દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદને કારણે જનજીવન અસ્ત વ્યસ્ત બન્યું છે. ગુજરાતમાં પણ વરસાદે તારાજી સર્જી છે. અનેક જગ્યાઓ એવી છે જ્યાં પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ગુજરાતમાં સરેરાશ 100 ટકા વરસાદ વરસ્યો છે ત્યારે દેશના અનેક રાજ્યો એવા છે જ્યાં વરસાદી માહોલ હજી પણ યથાવત જોવા મળી રહ્યો છે. મહારાષ્ટ્રમાં વરસાદને કારણે અનેક જગ્યાઓ પર પાણી ભરાયા હોવાના દ્રશ્યો સામે આવ્યા હતા. ત્યારે નાગપુરમાં તો વરસાદને કારણે ભારે તારાજી સર્જાઈ છે. નાગપુરમાં પડેલા વરસાદને કારણે અનેક જિલ્લાઓમાં જનજીવન ખોરવાઈ ગયું છે. જળબંબાકાર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા છે જેને કારણે લોકોને સુરક્ષિત સ્થળો પર ખસેડવામાં આવી રહ્યા છે.
નાગપુરમાં વરસાદને કારણે સર્જાઈ તારાજી
ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસોથી વરસાદની ધમાકેદાર બેટિંગ જોવા મળી હતી. હાલ ગુજરાતમાં વરસાદે વિરામ લીધો છે પરંતુ દેશના અનેક રાજ્યો એવા છે જ્યાં વરસાદને કારણે ભારે વિનાશ સર્જાયો છે. વરસાદને કારણે ખેડૂતોને તો નુકસાન થયું છે પરંતુ ઘરવકરી સહિતની વસ્તુઓને પણ ભારે નુકસાન થયું છે. મહારાષ્ટ્રમાં તો વરસાદના કારણે જનજીવન ખોરવાઈ ગયું છે. અનેક જિલ્લાઓમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે. ગઈકાલ રાત્રે નાગપુરમાં મૂશળાધાર વરસાદ વરસ્યો હતો. હવામાન વિભાગના જણાવ્યા મુજબ નાગપુરમાં 106 મીમી વરસાદ નોંધાયો હતો. રાત્રીના સમયે વરસાદ ખાબક્યો હતો જેને કારણે જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. લોકોના ઘરમાં ઘૂસી ગયા છે વરસાદી પાણી.
લોકોને સુરક્ષિત જગ્યા પર ખસેડવા એનડીઆરએફની ટીમ સજ્જા
વરસાદે અનેક જગ્યાઓ પર મહેર કરી છે તો અનેક જગ્યાઓ પર કહેર બનીને વરસ્યો છે. અનેક રાજ્યોમાં પાણી ભરાયા હોવાના સમાચારો સતત સામે આવી રહ્યા છે. ત્યારે મહારાષ્ટ્રમાં પણ મેહુલો મન મૂકીને વરસ્યો છે. ભારે વરસાદ થવાને કારણે સૌથી વધારે જનજીવન પ્રભાવિત થયું છે. લોકોના જીવ પર જોખમ તોળાઈ રહ્યો છે. લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખી લોકોને સુરક્ષિત સ્થળો પર ખસેડવામાં આવી રહ્યા છે. એનડીઆરએફની ટીમને પણ ત્યાં તૈનાત કરી દેવામાં આવી છે. અનેક લોકોનો બચાવ કરી લેવામાં આવ્યો છે. વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખી તંત્ર પણ એક્ટિવ મોડમાં દેખાઈ રહ્યું છે. મહારાષ્ટ્રના ડેપ્યુટી CM દેવેન્દ્ર ફડણવીસે સોશિયલ મીડિયા પર જણાવ્યું કે NDRF અને SDRFની ટીમો બચાવ કામગીરી કરી રહી છે.
દેશના અનેક રાજ્યોમાં વરસાદે મચાવી છે તબાહી
મહત્વનું છે કે દેશના અનેક રાજ્યોમાં વરસાદી માહોલ જામ્યો છે. અનેક રાજ્યો માટે હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું છે. અનેક રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે. બિહારના અનેક જિલ્લાઓ માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મધ્યપ્રદેશ તેમજ ગુજરાતમાં તો વરસાદનો કોટા પૂર્ણ થઈ ગયો છે. ગુજરાતમાં સરેરાશ 100 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. મધ્યપ્રદેશમાં 1 સપ્ટેમ્બરથી 22 સપ્ટેમ્બર સુધી સરેરાશ 923 મીમી વરસાદ નોંધાયો છે. 927.5 મીમી વરસાદ નોંધાયો છે. દિલ્હીમાં 531.3 મીમી વરસાદ પડવો જોઈતો હતો. 22 સપ્ટેમ્બર સુધીમાં 532.3 મીમી વરસાદ પડ્યો છે.