે આ કમોસમી વરસાદને કારણે ખેડૂતોની ચિંતા વધી રહી છે. નુકસાન થવાની ભીતી ખેડૂતો સેવી રહ્યા છે. ગઈ કાલે પણ રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ થતા વાતાવરણમાં પલટો આવ્યો હતો. વાતાવરણમાં પલટો આવતા લોકો સ્વેટર લઈને બહાર નીકળે કે પછી રેઈનકોર્ટ લઈને બહાર નિકળે તેને લઈ અસમંજસમાં છે. 


આજે પણ કરાઈ વરસાદની આગાહી 

બંગાળની ખાડીમાં જ્યારે પણ સિસ્ટમ સક્રિય થાય છે તેની સીધી અસર ગુજરાતના વાતાવરણ પર જોવા મળે છે. આ વખતે માગશર મહિનામાં વરસાદ વરસી રહ્યો છે. સુરતના અનેક વિસ્તારોમાં સાંજના સમયે વરસાદના છાંટા આવ્યા હતા. જ્યારે અમદાવાદના અનેક વિસ્તારોમાં પણ વરસાદનો અનુભવ થયો હતો.


શિયાળું પાક નિષ્ફળ જવાની ખેડૂતોને ડર  

હવામાન વિભાગે માવઠાને લઈ આગાહી કરી હતી. ત્યારે કમોસમી વરસાદને લઈ હવામાને આગાહી કરી છે કે હજી એક-બે દિવસ કમોસમી વરસાદ વરસી શકે છે. વાદળછાયું વાતાવરણ રહી શકે છે. આવા વાતાવરણને કારણે ખેડૂતોની ચિંતા સતત વધી રહી છે. શિયાળો પાક નિષ્ફળ જવાની શક્યતા ખેડૂતો સેવી રહ્યા છે. ત્યારે કમોસમી વરસાદને કારણે ખેડૂતોને કેટલું નુકસાન થયું તે અંગેનો રિપોર્ટ કૃષિમંત્રીએ મંગાવ્યો છે. તાત્કાલિક તપાસ કરીને આ રિપોર્ટ આપવાનો આદેશ કરવામાં આવ્યો છે.   



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?