રાજ્યમાં ઘણા સમયથી વરસાદે વિરામ લીધો હતો, જેને કારણે એવું લાગતું હતું કે ચોમાસાની વિદાય થઈ ગઈ છે. પરંતુ હવામાન નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર વરસાદનો નવો રાઉન્ડ શરૂ થઈ શકે છે... ફરી એક વખત રાજ્યમાં વરસાદી માહોલ જામશે તેવી આગાહી હવામાન નિષ્ણાતો દ્વારા કરવામાં આવી રહી છે.. રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદી ઝાપટા આવી શકે છે.. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર સૌરાષ્ટ્ર તેમજ કચ્છ સિવાય રાજ્યના અન્ય ભાગોમાં સામાન્ય વરસાદી ઝાપટા પડી શકે છે..
શું કહે છે પરેશ ગોસ્વામીની આગાહી?
હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની આગાહી અનુસાર સપ્ટેમ્બર મહિનાના છેલ્લા અઠવાડિયા દરમિયાન રાજ્યના મોટા ભાગના ભાગોમાં વરસાદની સંભાવના રહેલી છે.. સિસ્ટમ સક્રિય થવાને કારણે વરસાદની શક્યતાઓ છે.. 24 તેમજ 25 તારીખની આસપાસ વરસાદનો એક મોટો રાઉન્ટ આવી શકે છે.. અમુક જગ્યાઓ પર ભારે વરસાદની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે... મહત્વનું છે કે હાલ વરસાદ નથી જેને કારણે ગરમીનો માર સહન કરવો પડી રહ્યો છે.. તાપમાન સામાન્ય કરતા ઉંચું છે. બપોરના સમયે ઉનાળાની ગરમીનો અહેસાસ થતો હોય તેવું લાગે.. આજે છોટાઉદેપુર, દાહોદ, ગોધરાના વિસ્તારોમાં છૂટાછવાયો વરસાદ નોંધાઇ શકે છે. ભારે વરસાદ વલસાડ, વાપી, નવસારી, ડાંગ અને આહ્વામાં નોંધાઈ શકે છે તેવી સંભાવના વ્યક્ત કરી છે.
નવરાત્રીમાં આવશે વરસાદ?
આ સાથે જ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ વરસાદને લઈ આગાહી કરી છે. આગામી દિવસોમાં વરસાદની સિસ્ટમ સક્રિય થવાને કારણે રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદી ઝાપટાનો અનુભવ થશે. બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ સક્રિય થવાને કારણે વડોદરા, આણંદ, નડિયાદ, અમદાવાદ તેમજ ગાંધીનગરમાં વરસાદી ઝાપટા પડી શકે છે 27થી 29 સપ્ટેમ્બર દરમિયાન. નવરાત્રી દરમિયાન પણ અનેક જગ્યાઓ પર વરસાદ આવી શકે છે જેને કારણે વરસાદ ગરબાની મોજ બગાડી શકે છે.. મહત્વનું છે કે આ વર્ષે કડકડતી ઠંડીનો અનુભવ થઈ શકે છે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે..