ગુજરાતમાં જામ્યો વરસાદી માહોલ, આ જિલ્લામાં વરસી શકે છે વરસાદ, જાણો તમારા ત્યાં વરસાદ થશે કે નહીં?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-07-08 16:27:00

રાજ્યમાં વરસાદની ધમાકેદાર બેટિંગ જોવા મળી હતી. ભારે વરસાદે અનેક જિલ્લાઓને ધમરોળી નાખ્યું છે. હવામાન વિભાગે પાંચ દિવસ માટે સમગ્ર રાજ્યમાં વરસાદ વરસશે તેવી આગાહી કરી છે. સાર્વત્રિક વરસાદ પણ નોંધાઈ રહ્યો છે. ત્યારે ગુજરાતના અનેક જિલ્લાઓ એવા છે જ્યાં માત્ર અમુક કલાકોમાં જ અનેક ઈંચ વરસાદ વરસી ચૂક્યો છે. ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના 7 અને 8 તારીખ માટે કરવામાં આવી હતી. છેલ્લા થોડા કલાકોની વાત કરીએ તો ગુજરાતના 188 તાલુકાઓમાં વરસાદ ખાબક્યો હતો.


જામનગરમાં ચાર કલાકમાં વરસ્યો ચાર ઈંચ વરસાદ 

ચોમાસા સિઝનનું આગમન થઈ ચૂક્યું છે. મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. વરસાદના બીજી ઈનિંગની શરૂઆત થઈ ગઈ છે. બે ત્રણ દિવસના વિરામ બાદ મેઘરાજા ગુજરાતને ધમરોળવા તૈયાર છે. અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ થઈ રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે પાંચ દિવસ માટે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. અનેક જિલ્લાઓમાં એલર્ટ પણ જાહેર કરી દેવાયા છે. ક્યાંક રેડ તો ક્યાંક ઓરેન્જ એલર્ટ આપી લોકોને સાવચેત રહેવા જણાવી દીધું છે. ત્યારે અનેક જિલ્લાઓ એવા છે જ્યાં અનેક ઈંચ વરસાદ વરસી ગયો છે. સવારના કલાકોની વાત કરીએ તો જામનગરમાં માત્ર ચાર કલાકમાં ચાર ઈંચ વરસાદ થયો હતો. જે સિવાય દ્વારકામાં દોઢ ઈંચ વરસાદ વરસ્યો હતો. 


રસ્તાઓ પર વહેતી દેખાઈ નદી!

તાલુકા વાઈસ વરસાદની વાત કરીએ તો રાજ્યના 13 તાલુકાઓ એવા છે જ્યાં 1થી 4 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. આજે 76 જિલ્લાઓમાં વરસાદ નોંધાયો છે. અનેક જગ્યાઓ પર એટલો ભારે વરસાદ છે કે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે. જામનગરમાં ચાર કલાકમાં ચાર ઈંચ વરસાદ વરસ્યો છે. પાણી ભરાઈ જવાને કારણે રસ્તા પર જાણે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. કચ્છના ભુજમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. પોરબંદરમાં પણ વરસાદની ધમાકેદાર બેટિંગ જોવા મળી હતી. 


આ જિલ્લાઓમાં આજે થઈ શકે છે વરસાદ 

અમદાવાદમાં પણ વહેલી સવારથી અનેક જગ્યાઓ પર ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. સેટેલાઈટ, સિંદુભવન, વસ્ત્રાપુર સહિતના વિસ્તારોમાં વરસાદ થયો છે. વરસાદને લઈ કરવામાં આવેલી આગાહીની વાત કરીએ તો આજે એટલે કે 8 જૂલાઈના રોજ જૂનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ, પોરબંદર, અમરેલી, મોરબી, દ્વારકા, બોટાદ, ભાવનગર, જામનગર, કચ્છ, સુરત, નવસારી, વલસાડ, આણંદ અને વડોદરામાં ધોધમાર વરસાદ વરસશે. 


ભારેથી અતિભારે વરસાદ આ જિલ્લાઓમાં વરસી શકે છે

આવતી કાલ એટલે 9 જુલાઈના રોજ કચ્છ, પોરબંદર, દ્વારકા, જામનગર, મોરબી, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા અને મહેસાણામાં ધોધમાર વરસાદ વરસવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. 10 જુલાઈના કચ્છ, બનાસકાંઠા અને પાટણમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.  11 જુલાઈના બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં  ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.  હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ વરસ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદ વરસ્યો છે. ભારે વરસાદના પગલે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. મહત્વનું છે કે ચોમાસાની શરૂઆત થતાં જ અનેક ડેમોમાં પાણીની ભરપૂર આવક થઈ છે. અનેક ડેમોના દરવાજાને ખોલી દેવાયા છે. 



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...