બિપોરજોયને કારણે રાજસ્થાનમાં જામ્યો વરસાદી માહોલ,અનેક જિલ્લાઓમાં ચોમાસાની સિઝન પહેલા તૂટ્યો રેકોર્ડ! જાણો વિગત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-06-20 14:44:46

બિપોરજોયને કારણે ગુજરાત બાદ રાજસ્થાનની હાલત ખરાબ થઈ રહી છે. વાવાઝોડાને કારણે રાજસ્થાનના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. વાવાઝોડાને કારણે અનેક જગ્યાઓ પર પાણી ભરાઈ ગયા હતા. બિપોરજોયને કારણે આ વર્ષે અનેક જિલ્લાઓ એવા છે જેમાં ચોમાસાનો રેકોર્ડ બ્રેક થઈ ગયો છે. બાડમેર, અજમેર, ભીલવાડા સહિતના વિસ્તારોમાં પૂર આવ્યું હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. અજમેરમાં વરસાદને કારણે 100 વર્ષનો રેકોર્ડ તૂટી ગયો છે. વરસાદને જોતા અનેક જિલ્લાઓમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

    

રાજસ્થાનમાં બિપોરજોયે સર્જી તારાજી!

ગુજરાત પર બિપોરજોય વાવાઝોડાનું સંકટ તોડાઈ રહ્યું હતું. વાવાઝોડાને કારણે ગુજરાતના દરિયાઈકાંઠા વિસ્તારમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. તંત્ર દ્વારા પણ અગમચેતીના ભાગરૂપે તમામ પ્રકારના પગલા લેવામાં આવ્યા હતા. ત્યારે ગુજરાતમાં તબાહી મચાવી રાજસ્થાન તરફ વાવાઝોડું આગળ વધી ગયું હતું. ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ થયો હતો. ત્યારે વાવાઝોડાને કારણે રાજસ્થાનની પરિસ્થિતિ ખુબ ખરાબ થઈ રહી છે. ભારે વરસાદે અનેક વર્ષોનો રેકોર્ડ તોડ્યો છે. 

અનેક જગ્યાઓ પર વરસાદે તોડ્યો રેકોર્ડ!

દેશના અનેક રાજ્યોમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે. તો કોઈ રાજ્ય એવા છે જ્યાં ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. ત્યારે બિપોરજોયને કારણે ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો હતો. રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ વરસ્યો હતો. બિપોરજોય વાવાઝોડું પોતાની પાછળ તબાહી છોડતું ગયું હતું. ત્યારે બિપોરજોયને કારણે રાજસ્થાનમાં હાહાકાર સર્જાયો છે. વાવાઝોડાને કારણે વરસેલા વરસાદે અનેક વર્ષોનો રેકોર્ડ તોડ્યો છે. અજમેરમાં 105 વર્ષનો રેકોર્ડ બ્રેક થયો છે. તે સિવાય જોધપુરમાં 12 વર્ષનો રેકોર્ડ તૂટ્યો છે. મોનસુન પહેલાં જ ચોમાસાએ અનેક ટકાનો કોટા પૂરો કરી લીધો છે.       



વંદે માતરમ્ પાસે ફ્લેટમાં રહેતા નીલ પટેલ નામના એક વ્યક્તિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો જેમાં એ એક ગોલ્ડન રીટ્રીવર કૂતરાના ચાર પગે દોરી બાંધી એને લાકડીથી માર મારે છે.

અમદાવાદના આંબલી બોપલ રોડ પર આજે સવારના સમયે ઓડી કાર લઈને એક નબીરો નીકળે છે અને અનેક વાહનોને અડફેટમાં લે છે... ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર કાર ચાલક ફૂલ પીધેલી હાલતમાં હતો અને અંદર બેસીને સિગરેટ પિતો હતો

વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..