Gujaratમાં જામ્યો વરસાદી માહોલ, વડોદરા અને જૂનાગઢ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ, અનેક વિસ્તારો જળબંબાકાર અને.....


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-09-30 13:51:58

ગુજરાતમાં ફરી એક વખત વરસાદી માહોલ જામ્યો છે.. રાજ્યના વિવિધ ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ વરસ્યો છે.. છેલ્લા 24 કલાકમાં વરસાદની ધમાકેદાર બેટિંગને કારણે ગુજરાતના અનેક ભાગો જળમગ્ન થઈ ગયા છે.. 90 તાલુકામાં છેલ્લા 24 કલાકમાં વરસાદ વરસ્યો છે જેમાં સૌથી વધારે ધબધબાટી વડોદરામાં તેમજ જુનાગઢમાં જોવા મળી છે.. વડોદરામાં તો થોડા સમય પહેલા જ વરસાદને કારણે તારાજી સર્જાઈ હતી.. ભારે વરસાદ થતા લોકોને જીવવું મુશ્કેલ થઈ રહ્યું છે.. ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા જેને કારણે લાખોનું નુકસાન ભોગવવાનો વારો આવ્યો હતો. જૂનાગઢમાં પણ વરસાદને કારણે પાણી ભરાઈ ગયા છે..


વડોદરાને વરસાદે ઘમરોળ્યું

રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે.. અનેક નદીઓ બે કાંઠે વહેતી થઈ છે જ્યારે અનેક ડેમો ફૂલ થઈ ગયા છે અને ગમે ત્યારે ઓવરફ્લો થઈ શકે છે.. ભયાનક જળસપાટી પર નદીઓ વહી રહી છે.. વડોદરામાં આવેલી વિશ્વામિત્રી નદીની જળ સપાટી ભયજનક સ્તરને વટાવી ચૂકી છે.. નદીની સપાટીમાં વધારો થયો છે.. શાળાઓમાં પણ રજા જાહેર કરવામાં આવી છે.. અનેક વિસ્તારો જળમગ્ન થઈ ગયા છે.. મહત્વનું છે કે આની પહેલા પણ વરસાદે તબાહી મચાવી હતી.. આ વખતે સૌથી વધારે સંકટ, સૈથી વધારે ટેન્શન ગરબા આયોજકોને થવાનું છે.. એક તરફ ગરબાનું આયોજન અને એક તરફ વરસી રહેલો વરસાદ....


જૂનાગઢ પણ વરસાદને કારણે જળબંબાકાર!

ન માત્ર વડોદરામાં પરંતુ જૂનાગઢમાં પણ વરસાદને કારણે પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે.. જૂનાગઢમાં પણ ભારે વરસાદને કારણે જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. ગિરનાર પર બે કલાકમાં જ સાંબેલાધાર વરસાદ ખાબકતા ભવનાથ સહિતના અનેક વિસ્તારમાં પાણી પાણી ભરાય ગયા છે એવું કહેવાય કે જુનાગઢમાં આભ ફાટ્યું છે. જેના પગલે પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે. ગિરનાર પર્વત પર ભારે વરસાદ થતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. 



શું કહે છે હવામાન વિભાગની આગાહી?

એક કહેવત છે કે ભાદરવો ભરપૂર હોય અને આ વખતે એ સાચી પણ પડી ભાદરવો જતાં જતાં ભૂકકા કાઢતો ગયો. એક તરફ હવે નવરાત્રિ શરૂ થવાને ત્રણ દિવસ બાકી છે તો બીજી તરફ રાજ્યના કેટલાક જિલ્લામાં વરસાદ કહેર બનીએ વરસી રહ્યો છે. હવામાન વિભાગનું માનીએ તો રાજ્યમાં હવે વરસાદનું જોર ઘટી જશે. જો કે હજુ આજનો દિવસ સૌરાષ્ટ્ર અને દ.ગુજરાતમાં વરસાદી વાતાવરણ રહેશે.એક ટ્રફ સાઉથ ઈસ્ટ યુપીમાં હતું જેના કારણે વરસાદ થઈ રહ્યો હતો. જેને લેસમાર્ક કરી દેવામાં આવ્યું છે. એક નવું સરક્યુલેશન દક્ષિણ ગુજરાતમાં હતું જેના કારણે વરસાદ વરસ્યો છે. . પરંતુ હવે આ સરક્યુલેશનની અસર ઓછી થશે. ત્યારે તમારે ત્યાં વરસાદી માહોલ છે કે નહીં તે અમને કમેન્ટમાં જણાવજો..  




ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?