અમદાવાદમાં આજે વેહલી સવારથી જ વાદળછાયું વાતાવરણ છે ત્યારે આજે અમદાવાદના કેટલાક વિસ્તારોમાં મેઘ મહેર થયો હતો આજે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસાદનું વાતાવરણ છે . રે અમદાવાદ, વડોદરા, નર્મદા સહિત અરવલ્લી જિલ્લામાં મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા. ત્યારે વરસાદને લીધે ઊભા પાકને નુકસાન પહોંચવાની બીકને લઈને ખેડૂતો ચિંતાતુર બન્યાં છે. એકબાજુ ચોમાસું જવાની તૈયારી છે. ત્યાં હવામાન વિભાગે આગામી 5
દિવસ સુધી વરસાદની આગાહી કરી છે.
કયા કયા વિસ્તારમાં વરસાદ પડ્યો ?
કાળા ડિબાંગ વાદળાઓ અને વીજના ચમકારાઓ વચ્ચે અમદાવાદ ના પુવઁ મા વરસાદ શરુ થયો હતો અને ધીરે ધીરે સમગ્ર અમદાવાદમાં વરસાદ વરસ્યો હતો આજે ખોખરા-હાટકેશ્ર્વર-અમરાઈવાડી-મણિનગર-જશોદાનગર-ઘોડાસર-વટવા-ઈશનપુર -વસ્ત્રાલ-રામોલ-હાથીજણ-નિકોલ-ઓઢવ સહિત ના વિસ્તારોમા સતત વરસાદ રહ્યો હતો.
ઉપરાંત અરવલ્લી તથા નર્મદામાં વરસાદ મન મૂકીને વરસ્યો વરસાદને કારણે ઊભા પાકને નુકસાન થવાની ભીતિથી ખેડૂતો ચિંતામાં મૂકાઈ ગયા હતા. વધુ વરસાદને લીધે મકાઈ, મગફળી સહિતના પાકને નુકસાન પહોંચી શકે છે.